ETV Bharat / bharat

સાંસદ સંજયસિંહે સીએમ કેજરીવાલની ધરપકડ મામલે ભાજપને આડે હાથ લીધું - Arvind Kejriwal arrested

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 13, 2024, 3:31 PM IST

સંજયસિંહે ભાજપને આડે હાથ લીધું
સંજયસિંહે ભાજપને આડે હાથ લીધું

અરવિંદ કેજરીવાલની ધરપકડ અને જેલમાં સ્થિતના મામલે રાજ્યસભા સાંસદ સંજયસિંહે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, સીએમ અરવિંદ કેજરીવાલને જેલમાં ટોર્ચર કરવામાં આવી રહ્યા છે.

નવી દિલ્હી : દેશભરમાં આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ મામલે વિરોધ થઈ રહ્યો છે. જે અંતર્ગત આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજયસિંહે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જુઓ શું કહ્યું સંજયસિંહે...

સીએમ કેજરીવાલને જેલની અંદર ટોર્ચર કરવામાં આવે છે : સંજયસિંહ

અરવિંદ કેજરીવાલને જેલની અંદર ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. તેમનું મનોબળ તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ન્યૂનતમ સુવિધા મળતી હતી, તે પણ પરત લેવામાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન સાથે મુલાકાત વિંડો દ્વારા કરવામાં આવી રહી છે. પીએમના નેતૃત્વમાં એવું કામ થઈ રહ્યું છે જે તિહાર જેલના ઇતિહાસમાં ક્યારેય ન થયું હોય. અધિકારીઓ પ્યાદા છે. જે તેમના આકા ઓર્ડર કરે છે, એ જ કામ કરે છે. મુલાકાત અંગે જેલના નિયમો 602 અને 605 અનુસાર કોઈપણ વ્યક્તિને રૂબરૂ મળવાની મંજૂરી આપી શકાય છે. આ અધિકારી જેલ પ્રશાસનનો છે.

અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે : સંજયસિંહ

સીએમ કેજરીવાલની પત્ની અને આખો પરિવાર ચિંતિત છે. માતા-પિતા બીમાર છે. જ્યારે અરવિંદ કેજરીવાલની પત્ની તેમનો હાલચાલ જાણવા માટે મુલાકાત કરવા માટેની અરજી કરે છે, ત્યારે તેમને કહેવામાં આવે છે કે તે રૂબરૂ મિટિંગ કરી શકશે નહીં. તમારે ગ્રિલ એટલે કે વિન્ડોમાંથી મળવું પડશે, વચ્ચે કાચ હશે. આવો અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે. જ્યારે સેંકડો મુલાકાત સામ સામે બેસાડીને કરવામાં આવે છે. પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી તેમની પત્નીને વિન્ડોમાંથી મળશે, જ્યારે ભયંકર ગુનેગારો પણ બેરેકની અંદર મુલાકાત કરે છે.

મુલાકાતના એક દિવસ પહેલા અચાનક મીટિંગ રદ કરવામાં આવી : સંજયસિંહ

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહની મુલાકાત ગોઠવવા માટે અરજી કરવામાં આવી હતી. આ પછી અમારા વકીલને ટોકન નં. 4152 આપવામાં આવે છે, મુલાકાતના એક દિવસ પહેલા અચાનક મીટિંગ રદ કરવામાં આવે છે. એવું ટાંકવામાં આવ્યું છે કે સુરક્ષા કારણોસર શોર્ટ નોટિસ પર મુલાકાત કરાવી શકાશે નહીં. હવે પંજાબના સીએમ ભગવંત માનને પણ વિન્ડોમાંથી અરવિંદ કેજરીવાલને મળવું પડશે. શારીરિક મીટીંગ થશે નહીં.

