ETV Bharat / state

Ambaji Police: દારૂનો વેપલો છોડાવી અંબાજી પોલીસે મહિલાઓને શરૂ કરાવ્યો શાકભાજીનો વેપાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 19, 2024, 9:02 PM IST

યાત્રાધામ અંબાજીમાં પોલીસની સદભાવના વાળી તસ્વીર સામે આવી છે. અંબાજીમાં દારૂ વેચતી મહિલાઓને શાકભાજીનો વેપાર શરૂ કરાવીને પોલીસે સહકારીતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. શું છે સમગ્ર કિસ્સો આવો જાણીએ આ અહેવાલમાં...

દારૂનો વેપલો છોડાવી અંબાજી પોલીસે મહિલાઓને શરૂ કરાવ્યો શાકભાજીનો વેપાર
દારૂનો વેપલો છોડાવી અંબાજી પોલીસે મહિલાઓને શરૂ કરાવ્યો શાકભાજીનો વેપાર

અંબાજીઃ આમ તો અંબાજી વિસ્તારમાં છેલ્લાં ઘણા સમયથી દેશી દારૂનું દુષણ ચાલી રહ્યું છે. દારૂના આ દુષણમાં મહિલાઓ પણ બાકાત રહી ન્હોતી, જેને લઇ તંત્રએ કાર્યવાહી કરી અને દારૂ વેચતી મહિલાઓ સામે કેસ કરી તેમની અટકાયતો પણ કરી અને તેમને સમજાવવાનો પણ પ્રયાસ કરાયો અને પરિણામ એ આવ્યું કે, આજે ઘણી મહિલાઓ દારૂનો વેપલો બંધ કરી શાકભાજી વેચીને ગૌરવભેર જીવન જીવવાનું શરૂ કર્યુ છે. જેમાં અંબાજી પોલીસની માનવીય અને સહકારીતાની ભાવનાએ મુખ્ય ભાગ ભજવ્યો છે.

દારૂનો વેપલો છોડાવી અંબાજી પોલીસે મહિલાઓને શરૂ કરાવ્યો શાકભાજીનો વેપાર
દારૂનો વેપલો છોડાવી અંબાજી પોલીસે મહિલાઓને શરૂ કરાવ્યો શાકભાજીનો વેપાર

અંબાજી મુખ્ય બજારમાં દારૂના ધંધા સાથે સંકળાયેલી મહિલાઓ હવે હાઇવે માર્ગ પર શાકભાજી વેચી બની પગભર બની રહી છે, અને ગૌરવભેર જીવન પણ જીવી રહી છે. દારૂના ધંધાને લઇ અંબાજીની ગરિમાને ઠેસ પહોંચી રહી હતી ત્યારે અંબાજી પોલીસ દ્વારા એક અનોખી વિચારધારા બતાવીને આ મહિલાઓને દારૂ વેચાણના દૂષણમાંથી મુક્ત કરાવીને સન્માન ભર્યું જીવન આપવાનો પ્રયત્ન કર્યો છે. અંબાજી પોલીસના સહકારથી આ મહિલાઓએ શાકભાજીનો વ્યવસાય શરૂ કર્યો છે, આમ અંબાજી પોલીસે મદદ અને સહકારની ભાવનાનો ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. જેને લઇ અંબાજી સહિત આસપાસના વિસ્તારમાં અંબાજી પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે..

દારૂનો વેપલો છોડાવી અંબાજી પોલીસે મહિલાઓને શરૂ કરાવ્યો શાકભાજીનો વેપાર
દારૂનો વેપલો છોડાવી અંબાજી પોલીસે મહિલાઓને શરૂ કરાવ્યો શાકભાજીનો વેપાર

'છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં દારૂ વેચીને આ મહિલાઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા, પોલીસ દ્વારા જ્યારે તેમને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યાં અને જ્યારે તેઓ છૂટીને ફરીથી આવ્યો તો ફરી દારૂનો ધંધો શરૂ કરી દેતા હતાં. જેને લીધે આ ચાલતું જ રહેતું, હતું પરંતુ અમે આનો નિકાલ લાવવાનો એક પ્રયત્ન કર્યો અને આ મહિલાઓને સમજાવી અને તેમને દારૂનો ધંધો બંધ કરાવીને શાકભાજી વેચવાની સલાહ આપી અને કીધું કે જો તમે દારૂ વેચશો તો તમારી કમાણી પોલીસ અને કોર્ટ કચેરીના ધક્કાઓમાં જતી રહેશે જેમાં તમારા પૈસા અને આબરૂ બંનેનું નુકસાન થશે, તેથી જો તમે શાકભાજીનો ધંધો કરશો તો તમને નફો અને આબરૂ બંને મળશે જેને સમજી આ બહેનોએ શાકભાજીના વેપારનો શુભારંભ કર્યો છે. -જી.આર.રબારી, પોલીસ ઇન્સ્પેક્ટર,અંબાજી

હું છેલ્લા ત્રણ-ચાર વર્ષથી અંબાજીના બજારમાં દારૂ વેચતી હતી, જ્યારે અંબાજી પોલીસે મને પકડી અને સમજાવી અને હવે મને શાકભાજીનો વેપાર ચાલુ કરાવ્યો છે, શાકભાજીના વેપારમાં સારી કમાણી થાય છે અને હું મારા પરિવારનું ગુજરાન ચલાવી રહી છું, જેમાં અંબાજી પોલીસનો અમને સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. - મીરા, દારૂનું વેચાણ છોડી શાકભાજીની વિક્રેતા બનનાર

હું છ-સાત વર્ષથી દારૂ વહેંચતી હતી અને મારી ઉપર ઘણા બધા કેસો થયા છે, જ્યારે પોલીસ દ્વારા મને પકડી મને સમજાવી કે તું દારૂ ન વેચ અને શાકભાજીનો ધંધો કર, જેથી તારી ઈજ્જત પણ થશે અને છોકરા પણ સારી જિંદગી જીવશે. જેથી મે સમજી અને હવે મે શાકભાજીનો વેપાર શરૂ કર્યો છે. હું છ-સાત વર્ષથી દારૂનો વેપાર અંબાજી બજારમાં કરતી હતી જ્યારે હવે શાકભાજી વેચી અને મારા પરિવારનું ગુજરાન ચલાવી રહી છું. -દારૂનું વેચાણ છોડી શાકભાજીની વિક્રેતા બનનાર મહિલા

સમગ્ર પંથકમાં અંબાજી પોલીસની આ માનવીય કામગીરીની પ્રશંસા થઈ રહી છે. અને પોલીસની આ કામગીરીને બિરદાવી રહ્યાં છે. દારૂ વેચતી મહિલાઓને દારૂનો વેપલો છોડાવી શાકભાજી વેચવાનો વેપાર શરૂ કરાવ્યો છે જેને લઇ લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

  1. Geniben Thakor at Ambaji : મા અંબાના દરબારમાં પહોંચ્યા ગેનીબેન ઠાકોર, કોંગ્રેસ કાર્યકરોએ કર્યું સ્વાગત
  2. Death Journey: અંબાજીમાં ખાનગી વાહનોમાં કરાવાય છે 'મોત'ની મુસાફરી, તંત્ર કડક પગલાં ભરે તેવી માંગણી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.