ગુજરાત

gujarat

Yearly Horoscope of 2022 : જાણો, કેવું રહેશે વૃશ્ચિક રાશિ માટે આગામી વર્ષ

By

Published : Dec 28, 2021, 7:12 AM IST

વૃશ્ચિક (yearly rashifal of vrushchikh )ના નામાંકક્ષર છે, ન, અને ય, આ રાશિના લોકો માટે એપ્રિલના અંતથી જુલાઈની શરૂઆતમાં શનિનું રાશિ ભ્રમણ થાય છે. તે દરમિયાન નાની પનોતીની અસર છે માટે આ સમય દરમિયાન હનુમાનજીની ભક્તિ કરે તે અનુકુળ રહેશે. તેમજ આ રાશિના લોકો માટે પરિવર્તનના યોગ છે. જેમાં તમારા ઈચ્છીત અથવા અઈચ્છીત પણ હોઈ શકે છે. આ માટે તમારે ધીરજ રાખવી જરૂરી છે. આરોગ્ય બાબતે પણ તમારે ધીરજ રાખવી જરૂરી છે. તમારો સ્વભાવ લાગણીશીલ હોવાના કારણે 2022 (Yearly Horoscope of 2022 ) દરમિયા લાગણીશીલ ના બનવું એ જરૂરી છે. તમારી લાગણી તમને મૂશ્કેલીમાં મુકી શકે છે. માટે તમારે વ્યવહારૂ બનવાની જરૂર છે. તે ઉપરાંત 2022માં જે નિર્ણયો લેવાના છે તેમાં ધીરજ રાખવી જરૂરી છે જેથી તમારા માટે વધુ સરળ બને તેવું લાગી રહ્યું છે. તેમજ નોકરીની ફેરબદલી વગેરે યોગ રહેલા છે. અભ્યાસમાં એકાગ્રતા ના રહે વગેરે યોગ છે, તેમજ તમે કોઈ જવાબદારી લીધી છે તો થોડી ધીરજ રાખવાની જરૂર છે, આ રાશિના લોકોને વ્યવહારૂ અભિગમ તેમજ વિચારસરણીમાં ધીરજ રાખવો તેમજ આ રાશિના લોકોએ પોતાની માનસીક સ્થિતીને જાળવીને કામમાં ધ્યાન આપે તો વર્ષ દરમિયાન પરિસ્થીતી હળવી બની શકે છે. તેમજ આ રાશિના લોકો ગણપતિ તેમજ હનુમાન દાદાની ભક્તિ કરે તો આ વર્ષ તેમના માટે સારૂ રહી શકે છે.

ABOUT THE AUTHOR

...view details