ગુજરાત

gujarat

મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસનું વડોદરા એરપોર્ટ ખાતે સ્વાગત, PM સાથે દ્વિપક્ષીય મંત્રણા

By

Published : Oct 20, 2022, 11:47 AM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

વડોદરા ગુજરાતની બે દિવસની મુલાકાતે પધારેલ સંયુક્ત રાષ્ટ્ર સંઘના (UNO) મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસનું વડોદરાની (Antonio Guterres Vadodara visit) મુલાકાતે આવ્યા હતા. આગમને લઈને એરપોર્ટ ખાતે રાજ્ય પ્રઘાન જગદીશ પંચાલ, મેયર કેયુર રોકડીયા, સાંસદ રંજન ભટ્ટ, કલેકટર એ.બી.ગોર, પોલીસ કમિશનર ડો.સમશેરસિંઘ ઉષ્માસભર આવકાર કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સંઘના (UNO) (UNO Antonio Guterres visits Gujarat) મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ વડોદરા એરપોર્ટથી એકતાનગર (કેવડીયા) ખાતે જવા રવાના થયા હતા. સંયુક્ત રાષ્ટ્ર સંઘના (UNO) મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાની ચરણ વંદના કરશે, ત્યારબાદ મિશન લાઈફ લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. (PM Modi talks with Antonio Guterres)
Last Updated :Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details