ETV Bharat / state

ભાજપ હાઇકમાન્ડનો ઉમેદવારોને આદેશ, મીડિયા સમક્ષ મૌન રહો...! - Lok Sabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 30, 2024, 11:47 AM IST

લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન મીડિયા સમક્ષ આપેલા નિવેદનથી અન્ય જિલ્લામાં વિવાદનો વંટોળ ઉઠી રહ્યો છે. જે ધ્યાને આવ્યા બાદ હાઇકમાન્ડ દ્વારા દરેક ઉમેદવારને મીડિયા સમક્ષ મૌન રહેવા આદેશ ફરમાવાયો છે. વાપીમાં પણ ભાજપના ઉમેદવાર ધવલ પટેલના ચૂંટણી પ્રચાર દરમિયાન કનુભાઈ દેસાઈએ સંપૂર્ણ મોરચો સંભાળી પ્રચાર અભિયાન તેજ કર્યું છે.

વલસાડ-ડાંગ લોકસભા બેઠક
વલસાડ-ડાંગ લોકસભા બેઠક

ભાજપના ઉમેદવાર ધવલ પટેલના ચૂંટણી પ્રચાર

દમણ : લોકસભા ચૂંટણી 2024 માટે વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. શુક્રવારે ધવલ પટેલે આ વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ સાથે સવારથી મોડી રાત સુધી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સમાજ, આગેવાનો, કાર્યકરો સાથે બેઠકોનો દોર યોજી ચૂંટણી પ્રચાર કર્યો હતો.

લોકસભા ચૂંટણી પ્રચાર : વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલે શુક્રવારે પારડી વિધાનસભાના વાપી શહેર અને તાલુકામાં ચૂંટણી પ્રચાર કર્યો છે. ધવલ પટેલના ચૂંટણી પ્રચારનો મોરચો આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ સંભાળ્યો હતો. કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, વાપી-પારડી વિધાનસભા વિસ્તારમાં મતદારોએ હંમેશા ભાજપની વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું છે. તેથી લીડ કેટલી મેળવવી એ મહત્વનું છે. એ માટે દરેક કાર્યકરોને બુથ વાઇઝ કામગીરી સોંપી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

ઉમેદવારોનો હાઈકમાન્ડનો આદેશ : વાપીમાં ભાજપના લોકસભા ચૂંટણીના ઉમેદવાર ધવલ પટેલ સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા કનુભાઈ દેસાઈએ ધવલ પટેલને કંઈ નહીં પૂછો તેમ કહી પોતાની સાથે લઈ કારમાં બેસી ગયા હતા. જે માટે એવું માનવામાં આવી રહ્યું છે કે, લોકસભા ચૂંટણી 2024માં ભાજપના ઉમેદવાર દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન મીડિયા સમક્ષ આપેલા નિવેદનથી અન્ય જિલ્લામાં વિવાદનો વંટોળ ઉઠી રહ્યો છે. જે ધ્યાને આવ્યા બાદ હાઇકમાન્ડ દ્વારા દરેક ઉમેદવારને મીડિયા સમક્ષ મૌન રહેવા આદેશ ફરમાવ્યો છે.

ઐતિહાસિક લીડથી વિજયનો દાવો : કનુભાઈ દેસાઈએ જ ધવલ પટેલનો સંપૂર્ણ ચૂંટણી પ્રચારનો મોરચો સંભાળ્યો છે. તેઓએ કહ્યું કે, વાપી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ધવલ પટેલ શિક્ષિત ઉમેદવાર છે અને કોરી સ્લેટ લઈને આવ્યા છે,લોકોમાં ઉત્સાહ છે. આ ચૂંટણીમાં ધવલ પટેલને વલસાડના ઇતિહાસમાં ક્યારેય ન મળી હોય તેવી લીડથી વિજય બનાવશે તેવી આશા વ્યક્ત કરી હતી.

મોડી રાત સુધી ચૂંટણી પ્રચાર : ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર ધવલ પટેલે વાપી નગરપાલિકા વિસ્તાર, બલીઠા અને છીરી જેવા ગ્રામ્ય વિસ્તાર, તેમજ નોટિફાઇડ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. સાથે વિસ્તારના મંડળ, બુથના હોદ્દેદારો, વેપારીઓ, સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. રાજ્ય નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ સહિત વલસાડ જિલ્લાના ભાજપના આગેવાનો મોડી રાત સુધી ચૂંટણી પ્રચારમાં સાથે જોડાયા હતા.

  1. Lok Sabha 2024: ધવલ પટેલનો અનંત પટેલની ટિપ્પણીનો વળતો જવાબ
  2. Lok Sabha Election 2024 : દમણમાં ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલનો લોકસંપર્ક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.