ETV Bharat / state

મૌલવી સાથે સંપર્કમાં રહેનારા વધુ એક આરોપીની ધરપકડ, જાણો ક્યાંથી ઝડપાયો આરોપી ? - surat molvi

author img

By ETV Bharat Gujarati Team

Published : May 13, 2024, 5:12 PM IST

હિંદુ નેતાઓને મારી નાખવાની ધમકી આપનાર સુરતના મૌલવી મોહમ્મદ સોહેલ ટીમોલ સાથે સંપર્ક રાખનાર વધુ એક આરોપીને DCBની ટીમે મહારાષ્ટ્રના નાંદેડથી ઝડપીને સુરત લઈ આવી છે. પોલીસે તેને સુરતની કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવશે. આ આરોપી મૌલવી સાથે તે સતત સંપર્કમાં રહેતો હતો જાણો સમગ્ર ખબર વિસ્તારથી... accused arrested who was in contact with Maulvi of Surat

DCBની ટીમે મહારાષ્ટ્રમાંથી આરોપીને ઝડપ્યો
DCBની ટીમે મહારાષ્ટ્રમાંથી આરોપીને ઝડપ્યો (Etv Bharat gujarat)

મૌલવી સાથે સંપર્કમાં રહેનારા વધુ એક આરોપીની ધરપકડ (Etv Bharat gujarat)

સુરત: દેશીમાં કોમી એકતા ભડકાવવાના હેતુથી અને હિંદુ નેતાઓને મારી નાખવાની ધમકી આપનાર સુરતના મૌલવી મોહમ્મદ સોહેલ ટીમોલ સાથે સંપર્ક રહેનાર વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરત DCBની ટીમે મહારાષ્ટ્રના નાંદેડથી 19 વર્ષિય શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આ પહેલા હિન્દુ નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી આપવાનાં કેસમાં ક્રાઈમ બ્રાંચની ટીમના અધિકારીઓએ સુરતના કઠોરના આંબોલી ગામમાં રહેતા મૌલવી મોહમદ સોહેલ ટીમોલની ધરપકડ કરી હતી.

મૌલવીના પાકિસ્તાન અને નેપાળમાં સંપર્કો: મૌલવી મોહમદ સોહેલ ટીમોલના મોબાઈલ ફોનની વોટ્સએપ ચેટની તપાસ કરતા પોલીસ ચોંકી ગઇ હતી. તેના સીધા સંપર્ક પાકિસ્તાન અને નેપાળના મોબાઈલ વપરાશકર્તાઓ સાથે હોવાનું જાણવા મળ્યું હતું. હાલ મૌલવી મોહમદ સોહેલ ટીમોલ પોલીસ રિમાન્ડ હેઠળ છે. તેના ફોનની ડીટેલ્સની તપાસ બાદ પોલીસે મૌલવી સાથે સંપર્કમાં રહેલા ઈસમોને પકડવાની મેગા કાર્યવાહીમાં લાગી છે જેમા એક બાદ એક આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી રહી છે.

વધુ એક આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો: DCP ભાવેશ રોઝિયાએ જણાવ્યુ હતું કે, 19 વર્ષિય શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝા નામના વધુ એક આરોપી ધરપકડ કરવામાં આવી છે.મહારાષ્ટ્ર નાંદેડથી આરોપીને DCBની ટીમે ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લઈ આવવા માટે રવાના થઈ ગઈ છે. એક દિવસ અગાઉ પોલીસની તપાસમાં નેપાળના મોબાઈલ વપરાશકર્તા શેહનાઝનું નામ ખૂલ્યું હતું તેને પોલીસ ટીમે શેહનાઝ ઉર્ફે મોહમ્મદઅલી મોહમ્મદ શાબીરને મુજફ્ફરપુર બિહારથી ઝડપી પાડીને સુરત લઈ આવી હતી. તેની નેપાળ અને ભારતની બે અલગ અલગ આઈડી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા 7 લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે.

  1. સંભાલમાં અંતિમ સંસ્કારથી પરત ફરી રહેલા ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારતા ત્રણના મોત, અન્ય ગંભીર રીતે ઘાયલ - TRUCK COLLIDED WITH TRACTOR TROLLEY
  2. ગોધરામાં NEET પરીક્ષામાં ગેરરીતિના આરોપીઓ સામે ગુનો નોંધાયો, પરશુરામ રોય સહિત બે ફરાર આરોપીઓની ધરપકડ - NEET Exam 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.