ETV Bharat / state

મેં નહીં પરંતુ કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે હવે હું કોંગ્રેસ સાથે નથી : નિલેશ કુંભાણી - Loksabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : May 11, 2024, 7:24 AM IST

છેલ્લા ઘણા સમયથી સંપર્ક વિહોણા થયેલા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી આખરે મીડિયા સામે આવ્યા હતા. લોકસભા ચૂંટણી માટે ટેકેદારોની સહીને લઈ વિવાદ સર્જાયો હતો અને આખરે ચૂંટણી પંચ દ્વારા તેમની ઉમેદવારી રદ કરવામાં આવી હતી ત્યારથી જ તેઓ પરિવાર અને કોંગ્રેસ પાર્ટીથી સંપર્ક વિહોણા થઈ ગયા હતા.

નિલેશ કુંભાણી
નિલેશ કુંભાણી (Etv Bharat Gujarat)

સુરત : છેલ્લા ઘણા સમયથી સંપર્ક વિહોણા થયેલા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી આખરે મીડિયા સામે આવ્યા હતા. લોકસભા ચૂંટણી માટે ટેકેદારોની સહીને લઈ વિવાદ સર્જાયો હતો ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા તેમની ઉમેદવારી રદ કરવામાં આવી હતી ત્યારથી જ તેઓ પરિવાર અને કોંગ્રેસ પાર્ટીથી સંપર્ક વિહોણા થઈ ગયા હતા. 22 દિવસ બાદ આખરે તેઓ જ્યારે સામે આવ્યા ત્યારે તેઓએ સીધો કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે, કોંગ્રેસ પક્ષે તેમની સાથે ગદ્દારી કરી છે. તેમનો ભાજપ સાથે કોઈપણ સંબંધ નથી.

નિલેશ કુંભાણી મીડિયા સામે આવ્યા (Etv Bharat Gujarat)

22 દિવસ બાદ નિલેશ કુંભાણી મીડિયા સામે આવ્યા: લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે પોતાના ઉમેદવાર નિલેશ કુંભાણીને બનાવ્યા હતા. પરંતુ નિલેશ કુંભાણીએ નામાંકન સમયે જેમને ટેકેદારો બનાવ્યા હતા તેઓએ ચૂંટણી પંચ સમક્ષ જણાવ્યું હતું કે, ફોર્મ પર તેમની સહી નથી અને ત્યારથી જ વિવાદ સર્જાયો હતો. આ વિવાદના કારણે નિલેશ કુંભાણીનુ ફોર્મ પણ ચૂંટણી પંચ દ્વારા રદ કરાયુ હતુ. તે સમયે ચાલેલા હાઈ વૉલ્ટેજ ડ્રામા વચ્ચે અચાનક જ નિલેશ કુંભાણી ગાયબ થઈ ગયા હતા. કોંગ્રેસ પક્ષ મીડિયા અને તમામ લોકો તેમની સાથે સંપર્ક કરવા માંગતા હતા પરંતુ તેઓ કોઈના સંપર્કમાં ન હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓ એક બાદ એક તેમની ઉપર આક્ષેપો કરી રહ્યા હતા કે, તેઓએ પક્ષ સાથે ગદ્દારી કરી છે. ઠેર ઠેર વિરોધ પણ થઈ રહ્યા હતા પરંતુ આ વચ્ચે નિલેશ કુંભાણી સામે આવ્યા ન હતા. આખરે 22 દિવસ બાદ તેઓ મીડિયા સામે આવ્યા હતા.

હું હવે કોંગ્રેસ સાથે નથી: મીડિયા સમક્ષ તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. મેં કોંગ્રેસ સાથે ગદ્દારી કરી નથી. કોઈ પણ માઈનો લાલ પેદા નથી થયો જે મને મારી શકે છે. મેં જે કંઈ પણ કર્યું છે તેની પાછળ સુરતના પાંચ નેતાઓ છે. જે ટેકેદારોની વાત કરવામાં આવી રહી છે તેઓ માત્ર મારા સંબંધી જ નથી પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ છે. હું પીટેશન કરવા માટે હાઈકોર્ટ પણ ગયો હતો. પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ મારા ઘરે વિરોધ કરવા લાગ્યા જેથી હું ગાયબ થઈ ગયો હતો. અત્યારે હું કોંગ્રેસ સાથે નથી આગામી દિવસોમાં રાજકારણમાં રહેવું છે કે નહીં તે બાબતે હું હિતેચ્છુ સાથે ચર્ચા વિચારણા કરી જ નિર્ણય લઈશું.

કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રચાર માટે આવતા ન હતા: સાથે તેઓએ જણાવ્યું હતું કે, હું અને મારા જે અન્ય ટેકેદારો છે તેઓ સાથે જ છીએ કોંગ્રેસના ટેકેદારો અને કાર્યકર્તાઓએ બદલો લીધો. હું ક્યાંય નાસી ગયો નહોતો. હું મારા સૌરાષ્ટ્રના ગામમાં મારા ફાર્મ હાઉસ અને મારા ઘરે જ હતો. તેમમે કહ્યુ, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓ ચૂંટણી પ્રચાર દરમિયાન મારી સાથે આવતાં ન હતા તેઓ ભેદભાવ કરતા હતા.

  1. માણાવદર બેઠકના ભાજપના ઉમેદવારે ચૂંટણી પરિણામ પુર્વે વ્યક્ત કરી આશંકા, જવાહર ચાવડા સામે કર્યો આક્ષેપ - Manavadar seat
  2. "ભાજપમાં ત્રણ પ્રકારના જૂથ કાર્યરત છે" કોંગ્રેસ પ્રવક્તાએ ભાજપની દુખતી નસ દબાવી - Manish Doshi on BJP
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.