ગુજરાત

gujarat

Eye Care During COVID19 : મહામારી દરમિયાન 90 ટકા લોકોની આંખોમાં અમુક અંશે ઝાંખપ આવી ગઇ છે

By

Published : Jan 25, 2022, 2:01 PM IST

આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે બે વર્ષની કોવિડ19 મહામારી દરમિયાન 10માંથી 9 લોકોની દ્રષ્ટિમાં અમુક હદ સુધી ઝાંખપ આવી છે. કારણ કે મોટાભાગના લોકોએ મહામારી દરમિયાન લોકડાઉનના લીધે નિયમિત આંખોની તપાસ (Eye Care During COVID19 ) કરાવવાનું અને ફોલો અપ લેવાનું છોડી દીધું છે.

Eye Care During COVID19 :  મહામારી દરમિયાન 90 ટકા લોકોની આંખોમાં અમુક અંશે ઝાંખપ આવી ગઇ છે
Eye Care During COVID19 : મહામારી દરમિયાન 90 ટકા લોકોની આંખોમાં અમુક અંશે ઝાંખપ આવી ગઇ છે

નવી દિલ્હી: આરોગ્ય નિષ્ણાતોએ સોમવારે જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષમાં કોવિડ-19 રોગચાળા દરમિયાન 10 માંથી 9 લોકોએ અમુક અંશે દ્રષ્ટિ ગુમાવી છે. (90 percent of people lost some degree of vision due to pandemic) આવું એટલા માટે થયું છે કેમ કે તેમાંના મોટાભાગના લોકોએ પોતાની નિયમિત આંખની તપાસ (Eye Care During COVID19) અને પોસ્ટ-પેનડેમિક લોકડાઉન દરમિયાન ફોલો-અપ્સ રાખવાનું છોડી દીધું છે.

સમયસર કાળજીના અભાવથી વધુ નુકસાન

ડાયાબિટીક રેટિનોપેથી (Diabetic retinopathy) અથવા વય સંબંધિત મેક્યુલર ડિજનરેશન જેવા રેટિનાને લગતા રોગોમાં શરૂઆતમાં થોડાક અથવા નજીવા લક્ષણો હોય છે અને તે માત્ર આંખની તપાસ અથવા સ્ક્રીનીંગ દ્વારા શોધી શકાય છે. જો સમયસર કાળજી (Eye Care During COVID19) લેવામાં ન આવે તો આ પરિસ્થિતિઓ આંખોને ગંભીર નુકસાન પહોંચાડે છે.

એએમડી પીડિત દર્દીઓમાં વધુ સમસ્યા

મુંબઈ રેટિના સેન્ટરના સીઈઓ વિટ્રેઓરેટિનલ સર્જન ડૉ. અજય દુદાનીએ IANS ને જણાવ્યું, "કમનસીબે, કોવિડના પ્રથમ અને બીજી લહેર દરમિયાન ફોલો અપ ન રાખવાના કારણે 90 ટકા દર્દીઓએ અમુક અંશે દ્રષ્ટિ ગુમાવી દીધી છે. ખાસ કરીને એએમડી (Age-related Macular Degeneration) થી પીડિત દર્દીઓમાં આ સમસ્યા જોવા મળી છે. આ દર્દીઓ મોટે ભાગે તેમના ઇન્ટ્રાવિટ્રીયલ ઇન્જેક્શન લેવાનું (Eye Care During COVID19) ચૂકી ગયાં હોવાથી રોગો ઝડપથી વધી ગયાં છે.

