ETV Bharat / state

ગાંધીનગરમાં કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરીએ ભાજપની જીત વધાવી, કહ્યું જનતાએ કર્યું દૂધનું દૂધ પાણીનું પાણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 4:07 PM IST

ગુજરાત આવેલા કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરીએ આજે આવેલા ભાજપ તરફી ચૂટણી પરિણામોને લઇને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જનતાનો આભાર માનતાં જણાવ્યું હતું કે હવે વિકાસ વધુ ઝડપી થશે. જોકે તેઓ કોંગ્રેસની હાર પર કંઇ ટિપ્પણી કરવાથી બચ્યાં હતાં.
ગાંધીનગરમાં કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરીએ ભાજપની જીત વધાવી, કહ્યું જનતાએ કર્યું દૂધનું દૂધ પાણીનું પાણી
ગાંધીનગરમાં કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરીએ ભાજપની જીત વધાવી, કહ્યું જનતાએ કર્યું દૂધનું દૂધ પાણીનું પાણી

હવે વિકાસ વધુ ઝડપી થશે

ગાંધીનગર : લોકસભા 2024 ની ચૂંટણી પહેલા 2023 ડિસેમ્બરમાં આજે ત્રણ ડિસેમ્બરના રોજ ચાર રાજ્યોના ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. 2024 લોકસભાની ચૂંટણીનું આ સેમી ફાઇનલ ગણવામાં આવે છે. ત્યારે ચાર રાજ્યોની ચૂંટણીમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ભાજપની સરકાર આવી છે અને તેલંગાણાંમાં કોંગ્રેસ સરકાર બની રહી છે. ત્યારે ગુજરાત આવેલા કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરીએ નિવેદન આપ્યું હતું કે હવે વિકાસનો વેગ વધુ ઝડપી થશે અને દેશની જનતાએ તમામ લોકોને જવાબ આપી દીધો છે.

જનતાનો આભાર : કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરીએ ગાંધીનગર ખાતેના 82 રોડ કોંગ્રેસના કાર્યક્રમ બાદ ભાજપ તરફી ચૂટણી પરિણામોને લઇ નિવેદન આપ્યું હતું કે રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની જીત થઈ છે અને સરકાર ભાજપની બનવાની છે. ત્યારે રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢના તમામ કાર્યકર્તાઓનો અને જાહેર જનતાનો આભાર માનીએ છીએ. મધ્યપ્રદેશમાં સરકારે જે નીતિઓ અપનાવી હતી તેની જીત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નઢ્ઢા તેમજ રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન. હવે આ ત્રણ રાજ્યમાં પણ વિકાસની યાત્રા ડબલ એન્જિનથી ચાલશે અને આ તમામ રાજ્યોમાં ડબલ એન્જિનનું પરિણામ આવનારા દિવસમાં જાહેર જનતાને જોવા મળશે.

કોંગ્રેસની હાર પર બોલવાનું ટાળ્યું : ત્રણ રાજ્યમાં કોંગ્રેસની હાર થઈ છે અને ફક્ત તેલંગાણા રાજ્યમાં જ કોંગ્રેસે સરકાર બનાવી રહી છે. ત્યારે નીતિન ગડકરીએ કોંગ્રેસની હાર પર કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું અને ફક્ત એક જ શબ્દમાં નિવેદન આપ્યું હતું કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ચૂક્યું છે. જનતાનો સપોર્ટ દેશના ભવિષ્ય માટે પણ ખૂબ આવકારદાયક રહેશે. જ્યારે વર્ષ 2024 લોકસભાની ચૂંટણીમાં કઈ રીતનું પરિણામ આવશે તે બાબતનો પ્રશ્ન ઈટીવીએ કર્યો હતો પરંતુ નીતિન ગડકરીએ કોઈ જવાબ આપ્યા વગર વિદાય લીધી હતી.

  1. ત્રણ રાજ્યોમાં છવાયો મોદી મેજિક તો તેલંગાણામાં ચાલી કોંગ્રેસની ગેરંટીઓ
  2. દિલ્હી ભાજપ નેતા કપિલ મિશ્રાએ જીતની ખુશી જતાવી કહ્યું યુવા, મહિલા અને ખેડૂતો નરેન્દ્ર મોદી સાથે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.