ગુજરાત

gujarat

એગ્ઝ ફ્રીઝ કરાવવા સામે અવરોધરૂપ બનતી કેટલીક ગેરમાન્યતાઓ

By

Published : Dec 20, 2020, 10:54 PM IST

સતત ચાલી રહેલી બાયોલોજિકલ ક્લોક (જૈવિક ચક્ર) મહિલાઓ તેમનાં એગ્ઝ ફ્રીઝ કરાવવાનું પસંદ કરે છે, તે માટેનું પ્રાથમિક કારણ છે. ઉંમરની વીસીમાં સ્ત્રીની પ્રજનનશક્તિ તેના સર્વોચ્ચ સ્તર પર હોય છે અને 30 વર્ષની વયે પહોંચે, તે સાથે આ ક્ષમતા ઘટવાનું શરૂ થઇ જાય છે. વાસ્તવમાં, એક તંદુરસ્ત 30 વર્ષની વયે પહોંચે, ત્યારે પ્રજનન સંબંધિત સમસ્યાઓ ઉપરાંત ગર્ભ ધારણ કરવાની તેની ક્ષમતા ઘટવા માંડે છે.

ETV BHARAT
એગ્ઝ ફ્રીઝ કરાવવા સામે અવરોધરૂપ બનતી કેટલીક ગેરમાન્યતાઓ

ન્યૂઝ ડેસ્કઃસતત ચાલી રહેલી બાયોલોજિકલ ક્લોક (જૈવિક ચક્ર) મહિલાઓ તેમનાં એગ્ઝ ફ્રીઝ કરાવવાનું પસંદ કરે છે, તે માટેનું પ્રાથમિક કારણ છે. ઉંમરની વીસીમાં સ્ત્રીની પ્રજનનશક્તિ તેના સર્વોચ્ચ સ્તર પર હોય છે અને 30 વર્ષની વયે પહોંચે, તે સાથે આ ક્ષમતા ઘટવાનું શરૂ થઇ જાય છે. વાસ્તવમાં, એક તંદુરસ્ત 30 વર્ષની વયે પહોંચે, ત્યારે પ્રજનન સંબંધિત સમસ્યાઓ ઉપરાંત ગર્ભ ધારણ કરવાની તેની ક્ષમતા ઘટવા માંડે છે.

વર્તમાન સ્થિતિમાં સ્ત્રીઓ ફેમિલી પ્લાનિંગ કરવાનું પાછું ઠેલે છે અને ઉંમરની ત્રીસી કે ચાળીસીનાં પ્રારંભિક વર્ષોમાં ગર્ભધારણ કરવાનું પ્રચલન વધતું જાય છે. જે માટે ઘણાં વ્યક્તિગત અને વ્યાવસાયિક કમિટમેન્ટ્સ જવાબદાર હોય છે. આ સ્થિતિમાં એગ ફ્રીઝિંગ થકી ફર્ટિલિટી પ્રિઝર્વેશનનો વિકલ્પ વિચારી શકાય છે. બેંગલુરુ સ્થિત ક્લાઉડ નાઇન ગ્રૂપ ઓફ હોસ્પિટલ્સનાં રિપ્રોડક્ટિવ મેડિસિન કન્સલ્ટન્ટ ડો. રામ્યા ગૌડાના જણાવ્યા પ્રમાણે, એગ ફ્રીઝિંગ થકી મહિલાઓ તેમની યુવાન વયનાં, વધુ તંદુરસ્ત એગ્ઝની જાળવણી કરી શકે છે.

તેઓ કહે છે: "સ્વાભાવિક રીતે જ, એગ ફ્રીઝિંગે વિવિધ વયજૂથની મહિલાઓનું મોટાપાયે ધ્યાન ખેંચ્યું છે, પરંતુ દુર્ભાગ્યે, તેના વિશે ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે."

આથી, એગ ફ્રીઝિંગ સાથે સંકળાયેલી આવી જ કેટલીક ગેરમાન્યતાઓ પર ડો. ગૌડા પ્રકાશ પાડે છે.

ગેરમાન્યતા #1: એગ ફ્રીઝિંગ એક પ્રાયોગિક વિકલ્પ છે

2013ના વર્ષ પહેલાં જે કોઇપણ વ્યક્તિ એગ ફ્રીઝિંગનો વિકલ્પ પસંદ કરતી હતી, તે સમયે આ પ્રક્રિયા તદ્દન નવી હતી અને તેની પદ્ધતિ અનુસરવા અંગે કોઇ પૂરતો ડેટા ઉપલબ્ધ ન હતો. જોકે, વૈજ્ઞાનિક ડેટા સૂચવે છે કે, એગ ફ્રીઝિંગ સલામત અને અસરકારક પ્રક્રિયા છે અને હવે તે પ્રાયોગિક પ્રક્રિયા ગણાતી નથી. એગ ફ્રીઝિંગમાં ઉપયોગમાં લેવાતી – ઓવરિયન સ્ટિમ્યુલેશન, એગ રિટ્રિવલ અને ક્રાયોપ્રિઝર્વેશન – વગેરે જેવી પ્રક્રિયાઓ દાયકાઓથી ઉપયોગમાં લેવાય છે અને તે સંપૂર્ણપણે સલામત છે.

