ગુજરાત

gujarat

વિશ્વભરમાં કોરોનાનો કહેર ઓછો થતા હીરા અને જ્વેલરીના એક્સપોર્ટમાં 33.17 ટકાનો વધારો

By

Published : Oct 3, 2021, 10:01 PM IST

સુરત : વિશ્વમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા અમેરિકા અને યુરોપિયન દેશોમાં હીરા અને જ્વેલરીની ખરીદી સારી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019ની સરખામણીમાં વર્ષ 2021ના એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં એક્સપોર્ટ 33.17 ટકા વધ્યું છે. જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વેસ્ટ ઝોન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં પણ જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે હાલ કોરોના હળવો થતાં અને આવનાર તહેવારોની ખરીદીને ધ્યાનમાં લઇ જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને અમેરિકા યુરોપિયન દેશ અને દુબઈમાં જ્વેલરીની સારી ખરીદી જોવા મળી છે.

ABOUT THE AUTHOR

...view details