ગુજરાત

gujarat

3 રાજ્યોમાં ભાજપની જીતને વધાવતા આણંદના સાંસદ મિતેષ પટેલ કાર્યકર્તાઓનો આભાર માન્યો

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 5:34 PM IST

આણંદના સાંસદ મિતેષ પટેલ

આણંદ :ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં બહુમતી સાથે ભાજપ સરકાર બનવા જઈ રહી છે. ત્યારે આણંદના સાંસદ મિતેષ પટેલે ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો પર ખુશી વ્યક્ત કરતા આ પરિણામને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સફળતા ગણાવી હતી.

140 કરોડ ભારતીયોના વિશ્વાસનું પરિણામ : સાંસદ મિતેષ પટેલે જણાવ્યુ હતું કે, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં બહુમતી સાથે ભાજપ સરકાર બનવા જઈ રહી છે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મહેનતનુું પરિણામ છે. 140 કરોડ ભારતીય નાગરિકોના દિલમાં તેઓ વસે છે. તેઓએ નાગરિકોની ચિંતા કરી છે અને ભાજપના કાર્યકર્તાઓને સાથે રાખીને ભારતીય નાગરિકોને રોજગાર અને વિવિધ સેવા પૂરી પાડી છે. ઉપરાંત 80 કરોડ જનતાને હજુ પણ નિઃશુલ્ક અનાજ આપવામાં આવી રહ્યું છે. સામાન્ય પરિવારમાંથી આવતા પીએમ મોદીએ જનતા વચ્ચે જઈને તેમના કામ કરીને વિશ્વાસ જીત્યો છે આ તેનું પરિણામ છે.

લોકસભા ચૂંટણીમાં 400થી વધુ સીટનો દાવો :વધુમાં સાંસદે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની આ ચાણક્યનીતિ છે. જ્યાં પણ ઓછી સીટ છે અને બિન-બીજેપી વિસ્તાર છે તે રાજ્યોમાં ભાજપને કેવી રીતે આગળ લાવવું તે વિશે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે તેનું આ પરિણામ છે. ભારત દેશના બધા જ ભાજપ કાર્યકર્તાઓની મહેનતનું આ પરિણામ છે અને તે તમામને હું નમન કરું છું. 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપ હજુ પણ આગળ વધશે અને 400 થી વધુ સીટ જીતશે.

  1. મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023: ભાજપના કેન્દ્રીય પ્રધાન ફગ્ગન સિંઘ કુલાસ્તેની નિવાસ બેઠક પરથી હાર થઈ
  2. ગાંધીનગરમાં કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરીએ ભાજપની જીત વધાવી, કહ્યું જનતાએ કર્યું દૂધનું દૂધ પાણીનું પાણી

ABOUT THE AUTHOR

...view details