ETV Bharat / politics

ગુજરાતની 25 લોકસભા બેઠકો પર 266 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ, જાણો કેટલું થયું મતદાન - Lok Sabha Election in Gujarat

author img

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 6:00 AM IST

Updated : May 7, 2024, 6:34 PM IST

ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન (Etv Bharat Gujarat)

ગુજરાતમાં આજે લોકસભાની 25 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં 4 કરોડ 96 લાખથી વધુ મતદારો પોતાના મતાઘિકારનો ઉપયોગ કરી રહ્યાં છે, આ વખતે ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. Lok Sabha Election 2024

અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ગુજરાતમાં આજે લોકસભાની 25 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું સરેરાશ મતદાન 55.22 ટકા મતદાન થયું છે. જે પૈકી સૌથી વધુ વલસાડમાં 68.12 ટકા મતદાન થયું છે, જ્યારે સૌથી ઓછું અમરેલીમાં 45.59 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં કુલ 4,94,49,469 મતદારો છે, જે પૈકી 18થી 19 વર્ષની વયના 11,32,880 યુવા અને 10,322 શતાયુ મતદારો નોંધાયેલા છે. રાજ્યના 50,677 પૈકી 50 ટકા એટલે કે 25,000 જેટલા મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતની 25 લોકસભા બેઠકો પર 266 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ
ગુજરાતની 25 લોકસભા બેઠકો પર 266 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ (ભારતીય ચૂંટણી પંચ)

ચૂંટણી પંચની વ્યવસ્થા: ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતદાન મથકોમાં ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરાઈ રહ્યો છે. રાજ્યમાં 87,042 બીયુ, 71,682 સીયુ અને 80,308 WPAT મશીનો રાખવામાં આવ્યા છે. માત્ર મહિલા સંચાલિત હોય તેવા 1274 સખી અને 182 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પંચના આદેશ પ્રમાણે 85 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો તેમજ 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારોને હોમ હોમ વોટીંગની સુવિધા આપવામાં આવી છે. રાજ્યનો કોઈપણ નાગરીક કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરીયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સી- વીજીલ(c-VIGIL) મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે.'

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું આજે મતદાન
લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું આજે મતદાન (Etv Bharat Gujarat)

4 કરોડ 94 લાખથી વધુ મતદારો: જાન્યુઆરી ૨૦૨૪માં પ્રસિદ્ધ થયેલી આખરી મતદાર યાદી પ્રમાણે રાજ્યમાં કુલ 4,94,49,499 મતદારો નોંધાયા છે. જે પૈકી 2,39,78,243 મહિલા મતદારો અને, 2,54,69,723 પુરૂષ મતદારો છે. ગુજરાતમાં 1503 જેટલા થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. 85 વર્ષથી વધુ વયના 424162 મતદારો ગુજરાતની મતદાર યાદીમાં નોંધાયા છે. ગુજરાતમાં 10,322 મતદાર શતાયુ એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયના છે. કુલ મતદારો પૈકી 18થી 19 વર્ષની વય ધરાવતા 11,32,880 યુવા મતદારો આ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી શકશે.

કુલ 266 ઉમેદવારો મેદાનમાં: આ ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. 2024ની આ ચૂંટણીમાં કુલ 4,97,68677 મતદારો મતદારોને મતાધિકાર મળેલો છે જેઓ 50788 મતદાન મથકો પરથી મતદાન કરશે. ગુજરાતમાં 20 જનરલ, બે એસ.સી, ચાર એસ.ટી સાથે કુલ 26 બેઠકો છે. બેઠકના વિસ્તારની વાત કરીએ તો સૌથી મોટો કચ્છ (21354 ચો.કિ.મી.) જ્યારે સૌથી નાનો અમદાવાદ વેસ્ટ છે. અમદાવાદમાં 60 લાખથી વધુ મતદારો: અમદાવાદમાં કુલ 60,39,143 મતદારો છે. જેમાં મહિલા મતદાર 29,05,622 છે. કલેકટર કચેરી ખાતે ચૂંટણીલક્ષી કંટ્રોલરૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ભરૂચમાં સૌથી ઓછાં 17,23,353 જ્યારે નવસારીમાં સૌથી વધુ 22,23,550 મતદારો નોંધાયેલા છે.

મતદાન સમયે કયા પુરાવા સાથે રાખવા: આજે 7મે ના રોજ મતદાનના દિવસે સવારના ૦૭.૦૦ કલાક થી સાંજના ૦૬.૦૦ કલાક સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાતાએ આ માટે યોગ્ય પુરાવો સાથે રાખવાનો રહેશે. ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી મતદાર કાપલી એ ફક્ત માહિતી માટે છે. તે મતદાન કરવા માટે પુરાવા તરીકે માન્ય રહેશે નહિ. મતદાનના દિવસે મતદારો ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ ઉપરાંત આધારકાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેન્ક કે પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર (National Population Register) અન્વયે આરજીઆઇ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ,ભારતીય પાસપોર્ટ ,ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોકયુમેન્ટ, કેન્દ્ર કે રાજય સરકાર અથવા જાહેર ક્ષેત્ર ઉપક્રમો તેમજ જાહેર લીમીટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદ સભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવતા Unique Disability ID Card વગેરે વૈકલ્પિક ૧૨ દસ્તાવેજો પૈકી કોઈ એક સાથે રાખીને મતદાન કરી શકશે.

રજા મંજુર કરવા જાહેરનામું: ઉલ્લેખનિય છે કે, આજે 7મેના રોજ ચૂંટણીના દિવસે મતદાન કરવા સરકારી કચેરીઓમાં રજા જાહેર થયેલી છે. તથા દુકાનો, સંસ્થાઓ અને કારખાનાઓમાં મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિઓની રજા મંજુર કરવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

Last Updated :May 7, 2024, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.