આટલો ગુનો ના કરો, આ સારી વાત નથી : સંજયસિંહ

હું તિહાર જેલના વહીવટીતંત્ર, દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે એક વ્યક્તિનું નામ જણાવો જેની જેલમાં મુખ્યપ્રધાન સાથે મુલાકાત વિન્ડોમાંથી કરાવી હોય. તેઓ સીએમને માનસિક રીતે હેરાન કરવા માંગે છે. હું દિલ્હીનો સાંસદ છું અને મને જેલમાં ચૂંટાયેલા મુખ્યમંત્રીને મળવા દેવામાં આવી રહ્યો નથી. નિયમો અને કાયદાઓનો તમાશો બનાવી દેવામાં આવ્યા છે. આટલો ગુનો ના કરો, આ સારી વાત નથી.

જનતા જેલનો જવાબ વોટ કરીને આપશે : સંજયસિંહ

જ્યારે સુબ્રતો રાય સહારા આ જેલમાં હતા ત્યારે તેમની સામસામે બેસીને મુલાકાત થતી હતી. ઈન્ટરનેટ ફોનની સુવિધા પણ હતી. ચંદ્રા બ્રધર આ જેલમાં મીટિંગ કરતા હતા. તે જેને ઈચ્છતા તેને મળતા હતા. ત્યાં તેના કાગળ પર સહી કરતો. પરંતુ તેઓ અરવિંદ કેજરીવાલથી એટલા ડરે છે કે તેમનું મનોબળ તોડવા માટે તેઓ વારંવાર તેમનું અપમાન કરી રહ્યા છે. જનતા જેલનો જવાબ વોટ કરીને આપશે. વડાપ્રધાને હિટલરશાહીના રૂપમાં કામ કરવાનો પ્રયાસ ન કરે, વિશ્વમાં જેટલા હિટલર થયા બધાનો અંત થયો છે.

દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય નહીં : સંજયસિંહ

દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય નહીં. એક જ સરકાર સામે ભાજપ ત્રણ વખત હાઈકોર્ટમાં ગયા છે. તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. એકવાર અરજી પર દંડ ફટકારવામાં આવ્યો હતો. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ નથી. જો કંઈક ખોટું હોય તો ગૃહમંત્રી સામે કાર્યવાહી થવી જોઈએ. અમારી પાસે જે વિભાગો છે તે સારી રીતે કામ કરી રહ્યા છે. વિધાનસભામાં વિશ્વાસમત મેળવ્યો છે. એમ કેમ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય.

ભાજપે ભારત માતાના સન્માનને કલંકિત કર્યું : સંજયસિંહ

ભાજપે હંમેશા ભારત માતાનું નામ કલંકિત કર્યું છે. તેમના પૂર્વજોએ આઝાદીની ચળવળમાં અંગ્રેજોને સાથ આપ્યો હતો. આના હજારો ઉદાહરણ છે. વડાપ્રધાને તેમના શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને આમંત્રણ આપીને ભારત માતાના સન્માનને કલંકિત કર્યું. ભાજપે શહીદોના શબપેટીઓમાં કૌભાંડ કર્યું. ભારત માતાનું સન્માન બચાવવા દરેક નાગરિક તૈયાર છે, પરંતુ તેના માટે ભાજપના લોકો પાસેથી કોઈ પ્રમાણપત્રની જરૂર નથી. ભાજપના સભ્યોના પૂર્વજોએ ઝીણા સાથે મળીને ત્રણ રાજ્યોમાં સરકાર પણ બનાવી હતી.

'સંવિધાન બચાવો, સરમુખત્યારશાહી હટાવો'

ગોપાલ રાયે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બાબા સાહેબની જન્મજયંતિ 14 એપ્રિલના રોજ AAP દેશભરમાં 'સંવિધાન બચાવો, સરમુખત્યારશાહી હટાવો' દિવસ ઉજવશે. જો આજે બંધારણને બચાવવું હશે તો સમગ્ર દેશને એક થવું પડશે.

  1. દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ચર્ચા જોરમાં, વહીવટી કામકાજ ઠપ થતાં એલજીએ પત્ર લખ્યો
  2. ચાઇનાનો માલ અને મોદીની ગેરંટી ચાલતી નથી : ઈસુદાન ગઢવી - Arvind Kejriwal Arrested
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.