ETV Bharat / state

હિન્દુત્વવાદી નેતાઓની હત્યાનું ષડયંત્ર : સ્લીપર સેલની સંડોવણી ખુલી, મહારાષ્ટ્રથી 19 વર્ષીય શખ્સની ધરપકડ - Hindu leader murder conspiracy

author img

By ETV Bharat Gujarati Team

Published : May 14, 2024, 7:39 PM IST

દેશના હિન્દુત્વવાદી નેતાઓની હત્યાનું ષડયંત્ર રચનાર મૌલવી સાથે અન્ય લોકોની સંડોવણી ખૂલી છે. જેમાં સુરત ક્રાઈમ બ્રાંચે મહારાષ્ટ્રથી એક શખ્સની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. મળતી માહિતી અનુસાર આ શખ્સ સ્લીપર સેલ હતો. જાણો સમગ્ર વિગત

હિન્દુત્વવાદી નેતાઓની હત્યાનું ષડયંત્ર
હિન્દુત્વવાદી નેતાઓની હત્યાનું ષડયંત્ર (ETV Bharat Desk)

હિન્દુત્વવાદી નેતાઓની હત્યાનું ષડયંત્ર : સ્લીપર સેલની સંડોવણી ખુલી (ETV Bharat Desk)

સુરત : દેશના હિન્દુત્વવાદી નેતાઓની હત્યા કરવાનું ષડયંત્ર રચનાર મૌલવીની ધરપકડ થયા બાદ અન્ય બે શખ્સની સંડોવણી સામે આવી હતી. જેમાં મહારાષ્ટ્રના નાંદેડથી રજા શકીલની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. 19 વર્ષીય આરોપી BSc માં અભ્યાસ કરે છે. પાકિસ્તાનના ભારત વિરોધી યુટ્યુબરને ફોલો કરનાર યુવાનોને આરોપી સ્લીપર સેલ તરીકે વાપરતો હતો, શકીલ તેમાંથી એક હતો.

મહારાષ્ટ્રમાંથી સ્લીપર સેલને દબોચ્યો : ધારાસભ્ય રાજાસિંહ, નુપુર શર્મા સહિત અન્ય હિન્દુવાદી નેતાઓની હત્યા માટે ષડયંત્ર રચનાર મૌલવી બાદ બિહાર અને મહારાષ્ટ્રથી ક્રાઈમ બ્રાન્ચે બે લોકોની ધરપકડ કરી છે. હાલમાં મહારાષ્ટ્રના નાંદેડથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શકીલ શેખ ઉર્ફે રજાની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાંચે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ષડયંત્ર રચનાર લોકોમાં આરોપી રજાની મુખ્ય ભૂમિકા હોવાનું પોલીસે જણાવ્યું છે.

કોણ છે આરોપી ? આ કેસમાં અગાઉ મૌલવી સોહેલ અને બિહારથી મોહમ્મદ અલીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ મહારાષ્ટ્રથી શકીલ ધરપકડ થઈ છે. આરોપી શકીલ પાકિસ્તાનના ડુંગર નામના ઈસમ સાથે સંપર્કમાં હતો. ડુંગરે શકીલને વર્ચ્યુઅલ નંબર આપ્યા હતા. જેનો ઉપયોગ કરી મૌલવી, મોહમ્મદ અલી અને શકીલ ત્રણે વીડિયો કોન્ફરન્સ થકી એકબીજા સાથે વાત કરતા હતા.

આરોપીની મોડસ ઓપરેન્ડી : પાકિસ્તાની યુટ્યુબરને ફોલો કરતા ભારતીય યુવાનોને ડુંગર સ્લીપર સેલ બનાવતો હતો. પાકિસ્તાનના એક યુટ્યુબરને ફોલો કરી રહેલા ભારતીય યુવાનો ડુંગરના ટાર્ગેટમાં હોય છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ તરફથી મળતી માહિતી મુજબ પાકિસ્તાનના વિવાદિત યુટ્યુબરને સબસ્ક્રાઇબ કરનાર ભારતીય યુવાનોને પાકિસ્તાની ડુંગર સંપર્ક કરતો હતો. બાદમાં તેમને હિન્દુવાદી નેતાઓ વિરુદ્ધ ભડકાવતો અને તેમનો ઉપયોગ હત્યાના પ્લાનમાં કરવાનો હતો.

પોલીસ કાર્યવાહી : આ કેસમાં જ્યારે મૌલવીની ધરપકડ થઈ ત્યારે શકીલે પોતાનો મોબાઇલ તોડી નાખ્યો હતો. પોલીસે કોર્ટમાં રિમાન્ડ માટે જે ગ્રાઉન્ડ મૂક્યા છે, તેમાં જણાવ્યું છે કે આ મોબાઇલની રિકવરી જરૂરી છે. કારણ કે આ જ મોબાઈલમાં તે વર્ચ્યુઅલ નંબર વાપરીને ષડયંત્ર માટે તૈયારી કરી રહ્યો હતો. તેઓ વર્ચ્યુઅલ વિડિયો કોન્ફરન્સ થકી એકબીજા સાથે જોડાતા હતા. આથી ત્રણેય આરોપીને સાથે બેસાડીને પૂછપરછ કરવી જરૂરી છે. આરોપી શકીલે પણ ઉપદેશ રાણાને સાત વાર ધમકી આપી છે.

  1. મૌલવી સાથે સંપર્કમાં રહેનારા વધુ એક આરોપીની ધરપકડ, જાણો ક્યાંથી ઝડપાયો આરોપી ? - Surat Molvi
  2. 10 દિવસના રિમાન્ડ પર મૌલવી સોહેલ અબુબકર ટિમોલ, હિન્દુવાદી નેતા હતા નિશાને - Surat Police
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.