ગુજરાત

gujarat

Venkaiah Naidu visits Dwarka: ઉપરાષ્ટ્રપતિના આગમન પહેલા દ્વારકાનગરી પોલીસ છાવણીમાં ફેરવાઈ

By

Published : Aug 6, 2022, 10:37 AM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

()
દેવભૂમિ-દ્વારકા : દ્વારકાધીશ નગરીમાં ઉપરાષ્ટ્રપતિ (Venkaiah Naidu visits Dwarka) પધારી રહ્યા છે. એમનાના આગમનને લઈને દ્વારકા ખાતે તૈયારીઓને આખરી ઓપ આપતું તંત્ર દેખાય રહ્યું છે. વૈંકયા નાયડુ આગમનને લઈને તંત્ર એલર્ટ જણાય રહ્યું છે. આ ખાસ તૈયારીને ધ્યાને રાખી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારકા ખાતે પહોંચ્યા છે. દ્વારકામાં સુરક્ષાને લઈને પોલીસ વિભાગ ચુસ્ત બંદોબસ્તમાં ખડેપગે હાજર છે. વૈંકયા નાયડુના આગમન સમયે કોઈ અનિચ્છિત (VicePresident visits Dwarka) બનાવ ન બને એ માટે દ્વારકા હેલીપેડ ખાતે પોલીસ તૈનાત કરવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ દ્વારકાધીશના દર્શન કર્યા બાદ નાગેશ્વર મહાદેવના દર્શનાર્થે જવાના, ત્યારે તંત્ર દ્વારા સુરક્ષાને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એમની સુરક્ષાને લઈને સમગ્ર દ્વારકા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવવામાં આવ્યો છે. વેંકૈયા નાયડુજીની સુરક્ષામાં 1 SP, 6 DYSP, 12 PI, 45 PSI સહિત 1100 જેટલા જવાનો દ્વારા સુરક્ષા વ્યવસ્થા હાથ ધરાઇ છે.
Last Updated :Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details