ETV Bharat / state

Surat Mahashivratri 2024 : સુરતમાં મહાશિવરાત્રીની ઉજવણી, ઘીના કમળ બનાવવાની દાદાની પંરપંરા જીવંત રાખતી પૌત્રીઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 6, 2024, 4:51 PM IST

મહાશિવરાત્રીના પર્વ પર સુરતની બે પૌત્રીઓ દાદાજીની પરંપરા યથાવત રાખવા માટે નિષ્ઠાપૂર્વક ઘીના કમળ બનાવી રહી છે. કારણ કે તેમના સ્વર્ગીય દાદાજીની ઈચ્છા હતી કે તેઓની 55 વર્ષીય પરંપરા તેમની પેઢીઓ નિભાવે. પ્રોફેશનલ ડીગ્રી ધરાવવા છતાં પણ દાદાજીની પરંપરા બે પૌત્રીઓએ યથાવત રાખી છે.

Surat Mahashivratri 2024 : સુરતમાં મહાશિવરાત્રીની ઉજવણી, ઘીના કમળ બનાવવાની દાદાની પંરપંરા જીવંત રાખતી પૌત્રીઓ
Surat Mahashivratri 2024 : સુરતમાં મહાશિવરાત્રીની ઉજવણી, ઘીના કમળ બનાવવાની દાદાની પંરપંરા જીવંત રાખતી પૌત્રીઓ

નવી પેઢીની સમજણ

સુરત : મૂળ સંગરામપુરાના અને હાલ વેસુ ખાતે રહેતા દાદા સ્વ પ્રાણલાલ ભગવાનદાસ કાપડિયા દ્વારા મહાશિવરાત્રી નિમિતે ઘીના કમળ બનવાનું કાર્ય 55 વર્ષ સુધી જે પરંપરા નિભાવવામાં આવી હતી, તે તેમના અવસાન પછી તેમની બે પૌત્રીઓ દ્વારા અનુસરવામાં આવી રહી છે. સિંગાપોરથી કોમ્યુનિકેશન ડિઝાઇનનો કોર્સ કરી ચૂકેલી નિષ્ઠા અને સુરતમાં એચઆરમાં સ્નાતકની ડિગ્રી મેળવી ચૂકેલી ખુશી તાજેતરમાં મહાશિવરાત્રિ માટે તૈયાર ઘીના કમળ બનાવી રહી છે. તેમના દાદા સ્વ. પ્રાણલાલ કાપડિયા મહાશિવરાત્રી પહેલા શિવમંદિરો માટે તેઓ વર્ષોથી ઘીના કમળ બનાવતા હતા.

દાદાને અનોખી ભાવાંજલિ
દાદાને અનોખી ભાવાંજલિ

દાદાજીની પરંપરા જીવંત રાખવા પ્રયાસ : બે પૌત્રીઓ દાદાજીની પરંપરા યથાવત રાખવા માટે નિષ્ઠાપૂર્વક ઘીના કમળ બનાવી રહી છે. સ્વર્ગીય પ્રાણલાલ ભગવાનદાસ કાપડિયાની બે પોત્રીઓ મહાશિવરાત્રી પહેલા શિવ મંદિરો માટે ઘીના કમળ બનાવી રહી છે કારણ કે તેમના દાદાજીની ઈચ્છા હતી કે તેઓની 55 વર્ષીય પરંપરા તેમની પેઢીઓ નિભાવે. પ્રોફેશનલ ડીગ્રી ધરાવતી બંને પૌત્રીઓ દાદાજીની પરંપરા જીવંત રાખવા ઇચ્છી રહી છે.

અમે નાનપણથી જ અમારા દાદાને ઘીના કમળ બનાવતા જોયા છે. તેમની ઈચ્છા હતી કે આ પરંપરા તેમની પેઢીઓ ચાલુ રાખે. છેલ્લા આઠ વર્ષથી અમે તેમની સાથે જ ઘીના કમળ બનાવતા હતાં. તેમના અવસાન બાદ અમે તેમની આ પરંપરા યથાવત રાખીશું. તેઓને વિશ્વાસ હતો કે તેમની આ પરંપરા અમે ચાલુ રાખીશું...ખુશી ( પૌત્રી )

86 વર્ષની વયે અવસાન થયું : સિંગાપોરથી કોમ્યુનિકેશન ડિઝાઇનનો કોર્સ કરી ચૂકેલી નિષ્ઠાએ જણાવ્યુ હતું કે, તેમની ઈચ્છા આ પરંપરાને તેમની પેઢીઓ આગળ પણ ચાલું રાખે. આ વચ્ચે તેમનું 86 વર્ષની વયે અવસાન થયું. તેમની આ પરંપરાને આગળ ધપાવવાનું અમે નક્કી કર્યું છે. હાલમાં અમે સુરતના 15 જેટલાં મંદિરો માટે ભવ્ય ઘીના કમળ તૈયાર કરી રહ્યા છીએ, જે ઘીના કમળ ઉપર મહાદેવ અને પાર્વતીનું ચિત્ર સુંદર રીતે ઉપસી રહ્યું છે.

  1. Maha Shivratri 2024: જૂનાગઢના મહા શિવરાત્રી મેળામાં મૃગીકુંડ સ્નાનનું વિશેષ ધાર્મિક માહાત્મ્ય
  2. Maha Shivratri 2024: ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે એ ગિરનારની ભવનાથ તળેટી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.