ETV Bharat / state

PM Modi visit Rajkot : સૌરાષ્ટ્રની સૌથી મોટી જનાના હોસ્પિટલનું પીએમ મોદી દ્વારા લોકાર્પણ થશે, જાણો શું છે ખાસિયત

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 17, 2024, 10:38 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 તારીખે રાજકોટની 800 બેડની જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે. એવામાં 11 માળની આ જનાના હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ શી છે તે જાણીએ.

PM Modi visit Rajkot : સૌરાષ્ટ્રની સૌથી મોટી જનાના હોસ્પિટલનું પીએમ મોદી દ્વારા લોકાર્પણ થશે, જાણો શું છે ખાસિયત
PM Modi visit Rajkot : સૌરાષ્ટ્રની સૌથી મોટી જનાના હોસ્પિટલનું પીએમ મોદી દ્વારા લોકાર્પણ થશે, જાણો શું છે ખાસિયત

જનાના હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ

રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 તારીખના રોજ રાજકોટના પ્રવાસે આવનાર છે. એવામાં રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી 800 બેડની જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે. જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા આ જનાના હોસ્પિટલનું સંચાલન કરવામાં આવનાર છે. એવામાં 11 માળની આ જનાના હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ રાખવામાં આવી છે.

રાજ્યની સૌથી મોટી જનાના હોસ્પિટલ : આ સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રાજકોટમાં નિર્માણ કરાયેલી જનાના હોસ્પિટલ એ રાજ્યની સૌથી મોટી મહિલાઓ અને બાળકો માટેની હોસ્પિટલ છે. જ્યારે આ હોસ્પિટલના ઉદ્ઘાટન બાદ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરના મહિલા અને બાળ દર્દીઓને અહીંયા નિઃશુલ્ક સારવાર મળી રહેશે. અંદાજીત 100 કરોડના ખર્ચે આ જનાના હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં સૌથી ઊંચી એક માત્ર હોસ્પિટલ : અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો આર.એસ ત્રિવેદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે. ત્યારે તેને સંલગ્ન જ જનાના હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે. જ્યાં બાળકો અને માતાઓની સારવાર કરવામાં આવશે. જે હાલ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યું છે. ત્યારે આગામી 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ હોસ્પિટલનું લોકાર્પણ કરનાર છે. જ્યારે ગુજરાતમાં સૌથી હાઈટ વાળું આ એક માત્ર હોસ્પિટલ છે. જેમાં બાળકો અને માતાઓની નિઃશુલ્ક સારવાર અધતન રીતે થશે.

ગુજરાતમાં પ્રથમ સરકારી મિલ્ક બેન્ક : ડો. ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે આ હોસ્પિટલની સુવિધાની વાત કરવામાં આવે તો ગ્રાઉન્ડ ફ્લોરમાં કેસ બારી રાખવામાં આવી છે. તેમજ સાથે જ દવા બારી અને વેઇટિંગ એરિયા પણ રાખવામાં આવ્યો છે. જ્યારે અહીંયા નીચે જ ત્રણ અલગ અલગ વિભાગ તપાસ માટે રાખવામાં આવ્યા છે. આ સાથે જ સગર્ભા માતાઓ માટે અહીંયા કાઉન્સિલિંગની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે અને ક્લિનિક પણ રાખવામાં આવ્યું છે.

સ્પેશિયલ ઓપરેટર થિયેટર : જ્યારે મહિલાઓની નોર્મલ ડીલીવરી માટે અહીંયા સ્પેશિયલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પ્રાઇવેટ્સની પણ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જ્યારે મહિલાઓને નોર્મલ ડિલિવરી ન થાય તો અલગ સિઝેરિયન માટે સ્પેશિયલ ઓપરેટર થિયેટર પણ ઊભો કરવામાં આવ્યો છે તે સંપૂર્ણ અધતન છે. આ સાથે જ અહીંયા બાળકો માટે મિલ્ક બેંક બનાવવામાં આવી છે. ત્યારે રાજ્યમાં સરકારી મિલ્ક બેંક એકમાત્ર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ થશે.

1200 કર્મચારીઓની તાત્કાલિક ફાળવણી કરાઈ : આ હોસ્પિટલ માટે તાત્કાલિક 1200 કર્મચારીઓનો સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે અને 25મી ફેબ્રુઆરીથી પીએમ મોદી જ્યારે આ હોસ્પિટલનું લોકાર્પણ કરશે ત્યારથી જ તે શરૂ થઈ જશે. રાજકોટની આ જનાના હોસ્પિટલથી સૌરાષ્ટ્રના 11 જેટલા જિલ્લાઓને તેનો લાભ મળી રહેશે. આ સાથે જ બાળકો અને સગર્ભા માતાઓને અધતન સારવાર પૂરી પાડવામાં આવશે. 100 કરોડ રૂપિયાના ખર્ચે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેને લઇને હવે આ હોસ્પિટલને ખુલ્લી મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અહીંયા રાજાશાહી સમયની જનાના હોસ્પિટલ હતી. જેને તોડીને 11 માળની અધતન જનાના હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે જે હવે ટૂંક જ સમયમાં શરૂ થશે.

  1. NOCના અભાવે અટક્યું રાજકોટની નવનિર્મિત જનાના હોસ્પિટલનું લોકાર્પણ, ફાયર વિભાગે આ કારણે નથી આપ્યું NOC
  2. રાજકોટમાં નિર્માણ પામી રહેલી જનાના હોસ્પિટલની મુખ્યપ્રધાન રૂપાણીએ લીધી મુલાકાત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.