ETV Bharat / state

સુરતના ગ્રામ્ય વિસ્તારમાં મુકેશ દલાલનો ચૂંટણી પ્રચાર, સરોલી ગામથી કર્યા શ્રી ગણેશ - Lok Sabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 4, 2024, 4:05 PM IST

સુરત ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. સુરતના શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં સરોલી ગામથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થયા છે. જેમાં મુકેશ દલાલ સાથે સાંસદ દર્શના જરદોશ પણ જોડાયા હતા.

સુરતના ગ્રામ્ય વિસ્તારમાં મુકેશ દલાલનો ચૂંટણી પ્રચાર
સુરતના ગ્રામ્ય વિસ્તારમાં મુકેશ દલાલનો ચૂંટણી પ્રચાર

સુરત : સુરત 24 લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે સુરત શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ઓલપાડ તાલુકાના સરોલી ગામમાં સુપ્રસિદ્ધ સાંઈબાબાના મંદિરે દર્શન કર્યા બાદ જાહેર સભા સંબોધી હતી.

લોકસભા ચૂંટણી પ્રચાર : લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. હવે તમામ પક્ષના ઉમેદવાર પોત પોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર પ્રસારમાં વ્યસ્ત થઈ ગયા છે. 24 સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ પણ શહેરી વિસ્તાર બાદ પોતાના મત વિસ્તાર ઓલપાડ વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારમાં આજથી ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ છે.

ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ ઉમેદવાર : ભાજપ ઉમેદવાર મુકેશ દલાલે ઓલપાડ તાલુકાના સરોલી ગામથી સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચારની શરૂઆત કરી છે. સરોલી ગામમાં આવેલા પ્રસિદ્ધ સાંઈબાબા મંદિરે દર્શન કર્યા બાદ સરોલી ગામમાં સભાને સંબોધન કર્યું હતું.

ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ ઉમેદવાર
ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ ઉમેદવાર

ગામના ચોરા પર બેઠક : મુકેશ દલાલ સાથે ચૂંટણી પ્રચારમાં વર્તમાન સાંસદ દર્શના જરદોશ તેમજ આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય પ્રધાન મૂકેશ પટેલ પણ જોડાયા હતા. ઓલપાડના સોસક સહિતના ગામોમાં ચોરા પર બેસી ગ્રામ પંચાયતના સરપંચ સાથે વિકાસના કામોને લઈને ચર્ચા કરી રજૂઆત સાંભળી હતી.

મુકેશ દલાલ : સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે જણાવ્યું હતું કે, મારું નામ જાહેર થયાના પ્રથમ દિવસથી જ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો. આજરોજ ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર શરૂ કર્યો છે. ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઓલપાડ તાલુકામાં 1.50 લાખની લીડ મળશે તેવું અનુમાન છે.

  1. Loksabha Election 2024: સુરત લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ સાથે ETV Bharatની ખાસ વાતચીત
  2. Surat Lok Sabha Seat: સુરત લોકસભા બેઠક પર દર્શના જરદોશની ટિકિટ કાપનાર કોણ છે મુકેશ દલાલ ? જાણો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.