ગુજરાત

gujarat

સુરત ગ્રામ્યમાં પોલીસે માસ્ક ન પહેરનારા લોકો પાસેથી 6.63 કરોડનો દંડ વસૂલ્યો

By

Published : Jun 12, 2021, 3:47 PM IST

કોરાનાનું સંક્રમણ અટકે તે માટે સરકાર દ્વારા માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. આથી, માસ્કના નિયમને વધુ કડક બનાવ્યો છે. ત્યારે, સુરત ગ્રામ્યના લોકોએ કેટલો દંડ ભર્યો તે બાબતે ETV BHARAT દ્વારા સુરત ગ્રામ્ય પોલીસ વડા ઉષા રાડા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, સુરત ગ્રામ્યમાં અત્યાર સુધી પોલીસે માસ્ક વગર ફરતા લોકો પાસેથી 6 કરોડ 63 લાખ જેટલો દંડ લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે માસ્ક વગર ફરતા લોકો પાસેથી પોલીસ 1000 રૂપિયા દંડ વસૂલી રહ્યા છે. છતાં હજી લોકો સુધરતા નથી અને માસ્ક ન પહેરવાને કારણે દંડ ભરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details