ETV Bharat / state

અમદાવાદ સહિત દેશના 12 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી, સઘન ચેકિંગ શરુ - Bomb Threat

author img

By ETV Bharat Gujarati Team

Published : May 13, 2024, 12:11 PM IST

અમદાવાદ એરપોર્ટનો બોમ્બ બ્લાસ્ટની ધમકી ઇમેઇલ દ્વારા મોકલવામાં આવી છે. જેને પગલે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન્સ સ્ટાફ સહિત તમામ મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ સહિત દેશના 12 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઇ સઘન ચેકિંગ જોવા મળી રહ્યું છે.BOMB THREAT

અમદાવાદ સહિત દેશના 12 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી, સઘન ચેકિંગ શરુ
અમદાવાદ સહિત દેશના 12 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી, સઘન ચેકિંગ શરુ (ETV Bharat)

અમદાવાદ : અમદાવાદની સ્કૂલ બાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોઇ અજાણ્યા ઈ-મેઇલ આઇડી પરથી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. રવિવારે બપોરના સમયે અજાણ્યા ઇ-મેઇલ આવ્યો હતો. જેને લઇને એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન્સ સ્ટાફને તમામ મુસાફરોનું સઘન ચેકિંગ કરવાની કડક સૂચના આપવામાં આવી હતી.

એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી : અમદાવાદની કેટલીક સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાડી દેવાની ધમકી અપાયા બાદ હવે એરપોર્ટને બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી છે. રવિવારે (12મી મે) બપોરે અજાણ્યો અજાણ્યા ઈમેલ આઈડી પરથી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઈન સ્ટાફને કડક સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પહેલાં શાળાને બોમ્બની ધમકી અપાઇ છે : જણાવી દઈએ કે, અમદાવાદમાં મતદાનના એક દિવસ પહેલા 36થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ-મેઇલ કરવામાં આવ્યા હતા.દિલ્હીની બુરારી સરકારી હોસ્પિટલ (Burari Hospital) અને મંગોલપુરીની સંજય ગાંધી હોસ્પિટલ (Sanjay Gandhi Hospital)માં બોમ્બ હોવાનો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલ મળ્યા બાદ હોસ્પિટલ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ બોમ્બ સ્કવોડ અને ફાયર વિભાગની સાથે પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, 'હોસ્પિટલમાં બોમ્બ હોવાની ધમકી અંગે એક ઈમેલ મળ્યો હતો. હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી રહી છે.

ધમકીભર્યા મેઇલનો સિલસિલો : જો કે, હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. આ ઉપરાંત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. પોલીસે એરપોર્ટ પર તપાસ શરૂ કરી છે. અહેવાલો અનુસાર, એક જ ઈમેલ આઈડી પરથી હોસ્પિટલ અને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ઈમેલ પણ રવિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ મોકલવામાં આવ્યો હતો. જો કે, પોલીસ તપાસમાં હજુ સુધી એરપોર્ટ પરથી કંઈ મળ્યું નથી.

  1. અમદાવાદની 36 શાળાઓને બોમ્બની ધમકી કેસમાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યું, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો ખુલાસો - Ahmedabad 36 Schools Bomb Threat
  2. સુરત શહેરમાં બોમ્બ મુકવાની ધમકી આપવી યુવકને ભારે પડી, પોલીસે કરી ધરપકડ - SURAT FAKE CALL
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.