ETV Bharat / state

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના 4 સિનિયર ડોક્ટરોને રેગિંગ મુદ્દે કરવામાં આવ્યા સસ્પેન્ડ - case of ragging in Ahmedabad

author img

By ETV Bharat Gujarati Team

Published : May 24, 2024, 6:42 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ (AMC MET) દ્વારા સંચાલિત મણિનગરની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના 4 સિનિયર ડોક્ટરોને રેગિંગ મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચારેય સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરો પાસે રેગિંગ કરાવવામાં આવતું હતું. જુનિયર ડોક્ટરને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. case of ragging in Ahmedabad

4 સિનિયર ડોક્ટરોને રેગિંગ મુદ્દે કરવામાં આવ્યા સસ્પેન્ડ
4 સિનિયર ડોક્ટરોને રેગિંગ મુદ્દે કરવામાં આવ્યા સસ્પેન્ડ (etv bharat gujarat)

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ (AMC MET) દ્વારા સંચાલિત મણિનગરની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના 4 સિનિયર ડોક્ટરોને રેગિંગ મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ 4 સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરોનું રેગિંગ કરાવવામાં આવતું હતું અને જુનિયર ડોક્ટરને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

કોલેજ કાઉન્સિલને ફરિયાદ કરાઇ: આ મામલે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની કાઉન્સિલને ફરિયાદ કરવામાં આવી હતી. જે તપાસ બાદ 2 મહિલા અને 2 પુરુષ ડોક્ટર સહિત 4 ડોક્ટરોને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ (AMC MET) દ્વારા સંચાલિત મણિનગરની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના 4 સિનિયર ડોક્ટરોને રેગિંગ મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચારેય સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરો પાસે રેગિંગ કરાવવામાં આવતું હતું. જુનિયર ડોક્ટરને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેમને સાત દિવસ સુધી જમવું નહીં, એક જ પ્રિસ્ક્રિપ્શનને 700 વાર સુધી લખાવતા એવી કનડગત કરવામાં આવતી હતી. આ મામલે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની કાઉન્સિલને ફરિયાદ કરવામાં આવી હતી. જે તપાસ બાદ 2 મહિલા અને 2 પુરુષ ડોક્ટર સહિત 4 ડોક્ટરોને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

2 મહિલા અને 2પુરુષ ડોક્ટર સસ્પેન્ડ: મણિનગરની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં 2 મહિલા ડોક્ટર સહિત 4 જેટલા ઇન્ડિયન ડોક્ટરો દ્વારા જુનિયર 4 ડોક્ટરો સાથે રેગિંગ કરવામાં આવતી હતી. આટલી ગંભીર ઘટનાને નિવૃત્તિ બાદ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા અને હોસ્પિટલ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમેશ મેરજાએ આ મામલે કોઈપણ પ્રકારની વધારે વિગતો આપી નહોતી. અભ્યાસ કરતા બાળકો સાથે કરવામાં આવતા રેગિંગની ગંભીરતાને જોતા તેઓએ આ મામલે કોઈ પણ વધારે વાત કરી ન હતી. જેથી સ્પષ્ટ થાય છે કે આ મામલો ક્યાંકને ક્યાંક દબાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો, પરંતુ સમગ્ર ઘટના બહાર આવી ગઈ હતી.

  1. સાબરકાંઠા નેશનલ હાઇવે નંબર 8 ઉપર લોકોનો વિરોધ પોલીસે શાંત પાડ્યો, શું હતો સમગ્ર મામલો જાણો... - People protested on Sabarkantha
  2. આજે અમિત શાહ પ્રયાગરાજ અને જૌનપુરમાં સંબોધશે જનસભા, વિપક્ષના આરોપો પર આપશે જડબાતોડ જવાબ - Amit Shah public meeting
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.