ગુજરાત

gujarat

જીવલેણ મચ્છરોથી સુરક્ષિત રહો અને સાવચેતી રાખો: વિશ્વ મચ્છર દિવસ

By

Published : Aug 20, 2021, 4:48 PM IST

દર વર્ષે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા મચ્છરના કરડવાથી થતા રોગોને કારણે વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો પોતાનો જીવ ગુમાવે છે. માહિતી અનુસાર વર્ષ 2019 માં જ ભારતમાં ડેન્ગ્યુના લગભગ 1.35 લાખ કેસ નોંધાયા છે. એટલે જ મચ્છરોને જીવલેણ જીવાતોની શ્રેણીમાં પણ રાખવામાં આવે છે. મચ્છરના કરડવાથી થતા રોગોને રોકવા અને સારવાર માટે વધુ સારી રીતો શોધવાના હેતુથી દર વર્ષે 20 ઓગસ્ટના રોજ વિશ્વ મચ્છર દિવસની ઉજવણી કરવામાં આવે છે.

જીવલેણ મચ્છરોથી સુરક્ષિત રહો અને સાવચેતી રાખો: વિશ્વ મચ્છર દિવસ
જીવલેણ મચ્છરોથી સુરક્ષિત રહો અને સાવચેતી રાખો: વિશ્વ મચ્છર દિવસ

  • મચ્છરજન્ય રોગચાળાની રોકથામ માટે જરુરી છે સાવચેતી
  • મેલેરિયા, ડેન્ગ્યૂ સહિતના જીવલેણ રોગ મચ્છરથી થાય છે
  • મચ્છર સામે પ્રતિરક્ષા માટે જાણો ઉપાયો

20 ઓગસ્ટ 1987ના રોજ ડો. રોનાલ્ડ રોસે શોધ્યું કે માદા એનોફિલિસ મચ્છર મેલેરિયા રોગના વાહક છે. આ શોધથી મચ્છરજન્ય રોગોની સારવારમાં ક્રાંતિ આવી. ડો. રોસના આ યોગદાનને માન આપતાં લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનએ 1930માં દર વર્ષે 20 ઓગસ્ટને વિશ્વ મચ્છર દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.ડો. રોનાલ્ડ રોસની આ શોધ પછી વિશ્વભરમાં મોટાપાયે મચ્છરજન્ય રોગોની રોકથામ અને સારવાર માટે અભિયાનો શરૂ કરવામાં આવ્યાં હતાં અને તેમની શોધ માટે તેમને 1902માં મેડિસિન માટે નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.

મચ્છરજન્ય રોગ દર વર્ષે હજારો લોકોનો જીવ લે છે

આંકડા દર્શાવે છે કે આપણાં દેશમાં દર વર્ષે 40 થી 50 હજાર લોકો મચ્છરના કરડવાથી થતાં રોગોથી મૃત્યુ પામે છે અને લગભગ 10 લાખ લોકો આ રોગોનો શિકાર બને છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડેટા અનુસાર 2010 માં મેલેરિયાને કારણે 46,800 લોકોએ જીવ ગુમાવ્યાં હતાં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મેલેરિયા રિપોર્ટ -2017 અનુસાર ભારતમાં દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં મેલેરિયાના સૌથી વધુ (87 ટકા) કેસ છે. તો 2019ના આંકડાઓ અનુસાર તે વર્ષે ડેન્ગ્યુના લગભગ 1.35 લાખ કેસ નોંધાયા હતાં, જેમાંથી 132 મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ હતી.

મચ્છરોના ઘણા પ્રકારો છે

નેશનલ હેલ્થ પોર્ટલ ઓફ ઇન્ડિયાના પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી અનુસાર મચ્છરોના ઘણા પ્રકારો છે, જે વિવિધ રોગોના વાહક બની શકે છે. એડીસ, એનોફિલીસ અને ક્યુલેક્સ મચ્છરો સામાન્ય રીતે રોગો માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

આ મચ્છરો દ્વારા ફેલાતા રોગો નીચે મુજબ છે

એડીસ:

ચિકનગુનિયા, ડેન્ગ્યુ તાવ, લસિકા ફાઈલેરિયાસિસ, રિફ્ટ વેલી તાવ, પીળીયો તાવ, અને ઝિકા

એનાફોલીસ:

