ગુજરાત

gujarat

પોરબંદરના અનેક વિસ્તારોમાં વરસાદ, સીમરમાં કરા પડ્યા

By

Published : Jun 8, 2020, 9:32 PM IST

પોરબંદરઃ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અનેક જિલ્લાઓમાં વરસાદના વધામણાં થઈ રહ્યાં છે. ત્યારે પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં પણ વરસાદે માજા મૂકી હતી. જિલ્લાના બરડા પંથકમાં સોમવારે સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં રાણાવાવ, ભોમિયાવદર અને રોજીવાડા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તેમજ ઘણા લોકોએ આ ગામડાંઓમાં વરસાદની સાથે કરા પડ્યા હોઇ તેવા વીડિયો શેર કર્યા હતા. જ્યારે માધવપુર ઘેડ વિસ્તારમાં સોમવારે મહદ અંશે છાંટા પડ્યા હતા. જો કે આ વિસ્તારોમાં વરસાદ પડતા કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details