ETV Bharat / bharat

Tejas crashes in Jaisalmer: જેસલમેરમાં ટ્રેનિંગ ફ્લાઈટ દરમિયાન તેજસ ક્રેશ, પાઈલટ સુરક્ષિત

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 12, 2024, 4:18 PM IST

જેસલમેરમાં ભારતીય વાયુસેનાનું લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ મંગળવારે ઓપરેશનલ ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું.

Tejas crashes in Jaisalmer
Tejas crashes in Jaisalmer

જેસલમેરઃ રાજસ્થાનના જેસલમેરમાં મંગળવારે ઓપરેશનલ ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ભારતીય વાયુસેનાનું લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ ક્રેશ થયું હતું. અકસ્માત દરમિયાન પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. જોકે, અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

બંને પાયલટ સુરક્ષિતઃ માહિતી અનુસાર, તેજસ જેસલમેરની લક્ષ્મીચંદ સાંવલ કોલોની પાસે ક્રેશ થયું હતું, જે મેઘવાલ હોસ્ટેલ બિલ્ડિંગ પાસે પડ્યું હતું. જો કે હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અકસ્માત બાદ પોલીસ પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતાં. આ ઘટનામાં પાયલટ સુરક્ષિત રીતે બચી ગયા છે. આપને જણાવી દઈએ કે દુર્ઘટના સમયે તેજસમાં પાયલટ અને કો-પાયલટ હાજર હતા, ત્યારબાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઉપરાંત સિટી કાઉન્સિલની ફાયર બ્રિગેડ અને આર્મી પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતાં.

કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ: આપને જણાવી દઈએ કે સેનાની ત્રણેય પાંખો પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં યુદ્ધ અભ્યાસમાં ભાગ લઈ રહી છે. આ યુદ્ધ કવાયત જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ પોખરણ પહોંચી ગયા છે. હાલ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. સાથે જ અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

  1. PM Modi Ahmedabad Visit : ગાંધી આશ્રમ પુનઃનિર્માણની તક મારું સૌભાગ્ય છે - PM નરેન્દ્ર મોદી
  2. PM Modi Ahmedabad Visit : ' મેં મારા જીવનની શરુઆત રેલવેના પાટાથી કરી છે ' કહી પીએમ મોદીએ રેલવે પ્રોજેક્ટ કાર્યક્રમમાં માર્યાં ચાબખા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.