ગુજરાત

gujarat

અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

By

Published : Nov 1, 2020, 7:39 PM IST

અમદાવાદ : ગુજરાતની રાજનીતિના ભીષ્મ પિતામહ, નર્મદા ડેમ બનાવવાના સત્યાગ્રહી અને ગ્રામ વિકાસના સ્વપ્નદ્રષ્ટા અને ખેડૂતોના હિતરક્ષક એવા પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના અવસાનથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. અમદાવાદના ખાનપુર જે. પી. ચોકના ભાજપ કાર્યાલય ખાતે કેશુભાઈ પટેલને પુષ્પાજંલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ કિરીટ સોલંકીએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. કિરીટ સોલંકી જણાવ્યું હતું કે, પાયાના રાજકારણમાં કેશુબાપાનું ખૂબ જ મોટું યોગદાન હતું અને ભાજપના દરેક કાર્યકર્તાઓના હંમેશા આદર્શ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details