ETV Bharat / state

Terrace Farming: કચ્છનું દંપતિ ટેરેસ ફાર્મિંગથી મેળવી રહ્યું છે 20થી 25 જાતના તાજા શાકભાજી અને ફળો

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 15, 2024, 7:51 PM IST

Updated : Feb 15, 2024, 8:05 PM IST

આજના આ આધુનિક યુગમાં વિવિધ ટેકનોલોજી અને પદ્ધતિઓથી લોકો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. લોકો ઘરની છત પર ફાર્મિંગ કરીને પોતાના ઘરે જ તાજા શાકભાજી અને ફળોનું ઉત્પાદન કરી રહ્યા છે. કચ્છના માધાપરના રહેવાસી રાજેન્દ્ર ખત્રી પણ ઘરની અગાસી પર વિવિધ પ્રકારની શાકભાજી અને ફળો ઉગાડે છે. વાંચો સમગ્ર સમાચાર વિગતવાર. Kutch Madhapar Terrasse Farming Fresh Vegetables Fruits

ટેરેસ ફાર્મિંગથી કચ્છનું દંપતિ મેળવી રહ્યું છે તાજા શાકભાજી અને ફળો
ટેરેસ ફાર્મિંગથી કચ્છનું દંપતિ મેળવી રહ્યું છે તાજા શાકભાજી અને ફળો

છેલ્લા 8 મહિનાથી કરે છે ટેરેસ ફાર્મિંગ

કચ્છઃ શાકભાજી અને ફળોના ઉત્પાદન માટે મોટા ખેતરની જરુર જ પડે તે હકીકત કચ્છના માધાપરમાં રહેતા ખત્રી દંપતિએ ખોટી પાડી છે. આ દંપતિ પોતાના ઘરની અગાસી-ધાબા પર તાજા અને ગુણવત્તાયુક્ત શાકભાજી અને ફળો ઉગાડે છે. રાજેન્દ્ર ખત્રી અને તમના પત્ની લક્ષ્મી ખત્રીએ ધાબા પર કુલ 140 જેટલા છોડ ઉગાડ્યા છે. જેમાંથી તેઓ 20થી 25 જાતની શાકભાજી અને ફળો મેળવી રહ્યા છે. આ દંપતિ ધાબા પર ઉગતા શાકભાજી અને ફળોના છોડ પર કોઈપણ પ્રકારની કેમિકલ યુક્ત દવાઓનો છંટકાવ કરતા નથી. તેઓ આ છોડ માટે જંતુનાશક દવાઓ પણ જાતે જ બનાવે છે.

સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે લાભદાયીઃ હાલમાં બજારમાં પણ તાજા શાકભાજી કૃત્રિમ રંગો તેમજ કેમિકલયુક્ત પાણીમાં ધોયેલા હોવાથી તાજા જોવા મળે છે. જો આ શાકભાજી અને ફળો આપણે ઘરે જાતે જ ઉગાડીએ તો સ્વાદ સાથે આપણે આરોગ્યની પણ જાળવણી કરી શકીએ છીએ. ઘરે ઉગાડવામાં આવતા શાકભાજી અને ફળોના ઉત્પાદનમાં માર્કેટમાંથી ખરીદી કરતા ઓછો ખર્ચ આવે છે. વર્ષાંતે બજેટમાં ફરક જોવા મળે છે.

140 જેટલા છોડનું ટેરેસ ફાર્મિંગઃ માધાપરના રહેવાસી રાજેન્દ્રભાઈ ખત્રી કે જે પ્રકૃતિ પ્રેમી અને સાત્વિક શાકભાજી ખાવાનો શોખ ધરાવે છે. તેમણે પોતાના ઘરની અગાસી પર વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડ્યા છે. આ ટેરેસ ફાર્મિંગમાં તેમને વિવિધ 140 છોડ વાવ્યાં છે. દરરોજ આ શાકભાજી ખાઈ સહ પરિવાર આનંદ માણે છે. આ ટેરેસ ફાર્મિંગમાં તેમના પત્ની લક્ષ્મી ખત્રી પણ તેમને સાથ સહકાર આપે છે.

ધાબા પર 140થી વધુ છોડ
ધાબા પર 140થી વધુ છોડ

20 થી 25 જાતની શાકભાજીઃ રાજેન્દ્ર ખત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં 8 મહિનાથી ટેરેસ ફાર્મિંગનો અનેરો આનંદ માણી રહ્યો છું. મને જાતે ખેતી કરીને વિવિધ પ્રકારના શાકભાજી ઉગાડીને ખાવાનો શોખ છે. જેમાં 20થી 25 જાતની શાકભાજી ટેરેસ ફાર્મિંગ દ્વારા ઉગાડું છું. જેમાં દેશી ટામેટાં, ચેરી ટામેટા, હાઈબ્રીડ ટામેટા, લીલા મરચાં, ફ્લાવર, કોબી, રીંગણ, પાલક, ધાણા, મૂળા, બીટ, વટાણા, લીંબુ, કાકડી, પપૈયા, ચીકુ, ઝુકુની, ગાજર વગેરે વાવ્યા છે. આ ઉપરાંત જુદાં જુદા છોડો વચ્ચે આંતર પાક તરીકે હજારીના ફૂલ પણ ઉગાડવામાં આવ્યા છે.

