ગુજરાત

gujarat

Lion Video: કેમેરામાં કેદ થઈ સાવજની ડણક, જુઓ વીડિયો

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2023, 6:57 AM IST

કેમેરામાં કેદ થઈ સાવજની ડણક

ગીર સોમનાથ:કોડીનાર તાલુકાના આલીદર ગામમાં ગઈ રાત્રે સિંહ મકાનની અગાસી પર ચડીને ડણક કરતો જોવા મળ્યો હતો. અચાનક સિંહની ડણક સાંભળીને આસપાસમાં રહેતા લોકો પણ મધ્ય રાત્રે ઊંઘમાંથી જાગી ગયા હતા. અગાસી પર ડણક કરતાં સિંહનો આ વીડિયો સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. અગાઉ પણ થોડા મહિના પૂર્વે આ જ પ્રકારે સિંહ મકાનની અગાસી પર ચડીને ડણક કરતો જોવા મળ્યો હતો. ત્યારે આજે ત્રણ મહિના બાદ ફરી એક વખત મકાનની અગાસી પર ચડીને જાણે કે ગામવાસીઓને તેના આવવાની જાણ કરતો હોય તે પ્રકારનો વીડિયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો કેટલા સમય જૂનો છે તેની ઈ ટીવી ભારત પુષ્ટિ કરતું નથી.

  1. Lion Death: શિંગોડા નદીમાં સિંહણનો મૃતદેહ તરતો જોવા મળ્યો, વન વિભાગે હાથ ધરી તપાસ
  2. Lion In Gohilwad : વલભીપુરના દરવાજે ડણક સંભળાઈ, સિંહ પરિવારનો અદ્ભૂત આકાશી નજારો

ABOUT THE AUTHOR

...view details