ગુજરાત

gujarat

સેમિફાઈનલ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો રોહિત શર્મા

By

Published : Nov 8, 2022, 4:42 PM IST

પ્રેક્ટિસ સેશન દરમિયાન રોહિત શર્માને જમણા હાથમાં ઈજા (Rohit Sharma injured hand during practice session) થઈ હતી. આ પછી તેણે તરત જ ફિઝિયોની મદદ લીધી અને થોડા સમય પછી ફરી પ્રેક્ટિસ માટે પાછો ફર્યો.

Etv Bharatસેમિફાઈનલ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો રોહિત શર્મા
Etv Bharatસેમિફાઈનલ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો રોહિત શર્મા

એડિલેડ:ભારતના સુકાની રોહિત શર્માને (Rohit Sharma injured) મંગળવારે અહીં વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન દરમિયાન હાથની ઈજા થઈ હતી, જેના કારણે ઈંગ્લેન્ડ સામેની ટી20 વર્લ્ડ કપ સેમિફાઈનલ પહેલા ચિંતા વધી હતી. રોહિત પ્રેક્ટિસની સામાન્ય કવાયત કરી રહ્યો હતો. તે એડિલેડ ઓવલ ખાતે ટીમના થ્રોડાઉન નિષ્ણાત એસ રઘુનો સામનો કરી રહ્યો હતો ત્યારે એક શોર્ટ-પિચ બોલ ઝડપથી કૂદીને તેના જમણા હાથ પર વાગ્યો હતો. ભારતીય કેપ્ટન પુલ શોટ રમવાનો પ્રયાસ ચૂકી ગયો અને બોલ ઝડપથી તેના હાથ પર વાગી ગયો. તે સ્પષ્ટ હતું કે તે ખૂબ જ પીડામાં હતો અને તેણે તરત જ પ્રેક્ટિસ સેશન છોડી દીધું હતું.

રોહિતે ફરી પ્રેક્ટિસ શરૂ કરી: જમણા હાથ પર (Rohit Sharma injured during practice session) બરફની એક મોટી પોટલી બાંધેલી હતી. જ્યારે તે પ્રેક્ટિસ સેશનને દૂરથી જોઈ રહ્યો હતો ત્યારે તે ખૂબ જ અસ્વસ્થ દેખાઈ રહ્યો હતો. માનસિક અનુકૂલન કોચ પેડી અપટને આ દરમિયાન તેની સાથે વાત કરી. આઈસ પેક લગાવ્યા પછી અને થોડો આરામ કર્યા પછી, રોહિતે ફરી પ્રેક્ટિસ શરૂ કરી પરંતુ થ્રોડાઉન નિષ્ણાતને ખૂબ ઝડપી બોલિંગ ન કરવાની સૂચના આપવામાં આવી અને તે દરમિયાન ભારતીય કેપ્ટન મોટાભાગે રક્ષણાત્મક શોટ રમ્યો તે જોવા માટે કે તેના હાથની હિલચાલ યોગ્ય છે કે નહીં. ઈજા ગંભીર છે, તે જાણી શકાયું નથી. ભારતીય મેડિકલ ટીમ પ્રેક્ટિસ સેશન બાદ તેની ઈજાનું મૂલ્યાંકન કરશે.

સેમિફાઇનલ 10 નવેમ્બરે યોજાશે:ટીમ ઈન્ડિયા 10 નવેમ્બરે (semi-finals will be held on November 10) બપોરે 1.30 વાગ્યે ઈંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે. આ મેચ એડિલેડ ઓવલમાં જ રમાશે. આ જુલાઈમાં ટીમ ઈન્ડિયાએ આ જ ધરતી પર ટી-20 સિરીઝમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું, આવી સ્થિતિમાં આ મેચમાં તેનું પલડું થોડું ભારે લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details