ETV Bharat / bharat

ત્રીજા તબક્કામાં 61.45 ટકાથી વધુ મતદાન, મહારાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન - LOK SABHA ELECTION 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 8:06 PM IST

Updated : May 7, 2024, 9:19 PM IST

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 બેઠકો પર મતદાન હતું. જે પૈકી ત્રીજા તબક્કામાં 61.45 ટકાથી વધુ મતદાનનોંંધાયું છે, જેમાંથી મહારાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન થયું છે જ્યારે સૌથી વધુ આસામમાં 75.01 ટકા મતદાન નોંધાયું છે.

ત્રીજા તબક્કામાં 61.45 ટકાથી વધુ મતદાન
ત્રીજા તબક્કામાં 61.45 ટકાથી વધુ મતદાન (Etv Bharat Gujarat)

હૈદરાબાદ: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં, 10 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો પર 1,300 થી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ કરવામાં આવ્યું છે. આ રીતે ત્રણ તબક્કા બાદ લોકસભાની 543માંથી 284 બેઠકો પર ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. તમામ સાત તબક્કાના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે. કયા રાજ્યમાં કેટલા ટકા મતદાન થયું? જાણવા માટે સંપૂર્ણ સમાચાર વાંચો.

1300થી વધુ ઉમેદવારો મેદાનમાં: ચૂંટણી પંચની જાહેરાત મુજબ, આજે મતદાનના લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન યોજાયુ. આજે 17.24 કરોડ મતદારો મતદાન કર્યું હતું જેમાંથી 120 મહિલાઓ સહિત 1300થી વધુ ઉમેદવારો મેદાનમાં હતાં. ગુજરાતમાં ભાજપે સુરતમાં બિનહરીફ જીત મેળવી છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 25 લોકસભા બેઠકો પર મતદાન થયું.

PM મોદી અને અમિત શાહે કર્યું મતદાન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન કરવા ગુજરાતના અમદાવાદમાં મતદાન મથક પર પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં નિશાન ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો મત આપ્યો. તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહે પણ મતદાન કર્યું હતું.

ક્યા રાજયમાં કઈ બેઠક પર મતદાન

રાજ્યબેઠકની સંખ્યાકેટલાં ટકા મતદાન
આસામ 4 75.01
બિહાર 5 56.55
છત્તીસગઢ 7 66.99
દાદરા નગર હવેલી અને દમણ-દીવ2 65.23
ગોવા2 74.07
ગુજરાત 25 56.23
કર્ણાટક 14 66.86
મધ્ય પ્રદેશ 9 62.82
મહારાષ્ટ્ર 11 54.04
ઉત્તર પ્રદેશ 10 57.08
પશ્ચિમ બંગાળ 4 73.93
  1. ગુજરાતની 25 લોકસભા બેઠકો પર 266 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ, જાણો કેટલું થયું મતદાન - Lok Sabha Election in Gujarat
Last Updated :May 7, 2024, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.