ETV Bharat / state

New Voters in Bhavnagar : ભાવનગર શહેર જિલ્લામાં નવા મતદારો નોંધાયાં, કઈ બેઠક પર કેટલા અને કુલ મતદાર જાણો

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 3, 2024, 8:48 PM IST

ભાવનગરમાં લોકસભા બેઠકો પર આવી રહેલી ચૂંટણીને પગલે ચૂંટણી પંચ 2023થી કામગીરી કરી રહ્યું છે. ત્યારે હાલ સુધીમાં કેટલી કામગીરી ચૂંટણી પંચે કરી અને નવા 18 થી 19 વર્ષના વિધાનસભા બેઠક પર નવા મતદાર જેને એક પણ વખત વોટિંગ નથી કર્યું તે કેટલા નોંધાયા તેની માહિતી મેળવી હતી. ચાલો બધું જાણીએ.

New Voters in Bhavnagar : ભાવનગર શહેર જિલ્લામાં નવા મતદારો નોંધાયાં, કઈ બેઠક પર કેટલા અને કુલ મતદાર જાણો
New Voters in Bhavnagar : ભાવનગર શહેર જિલ્લામાં નવા મતદારો નોંધાયાં, કઈ બેઠક પર કેટલા અને કુલ મતદાર જાણો
2023થી કામગીરી શરુ થઇ ગઇ હતી

ભાવનગર : લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તો તૈયારી કરી લીધી છે. પરંતુ ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીઓ આદરી દેવામાં આવી હતી. 2023ના અંતમાં જ ભાવનગરમાં લોકસભા બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા કામગીરીઓ આદરી દેવામાં આવી હતી. ત્યારે ભાવનગર જિલ્લામાં પણ નવા મતદારો સહિતે મતદાનની જાગૃતિ માટેના પ્રયત્નો ભાવનગરના સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે. જો કે ભાવનગર શહેર અને જિલ્લામાં નવા મતદારો પણ નોંધાયા છે. શું છે સમગ્ર કામગીરી અને નવા મતદારો કેટલા ચાલો જાણીએ.

ભાવનગર શહેર જિલ્લામાં નવા મતદારો : ભાવનગર શહેર અને જિલ્લામાં ચૂંટણી પંચ 2023 ના અંતે કામગીરી કરી રહ્યું છે, ત્યારે ભાવનગર જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર કે મહેતાએ જણાવ્યું હતું કે 27/10/2023ના પ્રાથમિક રોલની પ્રસિદ્ધિ થઈ તે સમયે કુલ મતદારો 18,07,234 નોંધાયા હતા. જ્યારે બીજી પ્રસિદ્ધિ 5/1/2024માં થઈ ત્યારે 18,27,110 વોટર નોંધાયા છે. એટલે આપણા જિલ્લામાં આશરે 20,000 જેટલા નવા વોટર્સ ઉમેરાયા છે. આમાં જે 18 થી 19 વર્ષના મતદારો છે કે જેને લઈને એનરોલમેન્ટ કરવાનો આશય હતો. તેમાં 15000 જેટલા નવા મતદારોનો વધારો થયો છે. પ્રથમ પ્રસિદ્ધિએ 18 થી 19 વર્ષના 26,190 વોટર હતાં ત્યાં આજે 41,045 છે. 18 થી 19 વર્ષના વૉટરો મોટાભાગના યંગસ્ટર છે તે નોંધાયા છે અને જે પ્રથમ વખત વોટીંગ કરવાના છે.

ચૂંટણી પંચની નવા મતદાર માટે કામગીરી
ચૂંટણી પંચની નવા મતદાર માટે કામગીરી

લોકસભા 15 ભાવનગર બેઠક પર જાગૃતિના પ્રયાસ : આમ જોઈએ તો ચૂંટણીના સમયે મતદાનની ઘટતી ટકાવારી ચૂંટણી પંચ માટે ચિંતાનો વિષય બનતી હોય છે, ત્યારે દેશમાં કોઈપણ ચૂંટણી થતી હોય તે સમયે ચૂંટણી પંચ દ્વારા વધુ મતદાન થાય તે માટે લોકજાગૃતિના પગલાં ભરવામાં આવતા હોય છે. હાલમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાવનગરમાં પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ભાવનગરના ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર કે મહેતાએ જણાવ્યું હતું કે આપે જોયું હશે EVM ડેમોસ્ટ્રેશન તાલુકે તાલુકે અને ગામે ગામ ચાલી રહ્યા છે. આ ઉપરાંત મોબાઇલ ડિસ્પ્લેશન વાન ગામેગામ ફરી રહી છે. જેમાં લોકોને મતદાન કેમ કરવું અને કઈ રીતે કરવું જોઈએ તે દર્શાવવામાં આવી રહ્યું છે.

જિલ્લાના કુલ મતદારો પુરુષ સ્ત્રી અને બૂથ : ભાવનગર લોકસભા 15 બેઠકમાં સાત ધારાસભા બેઠકનો સમાવેશ થાય છે, ત્યારે ભાવનગરની સાત વિધાનસભા બેઠક પ્રમાણે જોવા જઈએ તો પુરુષ મતદારો 9,45,096 અને સ્ત્રી 8,82,034 અન્ય 34 મળીને કુલ મતદારો 18,27,144 થવા જાય છે. ત્યારે કુલ પોલિંગ બુથ 1844 નોંધાયેલા છે. આમ ભાવનગર જિલ્લામાં 5/1/2024 પ્રમાણે કુલ મતદારો 18,27,144 નોંધાયા છે. જેમાં આગામી દિવસોમાં નવા મતદારોની નોંધણી પ્રમાણે વધારો પણ થઈ શકે છે.

નવા ઉમેરાયેલા મતદારો : ભાવનગરમાં નવા ઉમેરાયેલા મતદારો જેમાં ઉંમર 18-19 વર્ષ અને 20- 29 વર્ષના મતદારો છે તેના લેટેસ્ટ આંકડા સામે આવ્યાં છે. જેમાં બેઠકદીઠ અનુક્રમે જોઇએ તો મહુવા બેઠક 6826 અને 59,021, તળાજા બેઠક પર 5861 અને 60,632, ગારીયાધાર બેઠક પર 5777 અને 48,747, પાલીતાણા બેઠક પર 7469 અને 63,272, ભાવનગર ગ્રામ્ય બેઠક પર 7491 અને 68914, ભાવનગર પૂર્વ બેઠક પર 3732 અને 47,673, અને ભાવનગર પશ્ચિમ બેઠક 3832 અને 48,897, એમ કુલ 7 બેઠક પર કુલ - 41,045 અને કુલ- 3,97,156 મતદાર નોંધાયાં છે.

  1. Loksabha Election 2024: કચ્છ લોકસભા બેઠકનું આંકાડાકીય વિશ્લેષણ, કેટલા મતદારો ચૂંટશે ભાવિ સાંસદને ?
  2. Lok Sabha Election 2024 : લોકતંત્રના પર્વને મનાવવા તંત્ર તૈયાર, EVM અને VVPAT લાઈવ ડેમોસ્ટ્રેશનનું આયોજન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.