ETV Bharat / state

Lok Sabha Election 2024 : લોકતંત્રના પર્વને મનાવવા તંત્ર તૈયાર, EVM અને VVPAT લાઈવ ડેમોસ્ટ્રેશનનું આયોજન

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 29, 2024, 5:37 PM IST

EVM અને VVPAT લાઈવ ડેમોસ્ટ્રેશન
EVM અને VVPAT લાઈવ ડેમોસ્ટ્રેશન

આગામી સમયમાં લોકસભા ચૂંટણી 2024 યોજાવાની છે, ત્યારે ચૂંટણી પૂર્વે તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ અભિયાનો ચાલી રહ્યા છે. જે અંતર્ગત જિલ્લા મથક ભુજની કલેક્ટર કચેરી ખાતે તાલીમ કેન્દ્ર ઉભું કરાયું છે. મતદારોને મતદાન કેવી રીતે કરવું અને તેમણે આપેલો મત તે જ વ્યક્તિને મળ્યો છે કે કેમ તે જોવા માટે EVM અને VVPAT માટેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

લોકતંત્રના પર્વને મનાવવા તંત્ર તૈયાર

કચ્છ : આગામી સમયમાં લોકસભા ચૂંટણી 2024 યોજાનાર છે. જેને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લાના ચૂંટણી વિભાગે તૈયારીઓ આરંભી દીધી છે. હાલમાં ઈવીએમ અને વીવીપેટના (EVM and VVPAT) નિર્દેશન માટેની કામગીરી કરવામાં આવી રહી છે. મતદાર યાદીમાં નોંધાયેલા મતદાતાઓ માટે ભુજની કલેક્ટર કચેરી ખાતે મતદાન પ્રક્રિયા દર્શાવવા માટે લાઈવ EVM ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. સાથે જ જિલ્લામાં ઠેર ઠેર EVM ના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો-વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ 2 LED વાન પણ લાઈવ ડેમો આપી રહી છે.

લાઈવ EVM ડેમોસ્ટ્રેશન : EVM લાઈવ ડેમોન્સ્ટ્રેશનની વાત કરવામાં આવે તો મતદાતાની સામે બેલેટ યુનિટ હોય છે, જેમાં તમામ ઉમેદવારોનું નામ હોય છે. તમામ ઉમેદવારોમાંથી યોગ્ય ઉમેદવારની સામે બટન મતદાતાઓએ દબાવવાનું રહેતું હોય છે. બટન દબાવ્યા બાદ મતદાતાએ આપેલો મત તેને પસંદ કરેલા ઉમેદવારને ગયો છે કે નહીં તેની ચોક્કસાઈ કરવા માટે બાજુમાં વીવીપેટ એમ-3 મશીનમાં ઉમેદવારનો નંબર દેખાય છે. આ ઉપરાંત નવા મતદાતાઓને મતદાન સમયે ધ્યાન રાખવામાં આવતી બાબતો અંગે પણ ચૂંટણી શાખાના કર્મચારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

VVPAT મશીન : ઉલ્લેખનીય છે કે EVM માં બે ભાગ હોય છે. જેમાં એકના માધ્યમથી વોટ નોંધાય છે અને બીજા ભાગથી તેને નિયંત્રિત કરવામાં આવતું હોય છે, જેને કંટ્રોલ યુનિટ પણ કહેવાય છે. જેમાં નિયંત્રણ મશીન મતદાન અધિકારી પાસે રહેતું હોય છે. જ્યારે મતદાનનું મશીન છે તે મતદાન રૂમની અંદર રાખવામાં આવે છે. EVM ની વિશ્વસનીયતા કાયમ રાખવા માટે VVPAT એટલે કે Voter Verifiable Paper Audit Trail મશીનની પણ મદદ લેવામાં આવતી હોય છે.

VVPAT નો ઉપયોગ : મતદાતા EVM પર પોતાના પસંદગીના ઉમેદવારના નામની સામેવાળા બ્લ્યુ કલરના બટનને દબાવ્યા બાદ VVPAT પર વિઝ્યુઅલી સાત સેકન્ડ સુધી જોઈ શકાય છે કે તમે આપેલો મત આપની પસંદના ઉમેદવારને ગયો છે કે કેમ. આ પ્રક્રિયા મારફતે મતદાતા જોઈ શકે છે કે તેણે વોટ કોને આપ્યો છે, એટલે કે તેનો વોટ તેના બટન દબાવ્યા અનુસાર પડ્યો છે કે નહીં. જો મતદાન કેન્દ્ર પર ઈવીએમની સાથે વીવીપેટ છે, તો મતદાતા વોટ આપ્યા બાદ વીવીપેટ પર જોઈ શકે છે કે તેણે ક્યાં ઉમેદવારને મત આપ્યો છે.

મોબાઈલ EVM ડેમો વાન : નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પાર્થ ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી લોકસભા સામાન્ય ચૂંટણી માટે તમામ મતદારો EVM મશીન અને VVPAT ની પ્રક્રિયાથી વાકેફ થઈ શકે તે માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા EVM ડેમોસ્ટેશન સેન્ટર અને મોબાઈલ EVM વાન દ્વારા EVM નિર્દેશન યોજાતું હોય છે. કચ્છ જિલ્લાના 6 વિધાનસભા મતવિસ્તાર અને તમામ તાલુકા સહિત મામલતદાર કચેરી ખાતે આગામી બે માસ સુધી ઇવીએમ નિર્દેશન કરવામાં આવી રહ્યું છે. તમામ મતદાન મથક ખાતે મોબાઇલ વાન મારફતે પણ ઇવીએમ નિદર્શન કરવામાં આવી રહ્યું છે. જેથી જે પણ અરજદારો કચેરીની મુલાકાતે આવતા હોય છે તે પોતે પણ આ EVM મશીનથી વાકેફ થઈ શકે છે.

મતદાર જાગૃતિ અભિયાન : આ ઉપરાંત મોબાઈલ EVM વાન દ્વારા જિલ્લાના 1844 બુથ પર પણ નિર્દેશન કરવામાં આવી રહ્યું છે. જે ફેબ્રુઆરી માસના અંત સુધી ચાલશે, સાથે સાથે વધુ જાગૃતિ માટે LED સજજ બે વાહનો પણ જિલ્લાને ફાળવવામાં આવ્યા છે. આ વાહનોને ગ્રામ પંચાયત તેમજ ગામના ચોરા પાસે કે કોઈ મોલ પાસે તેમજ યુનિવર્સિટી ખાતે રાખવામાં આવી રહ્યા છે. જેથી પ્રથમ વખત મતદાન કરનારા મતદાતાઓ મતદાનની પ્રક્રિયાથી વાકેફ થઈ શકે.

  1. Kutch Winter Festival : કચ્છ અને મધ્યપ્રદેશની સંસ્કૃતિ, કળા, સંગીત અને નૃત્ય સમન્વય નિહાળો વિન્ટર
  2. Tableau Of Dhordo Village : 26મી જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડમાં કચ્છના ધોરડોના ટેબ્લોને સ્થાન મળ્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.