ગેરમાન્યતા #2: એગ ફ્રીઝિંગ મહિલા અને તેના સંતાન, બંને માટે જોખમી છે અને ફ્રોઝન એગ્ઝમાંથી કદી બાળક જન્મતાં નથી.

ઓવરિયન સ્ટિમ્યુલેશન અને એગ ફ્રીઝિંગથી મહિલા કે તેના ભાવિ સંતાનને નુકસાન પહોંચતું હોવાનો કોઇ પુરાવો નથી. સઘન અભ્યાસો દર્શાવે છે કે, (તાજાં એગ્ઝ કે ભ્રૂણની તુલનામાં) ફ્રોઝન એગ્ઝ કે ભ્રૂણનો ઉપયોગ કરવામાં આવે, ત્યારે જન્મ સમયની ખામી, ક્રોમોસોમલ એનોમેલીઝ કે ગર્ભાવસ્થાની સમસ્યાઓના જોખમમાં કોઇ તફાવત હોવાનું નોંધાયું નથી. સામાન્યપણે, આડઅસરો અસાધારણ હોય છે અને જે લોકોમાં આડઅસરો જોવા મળી છે, તે મોટાભાગે નજીવી હોય છે. એગ્ઝ ફ્રીઝ કરવાથી ભવિષ્યમાં સંતાન મેળવવાની તમારી તકો વધી જાય છે. એગ્ઝ ફ્રીઝિંગ એ કોઇ ઇન્શ્યોરન્સ પોલિસી નથી, બલ્કે, મહિલાઓને પસંદગીની વધુ તકો પૂરી પાડવા માટેનું એક શક્તિશાળી સાધન છે.

ગેરમાન્યતા #3: એગ્ઝ ફ્રીઝિંગની પ્રક્રિયા પીડાદાયક અને સમય માગી લેનારી હોય છે

પ્રક્રિયા શરૂ કરવા માટેના જરૂરી હોર્મોન મેડિકેશન ઇન્જેક્શન્સ સામાન્યપણે આઠથી 11 દિવસ સુધી દિવસમાં એક કે બે વખત આપવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, પાંચથી સાત ટૂંકી મુલાકાતો સાથે તમારા પ્રોગ્રેસ પર નજર રાખે છે અને તમારૂં શરીર દવા અને ઇન્જેક્શનો સામે કેવો પ્રતિસાદ આપી રહ્યું છે, તેની દેખરેખ રાખે છે. એક વખત તમારૂં શરીર તૈયાર થઇ જાય, પછી ડોક્ટર તમારા પર એગ રિટ્રીવલ સર્જરી કરીને પ્રક્રિયા પૂરી કરે છે. "સર્જરી" શબ્દ ડરામણો જરૂર લાગે છે, પણ પ્રક્રિયાના આ તબક્કાથી ડરવાની જરૂર નથી, કારણ કે તેમાં ટાંકા લેવામાં આવતા નથી કે કાપો પણ મારવામાં આવતો નથી. વળી, આ સર્જરી માંડ 15 મિનિટની હોય છે. સમગ્ર પ્રક્રિયા શરૂ થઇને પૂરી થતાં બે અઠવાડિયાનો સમય લાગે છે.

ગેરમાન્યતા #4: અત્યારે એગ્ઝ ફ્રીઝ કરાવવાથી ભવિષ્યમાં તમારે વ્યંધત્વનો સામનો કરવો પડી શકે છે.

એગ ફ્રીઝિંગને લગતી ગેરમાન્યતાઓ દૂર કરવાનું એક મહત્વનું પાસું એ સમજવાનું છે કે, સઘન અભ્યાસો દર્શાવે છે કે, એગ ફ્રીઝિંગની પ્રક્રિયા મહિલાની ભાવિ પ્રજનનશક્તિને નુકસાન પહોંચાડતી હોવાના કોઇ પુરાવા ઉપલબ્ધ નથી. એગ ફ્રીઝિંગમાં શરીરમાંથી એગ્ઝ નિકાળવામાં આવતા હોવાથી ઘણાં લોકો એવું વિચારે છે કે, આમ કરવાથી ભાવિ ગર્ભાવસ્થા માટેના ઉપલબ્ધ એગ્ઝની સંખ્યા ઘટી જાય છે. આ નરી ગેરમાન્યતા છે અને મહિલાના શરીરમાં દર મહિને અંડોત્સર્ગ થાય છે. એગ ફ્રીઝિંગની પ્રક્રિયા દરમિયાન, ઘણાં એગ્ઝ વિકસે અને પરિપક્વ થાય, તે સુનિશ્ચિત કરવા માટે અમે મેડિકેશનનો ઉપયોગ કરીએ છીએ. તેમાંથી કેટલાંક એગ્ઝની સાચવણી કરવામાં આવે છે, જે અન્યથા વ્યર્થ જતાં રહે છે.

