ગુજરાત

gujarat

દેશભક્તિના ભાવ સાથે નવસારીના દાંડીમાં ગાંધી જયંતિની ઉજવણી થઈ

By

Published : Oct 2, 2022, 8:06 PM IST

()
આઝાદીના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાતા નવસારીના દાંડી (Navsari Dandi Gandhi Jayanti Celebration) ગામે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતી ઉજવવામાં આવી હતી. ગુલામ ભારત ને આઝાદી નું સોનેરું કિરણ આપનાર દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ (Gandhi Birth Anniversary) જયંતિને લઈને પવિત્ર દાંડી ગામે આઝાદી મળ્યાને પ્રથમ વખત દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બોલીવુડ અને ગુજરાતના ખ્યાતનામ ગાયિક ભાવિન શાસ્ત્રી શબ્દોની શુરાવલી રેલાવીને દેશભક્તિ નો માહોલ સર્જી દીધો હતો. ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વ વંદનીય એવા સાબરમતીના સંત ગણાતા ગાંધીબાપુની જન્મ જયંતિ નિમિતે ઉજવણી આઝાદીના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાતા દાંડી મુકામે કરવામાં આવી હતી. 1930 માં મીઠાના કર એ અંગ્રેજી શાસનને લૂણો લગાડીને આઝાદી આપવામાં એક મહત્વનું અંગ સાબિત થયું હતું. એવા પવિત્ર સ્થળે બાપુની યાદ માં ફેમસ ગાયિકા ભાવિન શાસ્ત્રીના સંગીતના તાલે સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details