ETV Bharat / state

સાબરકાંઠા નેશનલ હાઇવે નંબર 8 ઉપર લોકોનો વિરોધ પોલીસે શાંત પાડ્યો, શું હતો સમગ્ર મામલો જાણો... - People protested on Sabarkantha

author img

By ETV Bharat Gujarati Team

Published : May 24, 2024, 1:48 PM IST

Updated : May 24, 2024, 2:02 PM IST

સાબરકાંઠા જિલ્લામાં દૂધ ભરાવવા ગયેલા યુવકનું અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા મોત થતાં લોકો દ્વારા હાઇવે પર પથ્થરમારો કરાયો હતો અને ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનને થાળે પાડવા માટે પોલીસે લાઠી ચાર્જ કરતા સ્થિતિ વધુ વણસી હતી અને પોલીસને 20 થી વધુ ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. People protested on Sabarkantha National Highway

સાબરકાંઠા નેશનલ હાઇવે નંબર 8 ઉપર ચક્કાજામ
સાબરકાંઠા નેશનલ હાઇવે નંબર 8 ઉપર ચક્કાજામ (Etv Bharat Gujarat)

સાબરકાંઠા નેશનલ હાઇવે નંબર 8 ઉપર ચક્કાજામ (Etv Bharat Gujarat)

સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં દૂધ ભરાવવા ગયેલા યુવકનું અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા મોત થતાં લોકો દ્વારા હાઇવે પર પથ્થરમારો કરાયો હતો અને ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા એક વર્ષમાં ચાર અકસ્માત થતાં ગામ લોકોમાં ભારે વિરોધ જોવા મળ્યો હહતો. બીજી તરફ ગ્રામજનોની ઓવરબ્રિજની માંગન સ્વીકારતા લોકોએ ભારે હંગામો કર્યો હતો. વિરોધ પ્રદર્શનને થાળે પાડવા માટે પોલીસે લાઠી ચાર્જ કરતા સ્થિતિ વધુ વણસી હતી અને પોલીસને 20 થી વધુ ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. લોકોના વિરોધના પગલે નેશનલ હાઇવે નંબર આઠ બ્લોક થયો હતો અને વાહન ચાલકો અટવાયા હતા. જોકે, જિલ્લા પોલીસ SOG, LCB જિલ્લાની પોલીસ ટીમ સ્થળ પર દોડી આવીને મામલો થાળે પાડ્યો હતો.

સાબરકાંઠા નેશનલ હાઇવે નંબર-8 ઉપર આજે હિંમતનગર નજીક ગામડી ગામના પશુપાલક દૂધ ભરાવી ઘર તરફ આવી રહ્યા હતા, જે દરમિયાન અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે તેમનું મોત થયું હતું. જેના પગલે સ્થાનિક ગ્રામજનોમાં રોજ ફેલાયો હતો. હાઇવેની બંને બાજુ સ્થાનિક લોકો રહેવાસી અવર-જવર કરવા માટે હાઇવે પરથી પસાર થવું પડતું હોય છે, જે કેટલાંય સમયથી બ્રિજની માગણી કરવા છતાં પરિપૂર્ણ ન થતા મામલો બિચક્યો હતો. તેમજ નેશનલ હાઇવે નંબર આઠ બ્લોક કરતા પોલીસ સાથે ઘર્ષણ પડશે જોકે પોલીસે 20 જેટલા ગેસના સેલ છોડતા મામલો વધુ ઉગ્ર બનતા સ્થાનિક ટોળાએ પોલીસ ગાડીને પણ આગચંપી કરી હતી. જોકે જિલ્લાનો પોલીસ કાફલો આવતા સમગ્ર મામલો થાળે પડ્યો છે.

Last Updated : May 24, 2024, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.