ગેરમાન્યતા #5: ફ્રોઝન એગ્ઝ કરતાં તાજાં એગ્ઝ બહેતર હોય છે.

વર્તમાન ડેટા દર્શાવે છે કે, તાજાં એગ્ઝની સાઇકલની તુલનામાં ફ્રોઝન એગ્ઝની સાઇકલમાંથી વધુ તંદુરસ્ત ગર્ભાવસ્થા થાય છે. વધુમાં, સંશોધન અનુસાર, ફ્રોઝન એગ્ઝ અને તાજાં એગ્ઝથી થયેલી ગર્ભાવસ્થાઓની તુલના કરવામાં આવે, તો જન્મ સમયની ખામી, ક્રોમોસોમલ એનોમેલીઝ કે ગર્ભાવસ્થાની સમસ્યાઓનાં જોખમોમાં કોઇ ફેરફાર જોવા મળતો નથી. એ સમજવું ઘણું જરૂરી છે કે, પ્રજનનશક્તિની વાત આવે, ત્યારે તમારાં એગ્ઝની વય ઘણી મહત્વની બની રહેતી હોય છે. એગ્ઝની વય જેટલી નાની હોય, તેટલાં તે વધુ તંદુરસ્ત બનશે. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઇવીએફ) દરમિયાન સમાન વયે તેમનાં પોતાનાં એગ્ઝનો ઉપયોગ કરનારી મહિલાઓમાં 35 વર્ષની વયથી જીવિત જન્મ દર પ્રત્યેક બે વર્ષે 10 ટકા જેટલો ઘટવા માંડે છે.

ગેરમાન્યતા #6: એગ ફ્રીઝિંગ એ ઉજ્જ્વળ કારકિર્દી ધરાવનારી મહિલાઓ અથવા તો નાણાંકીય રીતે સદ્ધર હોય, માત્ર તેવા વર્ગ માટેનો જ વિકલ્પ છે.

મહિલાઓ મેડિકલ અને સામાજિક, તમામ કારણોસર તેમનાં એગ્ઝ ફ્રીઝ કરાવવાનું પસંદ કરે છે. ઘણી મહિલાઓ તબીબી નિદાનને પગલે તેમનાં એગ્ઝ ફ્રીઝ કરાવવાનો નિર્ણય લે છે, તો અન્ય કેટલીક મહિલાઓ તેમનાં એગ્ઝ ફ્રીઝ કરાવે છે, કારણ કે, તેમને જે-તે સમય સંતાન લાવવા માટે યોગ્ય નથી જણાતો હોતો. ઉદાહરણ તરીકે, નાણાંકીય સમસ્યાઓ, પાર્ટનર ન હોય અથવા તો જીવનની અન્ય કેટલીક બાબતો સંતુલિત કરવી જરૂરી હોય, વગેરે સહિતનાં ઘણાં કારણો જવાબદાર હોઇ શકે છે અને દરેક વ્યક્તિ એગ ફ્રીઝિંગની પ્રક્રિયા પ્રત્યે અનોખો દ્રષ્ટિકોણ ધરાવતી હોય છે. વર્તમાન સ્થિતિમાં, એગ્ઝ ફ્રીઝ કરાવનારી મોટાભાગની મહિલાઓ યોગ્ય પાર્ટનર ન મળ્યો હોવાથી આ વિકલ્પ અપનાવતી હોય છે.

ગેરમાન્યતા #7: એગ ફ્રીઝિંગ એ ઉંમરની ત્રીસીનો પાછલો તબક્કો પસાર કરી રહેલી મહિલાઓ માટે સારી ઇન્શ્યોરન્સ પોલિસી છે.

તમે પાંત્રીસ વર્ષનાં થાઓ, તે પહેલાં તમારાં એગ્ઝ ફ્રીઝ કરાવવા, એ વાસ્તવમાં શ્રેષ્ઠ વિકલ્પ છે. વ્યક્તિની વય વધે, તે સાથે તેનો પ્રજનન દર નીચો જવા માંડે છે, આથી, તમે જેટલી યુવાન વયે તમારાં એગ્ઝ ફ્રીઝ કરાવો, તેટલી સફળતાની તકો વધી જાય છે. ઉંમરની વીસીમાં હોય, તેવી કેટલીક સ્ત્રીઓ તેઓ ક્યારે સંતાન મેળવવા ઇચ્છે છે, તે વિશે વિચારતી નથી હોતી, આથી, ૩૦ના પ્રારંભમાં મહિલાઓ આ વિકલ્પ અપનાવે, તો તે સૌથી લાભકારક નીવડે છે. તે વયે કદાચ તેઓ જીવનમાં સ્થાયી ન થયાં હોય, તેમ છતાં તે સમયે તેમનાં એગ્ઝ હજી પણ તંદુરસ્ત હોય છે."

ABOUT THE AUTHOR

...view details