ETV Bharat / state

BZ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાને હાઇકોર્ટે આપ્યા જામીન, જાણો રોકાણકારોને ક્યારે રૂપિયા પરત મળશે

ડિસેમ્બર - 2024થી જેલમાં બંધ BZ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાને મોટી રાહત મળી છે.

BZ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાને હાઇકોર્ટે આપ્યા જામીન
BZ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાને હાઇકોર્ટે આપ્યા જામીન (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 26, 2025 at 4:22 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: ડિસેમ્બર - 2024થી જેલમાં બંધ BZ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાને મોટી રાહત મળી છે. ભુપેન્દ્રસિંહ ઝાલાને આઠ મહિના બાદ હવે જેલમાંથી બહાર આવશે. ગુજરાત હાઇકોર્ટે આજે ભુપેન્દ્રસિંહ ઝાલાની રેગ્યુલર જામીન મંજૂર કરી દીધી છે.

BZ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા સામે 6000 કરોડના કૌભાંડની CID ક્રાઇમમાં ફરીયાદ નોંધવામાં આવી હતી. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ એડવોકેટ વિરલ પંચાલ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. આજે ગુજરાત હાઇકાર્ટે આ મુદ્દે ચુકાદો આપવામાં આવ્યો છે અને ઝાલાને રેગ્યુલર જામીન આપ્યા છે.

BZ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ ગુજરાત હાઇકોર્ટને રોકાણના રૂપિયા એક વર્ષમાં કોર્ટ સમક્ષ જમા કરાવવા માટે બાહેધારી આપી છે. અગાઉ તેના વકીલે જણાવ્યું હતું કે, ઝાલાએ GPID કોર્ટ સામે 5 કરોડ જમા કરાવી દીધા છે. રોકાણકારોને પૈસા પરત આપવા માટે પણ પહેલા મહિને 1 કરોડ, બીજા મહિને 2 કરોડ, ત્રીજા મહિને 3 કરોડ અને બાકીની રકમ સરખા 9 હપ્તામાં જમા કરાવવામાં આવશે. આમ રોકાણકારોની તમામ રકમ એક વર્ષમાં ચૂકવી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, BZ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા સહિત પકડાયેલા કુલ આઠ આરોપી સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર સીટ દાખલ કરવામાં આવી હતી. હાલ ભુપેન્દ્રસિંહ ઝાલા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ મામલે સરકારી વકીલે માહિતી આપી હતી કે, ભુપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના અને પરિવારના નામે કરોડોની સ્થાવર અને જંગમ મિલ્કતો ઉભી કરી છે. જે મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

રાજ્યના લોકોને વધુ વળતર આપવાની લોભામણી લાલચ આપી પોન્ઝી સ્કીમમાં રોકાણ કરાવીને કરોડોનું કૌભાંડ ભુપેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હતું. ઝાલા સામે સીઆઇડીએ ફરિયાદ નોંધ્યા બાદ 1 મહિના પછી મહેસાણા જિલ્લાના એક ફાર્મ હાઉસમાં તેને ઝડપી પાડ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવડીમાં રહેતા BZ Groupના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરથી લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ છે. આ કૌભાંડ સામે આવતા ગાંધીનગર CID ક્રાઈમની અલગ અલગ ટીમ દ્વારા સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત સ્થળો પર દરોડા પાડીને કેટલાંક મહત્વના દસ્તાવેજ તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો: