ETV Bharat / state

જામનગરના આંગણે પીએમ મોદીની જાહેરસભા, ચુસ્ત બંદોબસ્ત સાથે સુચારુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ - PM Modi Gujarat visit

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 30, 2024, 3:48 PM IST

જામનગરના આંગણે પીએમ મોદીની જાહેરસભા
જામનગરના આંગણે પીએમ મોદીની જાહેરસભા

આગામી 2 મે, ગુરુવારના રોજ વડાપ્રધાન મોદી જામનગરના આંગણે આવશે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પીએમ નરેન્દ્ર મોદીની જંગી જાહેર સભા યોજવાની છે. ત્યારે પીએમ મોદીના કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ચુસ્ત બંદોબસ્ત સાથે સુચારુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

જામનગર : લોકસભાની ચૂંટણીને લઈને પીએમ મોદી 1 મેથી ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતમાં 6 જગ્યાએ તેમની સભા થવાની છે. જે અંતર્ગત 2 મે, ગુરુવારના રોજ પીએમ મોદી જામનગરમાં આવશે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પીએમ નરેન્દ્ર મોદીની જંગી જાહેરસભા યોજવાની છે. આ સભાને લઈને હાલ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

પીએમ મોદી જામનગર મુલાકાત : પીએમ મોદીની જામનગર મુલાકાતને લઈને તૈયારી પુરજોશમાં છે. ગતરોજ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પીએમ મોદીના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે આજે પ્રદર્શન ગ્રાઉન્ડમાં નિરીક્ષણ કરવા માટે ADGP પહોંચ્યા છે.

વડાપ્રધાનની જાહેરસભા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાને લઈને પ્રદર્શન ગ્રાઉન્ડમાં વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. આ સાથે પીએમ મોદીની સભાને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અહીં કુલ પાંચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

તૈયારીઓને આખરી ઓપ : પીએમ મોદીની સભાને લઈને હાલ પોલીસની ટીમ અહીં આવી પહોંચી છે. તેમજ ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ પણ અહીં પહોંચી છે. પ્રદર્શન ગ્રાઉન્ડમાં નિરીક્ષણ કરવા માટે ADGP અને રેન્જ IG અશોક યાદવ પણ અહીં પહોંચ્યા છે. ઉપરાંત જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ તેમની સાથે છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓના સિનિયર ઓફિસર પણ અહીં પહોંચવાના છે.

સુચારુ સુરક્ષા વ્યવસ્થા : પીએમ મોદી માટે સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે સભા થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. કોઈ પણ કાયદો વ્યવસ્થા બગાડવાની કોશિશ ન કરે તેના માટે નજર રાખવામા આવી રહી છે. જો કોઈ આવી કોશિશ કરશે તો તેની સામે કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જામનગરની પબ્લીક પણ તેમને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સહકાર આપશે તેવો વિશ્વાસ જિલ્લા પોલીસ વડાએ વ્યક્ત કર્યો છે.

  1. પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ, 2 દિવસમાં ગજવશે 6 જાહેરસભા - Lok Sabha Election 2024
  2. PM Modi Gujarat Visit: વડાપ્રધાન આજે સાંજે આવશે ગુજરાત, ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.