ETV Bharat / state

મહિલાઓને વર્ષે 1 લાખની આપવાની કોંગ્રેસની ગેરંટી પર શું કહે છે મહિલાઓ ? સાંભળો... - rahul gandhi in patan

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 30, 2024, 7:43 PM IST

Updated : Apr 30, 2024, 10:35 PM IST

રાહુલ ગાંધીએ પાટણ જનસભામાં અનેક વાયદાઓ કર્યા, ગરીબ મહિલાઓને આપશે વર્ષે એક લાખ
રાહુલ ગાંધીએ પાટણ જનસભામાં અનેક વાયદાઓ કર્યા, ગરીબ મહિલાઓને આપશે વર્ષે એક લાખ

ઉત્તર ગુજરાતમાં આવતી સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ સીટ પર કોંગ્રેસને મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ પાટણમાં જંગી જનસભાને સંબોધી હતી. જનસભામાં રાહુલ ગાંધીએ જનતાને લોભાવવા માટે અનેક વાયદાઓ કર્યા હતા. રાહુલ ગાંધી પોતાની દરેક સભામાં મહિલા સશક્તિકરણ પર ખાસ ભાર મૂકે છે. તેમણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં મહિલા રાષ્ટ્રપતિની અવગણના મુદ્દે સરકાર પર આંકડા પ્રહારો કર્યા હતા. rahul gandhi in patan

રાહુલ ગાંધીએ પાટણ જનસભામાં અનેક વાયદાઓ કર્યા, ગરીબ મહિલાઓને આપશે વર્ષે એક લાખ

પાટણ: ઉત્તર ગુજરાતમાં આવતી સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ સીટ પર કોંગ્રેસને મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ પાટણમાં જંગી જનસભાને સંબોધી હતી. જનસભામાં રાહુલ ગાંધીએ જનતાને લોભાવવા માટે અનેક વાયદાઓ કર્યા હતા. તેમણે મોંઘવારી, શિક્ષણ, સામાજિક ન્યાય, આવકની અસમાન વહેચણી મુદ્દે ભાજપ સરકાર પર આંકરા પ્રહારો કર્યા હતા. મોદી સરકારે તેમના મિત્ર જેવા 22 ઉદ્યોગપતિનું 16 લાખ કરોડનું દેવું માફ કર્યું છે. 90 આઈએએસ અધિકારી આખો દેશ ચલાવે છે. આ 90માંથી ત્રણ પછાત, ત્રણ દલિત અને એક માત્ર એક જ આદિવાસી છે.

મહિલા સશક્તિકરણ પર ખાસ ભાર: રાહુલ ગાંધી પોતાની દરેક સભામાં મહિલા સશક્તિકરણ પર ખાસ ભાર મૂકે છે. તેમણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં મહિલા રાષ્ટ્રપતિની અવગણના મુદ્દે સરકાર પર આંકડા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ જોયો હશે. ખૂબ ધૂમધામથી ઉજવણી થઇ, પરંતુ ત્યાં તમને કોઈ ગરીબ જોવા નહીં મળ્યો હોય. રાષ્ટ્રપતિને પણ બોલાવાયા. પ્રોટોકોલમાં સૌથી ઉપર હોવા છતાં તેમને અંદર પણ ન જવા દીધા કારણ કે, તેઓ આદિવાસી છે. મહિલા સશક્તિકરણની વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમે મહાલક્ષ્મી યોજના લાવીને મહિલાઓને મદદ કરીશું, જેમાં દરેક પરિવારની ગરીબ મહિલાના ખાતામાં દર વર્ષે એક લાખ જમા કરાવીશું.

દેશ ગરીબી રેખાની બહાર નહીં આવે ત્યાં સુધી મદદ કરતા રહીશું. અમે જાતિ આધારિત વસતી ગણતરી કરાવીશું, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. ગરીબ મહિલાઓના પરિવારને વાર્ષિક એક લાખ સહાય અંગે ETV ભારત દ્વારા મહિલાઓ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

  1. અમિત શાહના ફેક વીડિયો વાયરલ કરનાર બે, 1 જીજ્ઞેશ મેવાણીનો PA નીકળ્યો - Ahmedabad Crime
  2. જામનગરના આંગણે પીએમ મોદીની જાહેરસભા, ચુસ્ત બંદોબસ્ત સાથે સુચારુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ - PM Modi Gujarat visit
Last Updated :Apr 30, 2024, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.