ગુજરાત

gujarat

નાગીનનો બદલોઃ યુપીમાં નાગીને બદલાની ભાવનાથી ખેડૂતને સાત વખત માર્યો ડંખ

By

Published : Apr 17, 2022, 11:37 AM IST

ઉત્તરપ્રદેશ : રામપુરના સ્વાર તાલુકા વિસ્તાર હેઠળના મિર્ઝાપુર ગામનો રહેવાસી એહસાન ઉર્ફે બબલુએ થોડા મહિના પહેલા તે ખેતરમાં કામ કરતા સમયે અચાનક કાળા રંગના નાગ અને નાગીન દેખાયા હતા. બબલુએ પોતાનો જીવ બચાવવા માટે પાવડા વડે સાપને મારી નાખ્યો(Killed snake) અને તેને માટીમાં દાટી દીધો હતો. આ ઘટના બાદ નાગીન પણ ત્યાંથી ભાગી ગઇ હતી. બબલુના કહેવા પ્રમાણે ભાગી ગયેલ નાગીન મરેલા નાગનો બદલો લેવા માટે આવે છે. બબુલને તે નાગીને અત્યાર સુધીમાં સાત વખત ડંખ મારી ચુકી છે. મહત્વની બાબત એ છે કે, સાત વખત નાગીનના ડંખ મારવા છતાં બબુલ હજી પણ જીવે છે. આ નાગણનો બદલો(Revenge of Snake) હાલ રામપુરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

ABOUT THE AUTHOR

...view details