ETV Bharat / state

નવસારીના ખેરગામ ખાતેથી બોગસ તબીબ ઝડપાયો, પાંચ વર્ષથી પ્રેકટિસ કરતો હતો - Bogus Doctor

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 21, 2024, 5:12 PM IST

Updated : Mar 21, 2024, 10:10 PM IST

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સિયાદા ગામેથી નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. લાંબા સમયથી ગામમાં દવાખાનું ખોલી પ્રેક્ટિસ કરતો હતો. જેને એસઓજી પોલીસે બાતમીને આધારે રેઇડ કરી તેની અટકાયત કરી 35,000થી વધુની દવા કબજે લેવામાં આવી છે.

નવસારીના ખેરગામ ખાતેથી બોગસ તબીબ ઝડપાયો, પાંચ વર્ષથી પ્રેકટિસ કરતો હતો
નવસારીના ખેરગામ ખાતેથી બોગસ તબીબ ઝડપાયો, પાંચ વર્ષથી પ્રેકટિસ કરતો હતો

નવસારીના ખેરગામ ખાતેથી બોગસ તબીબ ઝડપાયો

નવસારી : નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલા શ્યાદા ગામમાં બોગસ ડોક્ટર નયનકુમાર પાટીલ લાંબા સમયથી પ્રેક્ટિસ કરતો હોવાની માહિતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળતા કહેવાતી ક્લિનિક પર જઈને રેડ કરતા ડોક્ટર દર્દીઓને ચકાસીને તેમને દવા આપતો હોવાની હકીકત સામે આવતા તેની ધરપકડ કરીને દવા કબ્જે કરવામાં આવી છે.

નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાતમીના આધારે ખેરગામ તાલુકાના શ્યાદા ગામેથી ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની અટકાયત કરીને તેની પાસેથી 35,000 રુપિયાથી વધુની દવાઓ કબજે લેવામાં આવી છે. સાથે ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે...એસ. કે. રાય ( નાયબ પોલીસ અધિક્ષક )

દર્દીઓની સારવાર કરતા રંગે હાથ ઝડપાયો : નવસારી SOG પી.આઇ વી.જે. જાડેજા દ્વારા હેડ કોસ્ટેબલ સંતોષ સુનીલ તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણ દિનેશભાઈને સૂચના આપવામાં આવી હતી કે ચીખલીના શ્યાદા ગામે પ્રમુખ નગર પાસે શ્રીજી ક્લિનિકમાં છેલ્લા 5 વર્ષથી સરકાર માન્ય રજીસ્ટ્રેશન અને ડિગ્રી વગર ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો છે. જેના આધારે રેડ કરતા મૂળ મહારાષ્ટ્રના નંદુરબારનો રહેવાસી આરોપી નયન સુભાષભાઈ પાટીલ દર્દીઓની સારવાર કરતા રંગે હાથ ઝડપાયો હતો.

કુલ 35,819ની મત્તાનો મુદ્દામાલ કબજે : નકલી ડોક્ટરની હાટડીમાંથી અલગ અલગ દવાઓ તથા ડોક્ટરે પ્રેક્ટિસ કરવાના સાધન સામગ્રી મળી કુલ 35,819ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ખેરગામ પોલીસ મથકમાં ઇપીકો કલમ 336 તથા ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 30,35 મુજબનો ગુનો રજીસ્ટર કરીને વધુ તપાસ ખેરગામ પોલીસને સોંપવામાં આવી છે.

Surat Fake Doctor : સુરતમાં ત્રણ મુન્નાભાઈ MBBS ડોક્ટર ઝડપાયા, દવા અને ઈન્જેકશનનો જથ્થો જપ્ત

Surat News: બોગસ તબીબની બોગસ સારવારથી 8 વર્ષની બાળકીનું મૃત્યુ થયું

Last Updated : Mar 21, 2024, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.