ગુજરાત

gujarat

સાબરમતી ટ્રેન હત્યાકાંડની 19મી વરસીએ ગોધરામાં કારસેવકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

By

Published : Feb 27, 2021, 7:35 PM IST

ગોધરા ખાતે સાબરમતી ટ્રેન હત્યાકાંડની આજે 19મી વરસી નિમિત્તે હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સાબરમતી ટ્રેન હત્યાકાંડના હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા સાબરમતી એકસપ્રેસના એસ 6 ડબ્બા પર જઈ રામધૂન કરી 58 હુતાત્માઓને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. ગોધરા શહેરના ચાચરચોક ખાતે પ્રાર્થના બાદ રેલી સ્વરૂપે એસ 6 ડબ્બા પર પહોંચી વીએચપીના કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details