ETV Bharat / state

સુરત કલેકટર કચેરીમાં લોકસભા ચૂંટણી માટે ઈવીએમ અને વીવીપેટનું રેન્ડમાઈઝેશન કરાયું - EVM and VVPET

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 4, 2024, 7:23 PM IST

સુરત કલેકટર કચેરીમાં લોકસભા ચૂંટણી માટે ઈવીએમ અને વીવીપેટનું પહેલું રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 7મેએ મતદાન યોજાશે. આગામી બે દિવસમાં જિલ્લાના 4530 મતદાનમથક માટે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવશે.

સુરત કલેકટર કચેરીમાં લોકસભા ચૂંટણી માટે ઈવીએમ અને વીવીપેટનું રેન્ડમાઈઝેશન કરાયું
સુરત કલેકટર કચેરીમાં લોકસભા ચૂંટણી માટે ઈવીએમ અને વીવીપેટનું રેન્ડમાઈઝેશન કરાયું

ઈવીએમ અને વીવીપેટની ફાળવણી

સુરત : લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી છે. મતદાનના દિવસે કોઈ પણ બૂથ પર વોટીંગની સમસ્યા ન સર્જાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્રએ આગોતરૂ આયોજન કર્યું છે. જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. બે દિવસમાં સુરત જિલ્લાની 16 વિધાનસભાઓમાં કુલ 4530 મતદાન મથક માટે ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દ્વારા 5654 ઈવીએમ અને 6107 વીવીપેટની ફાળવણી કરવામાં આવશે.

એ.આર.ઓ.ને સોંપાશે : ચૂંટણી તંત્ર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં (EMS) સોફ્ટવેરની મદદથી રેન્ડમાઈઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેની યાદી પણ તમામ પક્ષને તંત્ર દ્વારા સોંપવામાં આવશે. રેન્ડમાઈઝ કરાયેલાં ઈવીએમ જિલ્લાની તમામ વિધાનસભાઓના એ.આર.ઓ.ને સુપરત કરવામાં આવશે, તેમજ આ ઈવીએમ જે-તે વિધાનસભાના નિયત અધિકારીઓ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહ કરવામાં આવશે.

રાજ્યમાં આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે. જેમાં રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આજે ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયું છે રેન્ડમાઈઝડ ઈવીએમની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવી છે. સુરત જિલ્લાના ચૂંટણી તંત્રના ઈવીએમ-વીવીપેટ વેરહાઉસ ખાતે સંગ્રહિત તમામ ઈવીએમ મશીન એફએલસી ચેકિંગ થયેલા છે. રેન્ડમાઈઝડ ઈવીએમ જિલ્લાની વિધાનસભા મત વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓ-ARO ને સોપવામાં આવી રહ્યા છે. જયાં ARO દ્વારા વિધાનસભા મત વિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ ઈવીએમ રાખવામાં આવશે..કમલેશ રાઠોડ (અધિક જિલ્લા ચૂંટણી અધિકારી)

સ્ટ્રોન્ગ રૂમ્સ બનાવાયાં : ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોમ્પ્યુટરાઈઝડ રેન્ડેમાઈઝેશન દ્વારા સુરત અને બારડોલી લોકસભા બેઠક હેઠળની 16 વિધાનસભા બેઠકોમાં 4530 મતદાન મથકો ખાતે મૂકવા માટેના ઈવીએમ અને વીવીપેટની ફાળવણી થશે. તમામ વિધાનસભા બેઠકોમાં તેમને ફાળવવામાં આવેલા મતદાન યંત્રો-વીવીપેટના સુરક્ષિત સંગ્રહ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સીસીટીવી કેમેરા સાથે સ્ટ્રોન્ગ રૂમ્સ ઉભા કરવામાં આવ્યા છે.

ફરીથી સેકન્ડ રેન્ડમાઈઝેશન કરાશે : ઈવીએમમાં બેલેટ યુનિટ અને કન્ટ્રોલ યુનિટ એમ બે એકમોનો સમાવેશ થાય છે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દરમિયાન ચૂંટણી પંચે ઠરાવેલા ધારાધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના 125 ટકા લેખે BU- બેલેટ યુનિટ, 125 ટકા લેખે CU- કન્ટ્રોલ યુનિટ અને 135 ટકા વીવીપેટ તકેદારીના રૂપમાં ફાળવણી થશે. 4530 મતદાન મથકો માટે ઉપરોક્ત ધારાધોરણ પ્રમાણે બેલેટ યુનિટ્સ-કન્ટ્રોલ યુનિટ્સ અને વીવીપેટની ફાળવણી કરાશે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન બાદ સશસ્ત્ર પોલીસ સુરક્ષા હેઠળ બે દિવસમાં જિલ્લાના સંબધિત એઆરઓને ઈવીએમની સોંપણી કરવામાં આવશે. મતદાનની તારીખ પૂર્વે દરેક વિધાનસભા બેઠકને ફાળવવામાં આવેલા કુલ ઈવીએમ અને વીવીપેટનું ફરીથી સેકન્ડ રેન્ડમાઈઝેશન કરાશે અને તેના આધારે ક્યા નંબરનું યંત્ર ક્યા મતદાન મથકે જશે તે નિર્ધારિત કરાશે.

  1. Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચના વિશેષ આયોજન, EVM-VVPAT નિદર્શન અને મોક વોટિંગ કરાયું
  2. Lok Sabha Election 2024 : લોકતંત્રના પર્વને મનાવવા તંત્ર તૈયાર, EVM અને VVPAT લાઈવ ડેમોસ્ટ્રેશનનું આયોજન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.