ETV Bharat / state

TPR ગેમ ઝોન ઘટના બાદ કચ્છનું વહીવટીતંત્ર એલર્ટ, જિલ્લાની ગેમ ઝોનની તપાસના કરાયા આદેશ - meeting of Kutch administration

author img

By ETV Bharat Gujarati Team

Published : May 26, 2024, 3:00 PM IST

રાજકોટ TPR ગેમ ઝોનની ગોઝારી ઘટના બાદ કચ્છનું વહીવટી તંત્ર પણ સજાગ થયું છે અને આજે ભુજ ખાતેની કલેકટર કચેરી ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં ભુજ,ગાંધીધામ અને મુન્દ્રામાં આવેલા ગેમઝોનની તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી બંધ રાખવાના સૂચનો વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. meeting of Kutch administration

કચ્છ વહીવટી તંત્ર બેઠક યોજાઇ
કચ્છ વહીવટી તંત્ર બેઠક યોજાઇ (Etv Bharat)

કચ્છ: રાજકોટ TPR ગેમ ઝોનની ગોઝારી ઘટના બાદ કચ્છનું વહીવટી તંત્ર પણ સજાગ થયું છે અને આજે ભુજ ખાતેની કલેકટર કચેરી ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં ભુજ,ગાંધીધામ અને મુન્દ્રામાં આવેલા ગેમઝોનની તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી બંધ રાખવાના સૂચનો વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. જિલ્લા મામલતદાર, ટીડીઓ, ફાયર વિભાગ, PGVCL,પોલીસ સહિતના વિભાગના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

TPR ગેમ ઝોન ઘટના બાદ કચ્છનું વહીવટીતંત્ર એલર્ટ થયું
TPR ગેમ ઝોન ઘટના બાદ કચ્છનું વહીવટીતંત્ર એલર્ટ થયું (etv bharat gujarat)

બેઠકમાં કાયદેસરની કાર્યવાહીના આદેશ

બેઠકમાં ગેમ ઝોનની તપાસ કરવા તેમજ જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. કચ્છ જીલ્લામાં આમ તો ખૂબ ઓછા ગેમ ઝોન છે ત્યારે આ સ્થળોએ તપાસ માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે. જેમાં નાયબ મામલતદાર, નગર પાલિકા, ફાયર વિભાગ, PGVCL અને પોલીસ તંત્ર દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવશે અને તપાસ દરમિયાન આવા સ્થળોની બાંધકામની મંજૂરી, ફાયર સેફટી અંગેના પર્યાપ્ત સાધનો છે કે નહીં અને તે જગ્યાના પુરાવા વગેરે જેવા તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે.

  1. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અંતે FIR દાખલ, 6 સામે ગુનો નોંધાયો - rajkot game zone fire incident
  2. દિલ્હીમાં વિવેક વિહારની બેબી કેર હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 7 નવજાતના મોત - DELHI BABY CARE HOSPITAL FIRE
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.