વહેલાસર નિદાન અને સારવાર મહત્વપૂર્ણ

નારાયણા નેત્રાલય આઇ ઇન્સ્ટિટ્યૂટ, બેંગલુરુના વરિષ્ઠ વિટ્રીઓ-રેટિનલ કન્સલ્ટન્ટ ડૉ. ચૈત્ર જયદેવે જણાવ્યું હતું કે, કોવિડના ભયને કારણે અમે છેલ્લા 3-4 મહિનામાં નિયમિત આંખની તપાસ માટે આવતા દર્દીઓમાં ઘટાડો જોયો છે. આ કારણે નિદાન અને સારવારમાં વિલંબ થયો છે. જે લાંબા ગાળે દ્રષ્ટિને અસર કરી શકે છે. ડોકટરોએ જણાવ્યું હતું કે બીમારીને (Eye Care During COVID19)કાબૂમાં લેવા અને દ્રષ્ટિમાં કોઇપણ પ્રકારના નુકસાનને અટકાવવા માટે વહેલાસર નિદાન અને સારવાર (eye health) મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચોઃ નિયમિત Eye Exercise થી Eyesને રાખો તેજીલી

વૃદ્ધોમાં હોસ્પિટલની મુલાકાતોમાં 50 ટકા ઘટાડો

ક્લિનિકની મુલાકાતો જેટલી લંબાશે એમ આંખોનું સ્વાસ્થ્ય વધુ બગડશે. વિટ્રેરેટિનલ સોસાયટી ઑફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી ડૉ. રાજા નારાયણે IANS ને કહ્યું, "આ કોવિડ વેવ દરમિયાન આપણે સાવચેત (Eye Care During COVID19) રહેવું જોઈએ, દર્દીઓએ મેક્યુલર ડિજનરેશન અથવા ડાયાબિટીક મેક્યુલર એડીમા માટે તબીબને મળવામાં વિલંબ કરવો જોઈએ (eye health) નહીં, સિવાય કે દર્દીમાં કોવિડના લક્ષણો હોય. દુદાનીએ વધુમાં જણાવ્યું હતું કે, ત્રીજી લહેર સાથે અમે ભૂતકાળની જેમ જ પેટર્ન જોઈ રહ્યાં છીએ. કારણ કે દર્દીઓની હોસ્પિટલની મુલાકાતમાં ખાસ કરીને વૃદ્ધોમાં લગભગ 50 ટકા જેટલો ઘટાડો થયો છે. કેમ કે રેટિનાને બદલી શકાતી નથી તેથી ઇન્જેક્શન ન મળવાથી, અથવા સારવારનું પાલન ન કરવાથી આંખના રોગમાં વધારો થઇ શકે છે.

આ પણ વાંચોઃ Problems with dry eyes in winter:થોડી સાવચેતી રાખો અને શિયાળામાં આંખો સૂકી થવાની સમસ્યાથી બચો

ડાયાબિટીક રેટિનોપેથીના લક્ષણો ઓળખો

ડોકટરોએ દર્દીઓને ટેલીકન્સલ્ટેશન લેવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતાં. કેટલાક આંખના પરીક્ષણો (Eye Care During COVID19) એવા છે જે કોઈપણ વ્યક્તિ ઘરે બેસીને કરી શકે છે. જેનો રિપોર્ટ ડૉક્ટરને વધુ તપાસ અને સલાહ માટે મોકલી શકાય છે. ડૉ. ચૈત્ર જયદેવે કહ્યું કે, જો દર્દીઓને અસ્પષ્ટ દ્રષ્ટિ, અચાનક દ્રષ્ટિ ગુમાવવી અથવા દ્રશ્ય ક્ષેત્રમાં શ્યામ ફોલ્લીઓ જેવા લક્ષણોનો અનુભવ થાય, તો તેઓએ તાત્કાલિક આંખની (eye health) તપાસ કરાવવાની જરૂર છે. કારણ કે આ ડાયાબિટીક રેટિનોપેથીના (Diabetic retinopathy) લક્ષણો હોઈ શકે છે. આ પ્રકારની જટિલતાને વધુ બગડતી અટકાવવા માટે ડાયાબિટીસના દર્દીઓએ ખાતરી કરવી જોઈએ કે તેમનું શુગર લેવલ નિયંત્રણમાં રહેે.

ABOUT THE AUTHOR

...view details