ETV Bharat / state

માનસરોવરમાં ફોટોગ્રાફીની મંજૂરીથી થશે લાખો રૂપિયાની આવક, લોકમાંગ પ્રબળ બની - Ambaji temple

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 3, 2024, 4:23 PM IST

માનસરોવરમાં ફોટોગ્રાફીની મંજૂરી આપવા માંગ
માનસરોવરમાં ફોટોગ્રાફીની મંજૂરી આપવા માંગ

જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં માનસરોવર કુંડ આવેલું છે. સ્થાનિક લોકોની માંગ છે કે, અહીં ફોટોગ્રાફી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે. જેના માધ્યમથી અંબાજી મંદિર ટ્રસ્ટને લાખો રૂપિયાની આવક થઈ શકે છે. જાણો સમગ્ર મામલો...

અંબાજી : જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. ગબ્બર અને અંબાજી મંદિરમાં મોબાઈલ પર પ્રતિબંધ હતો. બાદમાં ફોટોગ્રાફી માટે ટેન્ડર પ્રક્રિયા કરી, હવે વર્ષે દહાડે લાખો રૂપિયાની આ ટેન્ડરથી મંદિરની આવક થાય છે. આ જ રીતે માનસરોવરમાં પણ ફોટોગ્રાફી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી જાગૃત નાગરિકે લેખિતમાં રજૂઆત કરી હતી.

વિખ્યાત યાત્રાધામ અંબાજી : શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ સમૂહ યાત્રાધામ અંબાજી જગવિખ્યાત છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિવિધ શાખાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. અંબાજી અંબિકા ભોજનાલય, અંબાજી વિશ્રામ ગૃહ, ગબ્બર ભોજનાલય સાથે જ અંબાજી માનસરોવર, કોટેશ્વર મહાદેવ મંદિર સહિતના વિવિધ આસ્થાના કેન્દ્રનું સંચાલન શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

માનસરોવરમાં ફોટોગ્રાફીની મંજૂરી
માનસરોવરમાં ફોટોગ્રાફીની મંજૂરી

માનસરોવરમાં ફોટોગ્રાફીની મંજૂરી : જાગૃત નાગરિકે માનસરોવરમાં ફોટોગ્રાફીની મંજૂરી આપવા અંગે રજૂઆત કરી ત્યારબાદ અંબાજીના વિવિધ ગ્રુપમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. લોકોએ પ્રતિસાદ આપતા જણાવ્યું કે, માનસરોવરમાં પણ ફોટોગ્રાફી માટે જો તંત્ર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરે તો અંબાજી મંદિરને વર્ષે દહાડે લાખો રૂપિયાની આવક થઈ શકે છે. વહીવટી તંત્ર આ દિશામાં વિચાર કરી અંબાજીના માનસરોવરમાં ફોટોગ્રાફી પ્રક્રિયા હાથ ધરવા કવાયત હાથ ધરે તેવી લોક માંગ પ્રબળ બની છે.

માનસરોવરમાં થાય છે ચૌલક્રિયા : અંબાજી મંદિરના પાછળની સાઇડ આવેલ માનસરોવર કુંડ કે જ્યાં આગળ મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી ચૌલક્રિયા કરવા આવતા હોય છે. ચૌલક્રિયા કરવા આવતા લોકોને ફોટોગ્રાફરની જરૂરત હોય છે. ફોટોગ્રાફીનું ટેન્ડર તંત્ર બહાર પાડે જેથી તંત્રની આવકમાં વધારો થઈ શકે તે માટે અંબાજીના જાગૃત નાગરિકે લેખિતમાં રજૂઆત કરી છે.

માનસરોવર અંબાજી મંદિર
માનસરોવર અંબાજી મંદિર

માનસરોવરનો મુખ્ય ગેટ બંધ : મંદિરની પાછળની સાઈડ આવેલ માનસરોવર કુંડમાં ત્રણ ગેટ છે. જ્યારે મુખ્ય ગેટ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે, આ ગેટ ખોલવામાં આવ્યો નથી. જેને લઈ યાત્રિકો આ એક જ ગેટથી આવન જાવન કરી રહ્યા છે. જે માટે યાત્રિકોને ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે તંત્ર દ્વારા યાત્રિકોની સુખાકારી અને સગવડ માટે મુખ્ય ગેટ પણ ખોલવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.

વાળ બનશે આવકનો સ્ત્રોત : માનસરોવર કુંડ અંગેની ચર્ચામાં લોકોએ વધુ ઉમેર્યું કે, અંબાજી માનસરોવરમાં ચૌલક્રિયા દરમિયાન મોટી માત્રામાં વાળ એકઠા થતા હોય છે, આ વાળનો શું ઉપયોગ થાય છે તે એક વિચારી શકાય. તિરૂપતિ બાલાજી મંદિરમાં વાળની લાખો રૂપિયાની આવક થાય છે. ત્યારે અંબાજી માનસરોવરમાં એકઠા તથા વાળનો પણ આવો ઉપયોગ કરવામાં આવે જેથી અંબાજી મંદિરને આવક થઈ શકે. આ મામલે વહીવટી તંત્ર વિચારીને કવાયત હાથ ધરે તેવી લોકોની રજૂઆત કરી છે.

વિવાદિત કિસ્સો
વિવાદિત કિસ્સો

વિવાદિત કિસ્સો : માતાજીના ફોટા અને પ્રતિમા રસ્તે રઝળતા અને જાહેર શૌચાલય આગળ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો છે. જાહેર શૌચાલય યાત્રીકો માટે બનાવવામાં આવ્યું હતું, પણ આજ દિન સુધી એ શૌચાલય ચાલુ કરવામાં આવ્યું નથી. હવે એ જ શૌચાલય આગળ માતાજીના ફોટા અને પ્રતિમા મુકેલા નજરે પડ્યા છે. અંબાજી મંદિરના વહીવટદાર આ વિશે તપાસ કરાવે અને યોગ્ય કાર્યવાહી કરે એવી તેવી લોક માંગણી છે.

  1. હોળીના પર્વને લઈ યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, દર્શન માટે ભક્તોની લાગી લાંબી કતાર - Holi 2024
  2. Ambaji Police: દારૂનો વેપલો છોડાવી અંબાજી પોલીસે મહિલાઓને શરૂ કરાવ્યો શાકભાજીનો વેપાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.