ETV Bharat / bharat

કેરળમાં 7.5 કરોડની કિંમતની રૂ. 2 હજારની નકલી નોટો મળી, આરોપીને પકડવા કવાયત શરૂ - Counterfeit Currency Seized

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 21, 2024, 3:29 PM IST

Updated : Mar 21, 2024, 4:08 PM IST

કેરળમાં 7.5 કરોડની કિંમતની રૂ. 2 હજારની નકલી નોટો મળી
કેરળમાં 7.5 કરોડની કિંમતની રૂ. 2 હજારની નકલી નોટો મળી

કેરળમાં અંબાલાથારા પોલીસે પારાપલ્લી ગુરુપુરમના એક ભાડાના મકાનમાંથી નકલી ચલણી નોટોનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. જોકે આ મકાનમાં રહેતા લોકોની હજુ કોઈ માહિતી મળી નથી.

કેરળ : કાસરગોડમાં અંબાલાથારા પોલીસને મોટી સફળતા મળી છે. 20 માર્ચ, બુધવારે સાંજે કાસરગોડના પારાપલ્લી ગુરુપૂરમના એક ઘરમાંથી 7.5 કરોડ રૂપિયાની કિંમતની નકલી રૂ. 2000 ની નોટના બંડલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. વાસ્તવમાં ગુપ્ત માહિતીના આધારે પોલીસે પારાપલ્લી ગુરુપૂરમમાં એક ભાડાના મકાનમાં દરોડો પાડ્યો હતો. જે દરમિયાન મળી આવેલા નકલી નોટોના બંડલના મોટા જથ્થાને પોલીસે જપ્ત કરી લીધો છે.

નકલી નોટોનો જથ્થો : તમને જણાવી દઈએ કે નકલી નોટોના બંડલને ઘરના એક ખૂણામાં પૂજા રૂમ અને લિવિંગ એરિયાની વચ્ચે એક થેલીમાં રાખવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘર પનાથુર પનાથડીના રહેવાસી અબ્દુલ રઝાકે ભાડે લીધું હતું. પોલીસે અબ્દુલ રઝાકનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો ફોન બંધ હતો. દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે તે બે દિવસથી આ વિસ્તારમાં નથી.

આરોપી કોણ ? સ્થાનિક લોકોનું કહેવું છે કે આરોપી હાલમાં જ અહીં ભાડે રહેવા આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, સ્થાનિક લોકોને પણ તેના વિશે વધુ માહિતી નથી. જોકે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં મોટી રકમનું દાન કરીને સ્થાનિક લોકો સાથે મિત્રતા સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. નોટોના બંડલ કબજે કર્યા બાદ પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે. સાથે જ આરોપીને શોધવા માટે સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

  1. Rape Crime : ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા, આરોપીને ફાંસીની માગ, તંત્રએ શરુ કરી બુલડોઝર કાર્યવાહી
  2. Tejas Crashes In Jaisalmer: જેસલમેરમાં ટ્રેનિંગ ફ્લાઈટ દરમિયાન તેજસ ક્રેશ, પાઈલટ સુરક્ષિત
Last Updated :Mar 21, 2024, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.