ETV Bharat / state

ઇડર APMCની ગેરકાયદેસર ભરતી મુદ્દે અમિત શાહ અને સીઆર પાટીલને કરાઇ લેખિત રજૂઆત,ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ - Eider APMC recruitment scam

author img

By ETV Bharat Gujarati Team

Published : May 15, 2024, 2:57 PM IST

ઈડર APMCની ગેરકાયદેસર ભરતી મુદ્દે અમિત શાહ અને સીઆર પાટીલને ભાજપના પૂર્વ પ્રમુખ પી.સી. પટેલે પત્ર લખી લેખિત રજૂઆત કરી હતી. ભરતીમાં ગેરકાયદેસર 20 થી 25 લાખ લઈને ભરતી થતી હોવાનુ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. ભરતી પ્રક્રિયા બંધ રહે તે માટે લેખિત રજૂઆતમાં માંગ કરવામાં આવી હતી. આગામી સમયમાં કિસાન સંઘ દ્રારા ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.Eider APMC recruitment scam

અમિત શાહ અને સીઆર પાટીલને કરાઇ લેખિત રજૂઆત
અમિત શાહ અને સીઆર પાટીલને કરાઇ લેખિત રજૂઆત (etv bharat gujarat)

ઇડર APMCની ગેરકાયદેસર ભરતી મુદ્દે રજૂઆત (etv bharat gujrat)

સાબરકાંઠા: જીન કૌભાંડ બાદ વધુ એક માર્કેટયાર્ડ ભરતી કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેને વર્તમાન ચેરમેન સામે લાખો રૂપિયા લઈને લોકોની ભરતી કરી હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ ગુજરાતના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને આગામી સમયમાં અન્ય બાબતોમાં પણ સનસનીખેજ ખુલાસાઓ રજૂ કરવાનું કહેતા સાબરકાંઠા સહકારી આલમમાં ખળભળાટ સર્જાયો છે.

લાખો રુપિયા લઇને ભરતી કરાઇ: સાબરકાંઠામાં કરોડો રૂપિયાનું સહકારી જીન કૌભાંડ સર્જાયું હતું તેમજ સમય સંજોગ અનુસાર કરોડો રૂપિયાની જીન બારોબાર વેચાઇ થઈ ચૂકી છે ત્યારે વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે જેમાં ઇડર APMC માર્કેટયાર્ડમાં લાખો રૂપિયા લઈને કર્મચારીઓની ભરતી કરાતી હોવાનો આક્ષેપ સાબરકાંઠા જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ તેમજ ઈડર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન પૃથ્વીરાજ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. પૃથ્વીરાજ પટેલના જણાવ્યા અનુસાર, ઇડર APMC માર્કેટ યાર્ડમાં સતત 16 વર્ષ સુધી સેવાઓ કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની ભરતી પૈસા લઇને કરવામાં આવી નથી.

ચેરમેને કૌભાંડ કર્યાનો આક્ષેપ: જો કે હાલમાં ઈડર માર્કેટ યાર્ડના વર્તમાન ચેરમેન સહિત સમગ્ર ટીમ દ્વારા લાખો રૂપિયા ખંખેરીને ઈડર માર્કેટ યાર્ડમાં કર્મચારીને ભરતીના નામે મસમોટું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. તેમજ ઘણા બધા લોકોને આર્થિક દ્રષ્ટિએ નુકસાન પણ કરાવાયું છે. જોકે નોકરી અપાવવાના નામે લાખો રૂપિયા લેતા હોવાનું ધ્યાને આવતા અમિત શાહ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. તેમજ આગામી સમયમાં હજુ પણ અન્ય ખુલાસાઓ થવાના છે. જોકે પૃથ્વીરાજ પટેલે કરેલા આક્ષેપના પગલે સાબરકાંઠા સહકારી આલમમાં પણ ભારે ખળભળાટ વ્યાપી ગયો છે.

કિસાન સંઘ પણ લડી લેવાના મૂડમાં: જોકે આ બાબતે કિસાન સંઘ પણ લડી લેવાના મૂડમાં છે કિસાન સંઘના પ્રમુખના જણાવ્યા મુજબ, ઇડર માર્કેટીંગ યાર્ડની અંદર ખોટી રીતે ભરતી થવાના અહેવાલ આવતા અને તેનો અભ્યાસ કર્યા બાદ અમે કિસાન સંઘની મિટિંગમાં ચર્ચા કરી હતી. ભારત સરકાર ખેડૂતોના પડખે ઊભી રહીને નિર્ણયો લેતી હોય અને ખેડૂતોને મુક્ત બજાર ભાવ મળી રહે અને ખેડૂતોના પાકને અહીં વેચાણ માટે આવતું રહે અને યાર્ડ જીવતું રહે તે બરાબર છે પણ માર્કેટીંગ યાર્ડમાં ખોટી રીતે પૈસાની લેતી દેતી કરીને ભરતી કરવામાં આવે તે યોગ્ય લાગતું નથી અને કોઈપણ સંજોગોમાં અમે આ ચલાવી લેવાના નથી અને જરૂર જણાશે, તો અમે આંદોલનનો માર્ગ અપનાવીશું.

ચેરમેનને કર્યો પોતાનો લૂલો બચાવ: જોકે આ મામલે ઈડરના હાલના APMC માર્કેટ યાર્ડના ચેરમેનને આ બાબતે પૂછતા તેમને જણાવ્યું હતું કે, હાલમાં સાબરકાંઠાના ઈડર માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની સાથે સાથે નીતિમત્તાના ધોરણે કોઈપણ પ્રકારની ભરતી કરાઈ નથી તેમ જ ભરતીની જરૂરિયાત હોવા છતાં તેના માટે ખાનગી એજન્સી દ્વારા ભરતી કરવાનું સૂચવાયું છે. જોકે એજન્સી દ્વારા થનારી ભરતીમાં પણ કોઈપણ વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારની આર્થિક કે નાણાકીય વ્યવહાર થયો નથી. જોકે મોટાભાગની ભરતીમાં ચાલી આવતી બાબત અહીં પણ જોવા મળી છે, જેમાં જો ભરતી કૌભાંડ થયું હોય તો તેને સાબિત કરવામાં આવશે તો અમે તેના માટે બનતું બધું જ કરીશું તેમ કહીને પોતાનો લૂલો બચાવ કર્યો છે.

જોકે આક્ષેપો વચ્ચે ઈડર માર્કેટયાર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે ત્યારે સહકારી આલમમાં ભરતી કૌભાંડના પગલે ભૂકંપ સર્જાયો છે ઈડરનું સહકારી જીન કૌભાંડ હજુ યથાવત છે. તેમજ તેના ઉપર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે ઈડર માર્કેટયાર્ડમાં પણ ભરતી કૌભાંડ મામલી થયેલા આક્ષેપો આગામી સમયમાં કેટલું સત્ય છે એ તો આગામી સમયમાં સત્ય ઉજાગર થશે

  1. તાપીના ગોલણ ગામે ટાંકીનો સ્લેબ ધરાશાઈ થતાં એક શ્રમિકનું મોત, 2 ઘાયલ - water tank slab collapsed
  2. ભારતના પક્ષપલટા વિરોધી કાયદાની દુર્ભાગ્યપૂર્ણ વાસ્તવિકતા, એક વિચક્ષણ સમીક્ષા - India s Anti Defection Law
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.