ETV Bharat / state

ચીખલીથી વાંસદા જતા રોડ પર સર્જાયો ગંભીર અકસ્માત, અકસ્માતમાં 2 લોકોના મોત - Serious accident in Navsari

author img

By ETV Bharat Gujarati Team

Published : May 26, 2024, 8:28 PM IST

ચીખલીથી વાંસદા જતા માર્ગ ઉપર મહારાષ્ટ્રના પરિવારને અકસ્માત હતો.મહારાષ્ટ્રના ધુલિયાથી વલસાડ જતાં પરિવારનો ચીખલી પાસે ગંભીર અકસ્માત થયો હતો. કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અચાનક કાર બેકાબુ બની હતી અને ડિવાઈડર સાથે અથડાતા રસ્તાની બીજી બાજુ ઉભેલા ડમ્પરમાં જઈને અથડાતા 2 મહિલાઓના ઘટના સ્થળે મોત થયા હતા. એક વ્યક્તિને વધુ ઇજા થઇ હતી.Serious accident in Navsari

મહારાષ્ટ્રના પરિવારનો ચીખલી પાસે અકસ્માત થયો
મહારાષ્ટ્રના પરિવારનો ચીખલી પાસે અકસ્માત થયો (Etv Bharat)

ચીખલીથી વાંસદા જતા રોડ પર સર્જાયો ગંભીર અકસ્માત, (etv bharat gujarat)

નવસારી: ચીખલીથી વાંસદા જતા માર્ગ ઉપર મહારાષ્ટ્રના એક પરિવારને અકસ્માત હતો.મહારાષ્ટ્રના ધુલિયાથી વલસાડ જતાં પરિવારનો ચીખલી પાસે ગંભીર અકસ્માત થયો હતો. કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અચાનક કાર બેકાબુ બની હતી અને ડિવાઈડર સાથે અથડાતા રસ્તાની બીજી બાજુ ઉભેલા ડમ્પરમાં જઈને અથડાતા 2 મહિલાઓના ઘટના સ્થળે મોત થયા હતા. એક વ્યક્તિને વધુ ઇજા થતા તેને વલસાડ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ: પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. નવસારી જિલ્લાના ચીખલી-વાંસદા રોડ ઉપર થયેલા અકસ્માતમાં મૂળ વલસાડના અને મહારાષ્ટ્રથી પરત આવતા પરિવારને અકસ્માત નડતા 2 લોકોનું મોત થયું છે જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને વધુ સારવાર અર્થે ચીખલી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી હતી

પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત: મૂળ વલસાડ જિલ્લાના મહારાષ્ટ્રીયન પરિવાર પોતાના કામ અર્થે ઇકો કારમાં મહારાષ્ટ્રના ધુલિયાથી વલસાડ આવવા માટે નીકળ્યા હતા તે દરમિયાન સવારે 11:00 વાગ્યે ચીખલી-વાંસદા માર્ગ ઉપર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કોઈક કારણોસર કાર બેકાબુ બની ડિવાઇડર સાથે અથડાયા બાદ સામેની બાજુએ ઉભેલા ડમ્પર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર 2 લોકોના મોત થયા હતા જ્યારે અન્ય 1 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાની જાણ ચીખલી પોલીસને જાણ થતા તે ઘટના સ્થળે પહોચીને કાયદેસર કાર્યવાહી કરી હતી.

મૃતકોને પીએમ માટે હોસ્પિટલે ખસેડાયા: અકસ્માતમાં મૂળ વલસાડના રહેવાસી 42 વર્ષીય સુરેખાબેન દાદુભાઇ મોરે અને 68 વર્ષીય ધ્રુપતા અંકુશરાવ મોરેનું આ અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે કારચાલક દાદુભાઇ અંકુરવ મોરેને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે ચીખલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને મૃત્યુ પામેલી બે મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

મહારાષ્ટ‌્રથી પરત આવતા થયો અકસ્માત: તપાસ કરતાં અધિકારી એચ.એસ. પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રથી પરત વલસાડ તરફ આવતા પરિવારને 11 વાગ્યાની આસપાસ અકસ્માત નડ્યો હતો જેમાં 2 લોકોના મોત થયા હતા અને ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલ 2 મહિલાઓના મૃતદેહને કબ્જો મેળવી પીએમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે.

  1. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં મૃતકોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 સહાય રાજ્ય સરકારે જાહેર કરી - TRP Game Zone tragedy
  2. રાજકોટના ગેમઝોનમાં થયેલ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું, અમદાવાદના 12 ગેમઝોનમાં ચેકિંગ - AHMEDABAD GAMEZONE CHEKING
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.