ETV Bharat / bharat

'કેજરીવાલને આશીર્વાદ' અભિયાન શરૂ, સુનીતા કેજરીવાલનો જનતા જોગ સંદેશ - KEJRIWAL KO ASHIRWAD CAMPAIGN

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 29, 2024, 4:17 PM IST

Updated : Apr 2, 2024, 3:45 PM IST

આજથી 'કેજરીવાલને આશીર્વાદ' અભિયાનની શરૂઆત થઈ છે. આ અભિયાન વિશે માહિતી આપ્યા બાદ અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અરવિંદ કેજરીવાલ સાચા દેશભક્ત છે.

Etv Bharat
Etv Bharat

નવી દિલ્હી : અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે શુક્રવારે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ સાચા દેશભક્ત છે. 'કેજરીવાલને આશીર્વાદ' અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, જેના માટે તેમણે વોટ્સએપ નંબર 8297324624 પણ જાહેર કર્યો છે. સુનીતા કેજરીવાલે કહ્યું કે, તમે આ નંબર પર અરવિંદ કેજરીવાલને તમારી પ્રાર્થના, શુભકામના અને આશીર્વાદ મોકલી શકો છો.

સુનિતા કેજરીવાલનો સંદેશ : સુનીતા કેજરીવાલે કહ્યું કે, ગઈકાલે અરવિંદ કેજરીવાલે કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તમે બધાએ સાંભળ્યું જ હશે, જો નથી સાંભળ્યું તો એકવાર ચોક્કસ સાંભળો. કોર્ટની સામે તેમણે જે પણ કહ્યું તેના માટે ઘણી હિંમતની જરૂર છે, તેઓ સાચા દેશભક્ત છે. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ બ્રિટિશ સરમુખત્યારશાહી સામે આ રીતે લડ્યા હતા. હું છેલ્લા 30 વર્ષથી તેમની સાથે છું, તેમના રોમ રોમમાં દેશભક્તિ છે.

સાથ આપવા અપીલ : સુનીતા કેજરીવાલે વધુમાં કહ્યું, અરવિંદજીએ દેશની સૌથી શક્તિશાળી ભ્રષ્ટચારી અને તાનાશાહી શક્તિઓને પડકાર ફેંક્યો છે. તમે અરવિંદજીને પોતાના ભાઈ, પોતાના પુત્ર કહ્યા છે. શું તમે આ લડાઈમાં તમારા ભાઈ અને તમારા પુત્રનો સાથ નહીં આપો ? મને વિશ્વાસ છે કે આપણે બધા સાથે મળીને આ લડાઈ લડીશું.

'કેજરીવાલને આશીર્વાદ' અભિયાન : આ અભિયાન વિશે સુનીતા કેજરીવાલે કહ્યું, આજથી અમે એક અભિયાન શરૂ કરી રહ્યા છીએ, જેનું નામ છે કેજરીવાલને આશીર્વાદ. જો તમે અરવિંદ કેજરીવાલને કોઈ સંદેશ મોકલવા માંગતા હો, તો અમે જાહેર કરેલ નંબર પર મોકલી શકો છો. ઘણી માતાઓ અને બહેનોએ અરવિંદજી માટે માનતા માની છે, તે પણ લખીને મોકલો. મને ઘણા લોકોના ફોન પણ આવ્યા કે તેમણે અરવિંદ કેજરીવાલ માટે ઉપવાસ રાખ્યા છે. તમે બધા અરવિંદ કેજરીવાલને કેટલો પ્રેમ કરો છો, તે બધું લખીને મોકલો. દરેક પરિવારના દરેક સભ્યનો સંદેશ અરવિંદ કેજરીવાલ સુધી પહોંચાડવામાં આવશે. લોકોના મેસેજ વાંચીને તેમને ખૂબ સારું લાગશે.

  1. અરવિંદ કેજરીવાલે કોર્ટમાં જાતે કરી દલીલ, ED પર ઉઠાવ્યા સવાલ,ન્યાયાધીશે ટોક્યા. વાંચો બીજું શું થયું - Delhi Excise Policy Scam
  2. દિલ્હીમાં સત્તા સંઘર્ષમાં આપને સાથ આપવા સુનીતા કેજરીવાલ રાજકારણમાં પ્રવેશવાની તૈયારીમાં! - Sunita Kejriwal
Last Updated :Apr 2, 2024, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.