મેલેરિયા, લસિકા ફાઇલેરિયાસિસ (આફ્રિકામાં)

ક્યુલેક્સ:

જાપાનીઝ એન્સેફાલીટીસ, લસિકા ફાઇલેરિયાસિસ, વેસ્ટ નાઇલ તાવ

મચ્છરજન્ય ચેપથી કેવી રીતે બચવું

હૈદરાબાદની વીએનએન હોસ્પિટલના વરિષ્ઠ ચિકિત્સક ડો.રાજેશ વુક્કાલા કહે છે કે નીચેની સાવચેતી રાખીને મચ્છરજન્ય રોગોથી બચી શકાય છે.

  • મચ્છર દ્વારા નવા ઇંડા ન મૂકે તે માટે ઘરમાં તમામ પાણીના કન્ટેનરને ઢાંકી રાખો.
  • દર અઠવાડિયે ઓછામાં ઓછું એકવાર પક્ષીઓ અને પાળતુ પ્રાણીઓની માટે પાણીની ટાંકીઓ, કન્ટેનર, કુલર, પીવાના વાસણો ખાલી અને સુકાઇ જવાની ખાતરી કરો.
  • ખુલ્લી જગ્યાઓમાંથી નકામી અથવા બિનઉપયોગી વસ્તુઓ દૂર કરો.
  • ગટર અને છત સાફ રાખો અને ખાતરી કરો કે ત્યાં પાણી એકઠું થતું નથી.
  • બેક્લીસ, બેસિલસ થુરિંગિએન્સિસ (Bt H-14) નો ઉપયોગ સૂચનાઓ અનુસાર સ્થિર પાણીમાં જૈવિક લાર્વાઈસાઈડ તરીકે કરો.
  • ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને/અથવા ઝીકા વાઇરસના સંક્રમણના કેસો જોવા મળે તેવા વિસ્તારોમાં પુખ્ત મચ્છરોને નિયંત્રિત કરવા માટે પાયરેથ્રમ સ્પ્રે અથવા મેલેથિયન ફોગિંગ અથવા અલ્ટ્રા-લો વોલ્યુમ (યુએલવી) સ્પ્રેનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.
  • મેલેરિયાને નિયંત્રિત કરવા માટે જંતુનાશકોના ઇન્ડોર રેસિડ્યૂઅલ સ્પ્રેનો પણ ઉપયોગ કરી શકાય છે.
  • જંતુનાશક ઉત્પાદનોનો ઉપયોગ કરો.
  • સવારે અને સાંજે ઘરની બહાર જતાં એવા કપડાંને પ્રાધાન્ય આપો જે હાથ અને પગને સંપૂર્ણપણે ઢાંકે.
  • બારીઓ અને દરવાજા પર જાળી લગાવો. અથવા સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો.

કોરોના અને ડેન્ગ્યુ મૂંઝવણમાં મૂકી શકે છે, મેલેરિયાના લક્ષણોમાં સમાનતા

વિશ્વભરના ડોકટરો સાથે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) પુષ્ટિ કરે છે કે કોરોના ચેપ મચ્છરના કરડવાથી મનુષ્યમાં ફેલાતો નથી. પરંતુ કોવિડ -19 અને ડેન્ગ્યુ, મેલેરિયાના લક્ષણોમાં સમાનતા રોગના નિદાનમાં સમસ્યા સર્જી શકે છે. ખરેખર મચ્છરના કરડવાથી થતા રોગના લક્ષણો પણ કોરોના સંક્રમણ જેવા જ છે. કોરોનાની જેમ ડેન્ગ્યુ અને મેલેરિયામાં, પીડિતને માથાનો દુખાવો અને શરીરમાં દુખાવો અને ખૂબ તાવ પણ આવે છે. આ સ્થિતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જો કોઈ પણ પ્રકારના કોઈ લક્ષણો હોય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી અને તપાસ કરવી જરૂરી છે.

આ પણ વાંચોઃ વિશ્વ અંગદાન દિવસ 2021ઃ ભારતમાં અંગ પ્રત્યારોપણની વાટ જોતાં લાખો દર્દીઓ

આ પણ વાંચોઃ સંપૂર્ણ રસીકરણ પછી પણ 'Breakthrough' સંક્રમણ શક્ય છે

ABOUT THE AUTHOR

...view details