ગુજરાત

gujarat

HSC Result 2023 : સુરતમાં સારા પરિણામ આવતા વિદ્યાર્થીઓએ સાફો બાંધી ઝૂમ્યા ગરબે

By

Published : May 31, 2023, 10:09 AM IST

HSC Result 2023 : સુરતમાં સારા પરિણામ આવતા વિદ્યાર્થીઓએ સાફો બાંધી ઝૂમ્યા ગરબે

સુરત : ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સુરતની આશાદીપ શાળામાં 130થી પણ વધુ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે. જેને લઇ વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે એટલું જ નહીં શાળા વિદ્યાર્થીઓના પરીણામને લઈને ગૌરવાનવિત છે. તમામ વિદ્યાર્થીઓ કે જેઓ A-1 ગ્રેટ હાંસલ કર્યા છે. તેઓ માથે સાફા બાંધીને ગરબા રમતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓ ગરબા કરતા રોકી શક્યા નહોતા. આશાદીપ શાળાના આશરે 130થી પણ વધુ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ હાંસલ કર્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ 92 વધારે માર્ક્સ મેળવ્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, તેઓએ આખા વર્ષ સાતથી આઠ કલાક મહેનત કરી છે. આજ કારણ છે કે આ પરિણામ આવ્યું છે. વોટ્સએપ નંબર પર પરિણામ જોઈ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહી અને આનંદિત થઈ ગયા હતાં. 

  1. GSEB HSC 12th Result 2023: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73. 27 ટકા પરિણામ, આ રીતે જોઈ શકશો
  2. SSC Exam Result 2023 : સિંગલ મધરની સફળતાનું પ્રતીક બની ભાવનગરની દિયા મકવાણા, ઈંગ્લિશ મીડિયમમાં 99.84 પર્સન્ટાઇલ સાથે ફર્સ્ટ
  3. SSC Exam Result 2023 : પાટણમાં ગત વર્ષની સરખામણીએ ધો.10નું પરિણામ સારું, મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી

ABOUT THE AUTHOR

...view details