ગુજરાત

gujarat

બ્રાહ્મણોએ બળેવ પૂનમના દિવસે કર્યું ગોમતી સ્નાન

By

Published : Aug 12, 2022, 9:09 AM IST

દેવભૂમિ દ્વારકાઃ ગુરુવારે પવિત્ર બળેવ પૂનમ એટલે કે રક્ષાબંધનનો (Raksha Bandhan 2022) તહેવાર હતો. આ દિવસ બ્રાહ્મણો માટે ખૂબ જ મહત્વનો હોય છે. તેવામાં દ્વારકાની ગોમતી નદીમાં બ્રાહ્મણોએ આ દિવસે ગોમતી સ્નાન કરી દેહશુદ્ધિ (Brahmins bathed in Gomti ) કરી હતી. મહત્વનું છે કે, આ દિવસે બ્રાહ્મણો પોતાની યજ્ઞોપવિત બદલીને નવી જનોઈ ધારણ કરતા હોય છે. સદીઓ જૂની પરંપરા અનુસાર, બ્રહ્મ સમાજ દ્વારા સમૂહમાં પવિત્ર ગોમતી નદીમાં દેહશુદ્ધિ કરવામાં આવી હતી. ત્યારબાદ નવી યજ્ઞોપવિત ધારણ કરવાનો રિવાજ (Brahmins took new Janoi) છે. તો મોટી સંખ્યામાં બ્રાહ્મણો યજ્ઞોપવિત ધારણ કરવા ગોમતી ઘાટ પર પહોંચ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details