છેલ્લા 8 મહિનાથી ટેરેસ ફાર્મિંગઃ રાજેન્દ્ર ખત્રી છેલ્લા 8 મહિનાથી શાકભાજી ઉગાડે છે. તેઓ સારા અને સફળ ઉત્પાદન માટે 30 ટકા માટી, 30 ટકા કોકોપીટ, 30 ટકા ખાતર મિક્સ કરે છે. આ ઉપરાંત કોઈપણ પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કર્યા વગર પ્રાકૃતિક રીતે ગોબરનો ઉપયોગ કરીને તેઓ આ ઉત્પાદન મેળવી રહ્યા છે. તેઓ ઘરે બનાવેલ દવાઓનો છંટકાવ કરે છે. રાજેન્દ્ર ખત્રી લીમડો, આંકડો, ધતુરો, લવિંગનો ઉકાળો બનાવી સ્પ્રે કરે છે. તેમજ ગોળ અને છાસનું મિશ્રણનો પણ સમયાંતરે પાક પર છંટકાવ કરે છે.

દર રવિવારે માર્ગદર્શનઃ રાજેન્દ્ર ખત્રી દર રવિવારે જે લોકોને પોતાના ઘરે શુદ્ધ, સાત્વિક અને પ્રાકૃતિક રીતે શાકભાજી ઉગાડીવા છે તેમને માર્ગદર્શન પણ આપે છે. પોતાના ટેરેસ ફાર્મિંગની મુલાકાત પણ કરાવે છે. જેથી લોકો તમામ માર્ગદર્શન મેળવી શકે. તેમજ પોતાના ઘરની અગાસી પર ફાર્મિંગ કરીને તેઓ પણ સ્વાસ્થ્યવર્ધક તાજા શાકભાજી અને ફળોનો સેવન કરી શકે.

મહેનતના માત્ર ફળ નહીં પાંદડા, મૂળિયાં પણ મીઠાઃ રાજેન્દ્ર ખત્રીના પત્ની લક્ષ્મી ખત્રી પણ આ ટેરેસ ફાર્મિંગમાં તેમના પતિનો સાથ આપે છે. તેઓને પણ ઘરે ઉગાડવામાં આવેલા પાકમાંથી જમવાનું બનાવવાનું પસંદ છે. લક્ષ્મી ખત્રી કહે છે કે, મહેનતના ફળ ખરેખર મીઠા હોય છે અને માત્ર ફળ જ નહિ પરંતુ છોડના પાંદડા, મૂળિયાંનો પણ સ્વાદ પણ મીઠો હોય છે. ફુલાવર પાંદડાંની તેમજ વટાણાના છોતરાનું પણ શાક અમે ઘરે બનાવ્યું છે. આ શાકભાજીના લીલા પાંદડા જોઈને તેને ફેંકવાનું મન પણ નથી થતું અને તેનો પણ સ્વાદ મીઠો મળે છે. આ દંપતિને પ્રકૃતિની વચ્ચે સમય પસાર કરવો પણ બહુ પસંદ છે.

હું ટેરેસ ફાર્મિંગમાં 30 ટકા માટી, 30 ટકા કોકોપીટ, 30 ટકા ખાતરનો ઉપયોગ કરું છું. નિયમિત રીતે ગોળ અને છાસના મિશ્રણનો પણ સમયાંતરે પાક પર છંટકાવ કરું છું. મને જાતે ખેતી કરીને વિવિધ પ્રકારના શાકભાજી ઉગાડીને ખાવાનો શોખ છે. જેમાં 20થી 25 જાતની શાકભાજી ટેરેસ ફાર્મિંગ દ્વારા ઉગાડું છું...રાજેન્દ્ર ખત્રી(ટેરેસ ફાર્મિંગ કરનાર પ્રકૃતિ પ્રેમી, માધાપર, કચ્છ)

મહેનતના ફળ ખરેખર મીઠા હોય છે અને માત્ર ફળ જ નહિ પરંતુ છોડના પાંદડા, મૂળિયાંનો પણ સ્વાદ પણ મીઠો હોય છે. ફુલાવર પાંદડાંની તેમજ વટાણાના છોતરાનું પણ શાક અમે ઘરે બનાવ્યું છે. આ શાકભાજીના લીલા પાંદડા જોઈને તેને ફેંકવાનું મન પણ નથી થતું અને તેનો પણ સ્વાદ મીઠો મળે છે...લક્ષ્મી ખત્રી(પ્રકૃતિ પ્રેમી અને રાજેન્દ્ર ખત્રીના પત્ની, માધાપર, કચ્છ)

  1. Convocation : જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી 19મો પદવીદાન સમારોહ, પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર
  2. જમીન અને પાણી જીવનનો સ્ત્રોત થીમ પર વિશ્વ જમીન દિવસની ઉજવણી
Last Updated : Feb 15, 2024, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.