ગુજરાત

gujarat

Valsad News : ITI પાસ યુવકે કોરોનામાં કર્યો કમાલ, વેસ્ટમાંથી બેસ્ટ બેઠક બનાવી જીંદગીભરનો રોજગાર શોધી કાઢ્યો

By

Published : Apr 19, 2023, 4:15 PM IST

વલસાડના કાંજણ રણછોડ ગામના યુવાને કોરોનાની નવરાશ પળમાં જીંદગીભરનો રોજગાર શોધી કાઢ્યો છે. યુવાને વેસ્ટ કારના ટાયરમાંથી રંગબેરંગી ખુરશી બનાવી છે. જે લોકોમાં ખુબ આકર્ષક કરી છે. ત્યારે લોકોને ખુરશી પસંદ આવતા યુવાને સાઈડ બિઝનેસ બની ગયો છે. ત્યારે કેવી રીતે યુવાન ખુરશી બનાવે છે જૂઓ.

Valsad News : ITI પાસ યુવકે કોરોનામાં કર્યો કમાલ, વેસ્ટમાંથી બેસ્ટ બેઠક બનાવી જીંદગીભરનો રોજગાર શોધી કાઢ્યો
Valsad News : ITI પાસ યુવકે કોરોનામાં કર્યો કમાલ, વેસ્ટમાંથી બેસ્ટ બેઠક બનાવી જીંદગીભરનો રોજગાર શોધી કાઢ્યો

વલસાડના કાંજણ રણછોડ ગામના યુવકે વેસ્ટ કારના ટાયરમાંથી ખુરશી બનાવી

વલસાડ : કોરોના કાળમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. એટલું જ નહીં અનેક લોકોએ ઘરથી બહાર ન નીકળી શકાય તેથી પોતાની મનગમતી ચીજ બનાવી પોતાની સ્કિલને વિકસાવી છે. ત્યારે વલસાડ નજીકના કાંજણ રણછોડ ગામના યુવાને સોશિયલ મીડિયાનો ઉપયોગ થતી ઘર આંગણે પડેલા ફેંકી દેવાય એવા ટાયરોનો ઉપયોગ કરી કલાત્મક ઉપયોગ કરીને બેઠક બનાવી છે. જે સસ્તી અને ખૂબ ટકાઉ છે.

સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ :સોશિયલ મીડિયાનો ઉપયોગ આજકાલ સકારાત્મક અને નકારાત્મક બન્ને રીતે થાય છે. એમાં પણ યુવા વર્ગ કલાકો સુધી તેના પર મંડ્યા રહે છે. જેમાં કેટલાક તેનો ખૂબ સારો ઉપયોગ કરી પોતાની પ્રતિભા વિકસાવતા હોય છે. તો અન્ય યુવાનો ગેમના રાવડે ચઢીને સમય બરબાદ કરી દે છે, ત્યારે વલસાડ નજીકના કાંજણ હરિ ગામે રહેતા યુવકે પોતાની પ્રતિભા કોરોના કાળમાં વિકસાવી વેસ્ટમાંથી બેસ્ટ ચીજો બનાવવાનું શરૂ કર્યું છે. જોતજોતામાં વેસ્ટ ટાયરોમાંથી બેઠક વ્યવસ્થા બનાવી દીધી.

ITIપાસ યુવકે કર્યો કમાલ :વલસાડ નજીક કાંજણ રણછોડ ગામના યુવકે પરિમલ ધનસુખભાઈ પટેલે જે આઈટીઆઈ વાયરમેન પાસ કરી ચૂક્યો છે. કોરોનામાં સોશિયલ મીડિયાના માધ્યમથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કળા વિકસાવી છે. કોરોના કાળમાં દરેક લોકો પોતાના ઘરમાં જ રહેતા હોય સમય વ્યતીત કરવા માટે કોઈને કોઈ માધ્યમનો ઉપયોગ કરતા હતા, ત્યારે પરિમલે સોશિયલ મીડિયા પર વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા જુના ફેંકેલા ટાયરોનો ઉપયોગ કરી આકર્ષક ખુરશી કેવી રીતે બનાવી શકાય તે માટેની પ્રતિભા વિકસાવી છે.

24 કલાક લાગ્યા એક ટાયર બનાવતા :ઘર આંગણે પડેલા કારના ફેંકી દેવાયેલા વપરાયેલા ટાયરો લઈને યુવકે રંગબેરંગી દોરીઓ ભરી આકર્ષક બેસી શકાય એવી ટ્રેન્ડિંગ બેઠક વ્યવસ્થા બનાવી દીધી હતી. જોકે આ બનાવવા માટે પ્રથમ વખત તેને 24 કલાક જેટલો સમય વીત્યો હતો. યુ ટ્યુબના માધ્યમ દ્વારા તેણે પોતાની પ્રતિભાને વધુ વિકસાવી નિખારી છે. હાલમાં તે અનેક આકર્ષક ટાયરોનો ખુરશી નિર્માણ કરી રહ્યો છે.

ઇન્ટિરિયર ડિઝાઇનિંગની માંગ :સામાન્ય રીતે મોટી કારમાં ઉપયોગમાં આવતા ટાયરો ઘસાઈ જાય તો લોકો તેને ફેંકી દેતા હોય છે, પરંતુ એવા જ ટાયરોને કલર કરી તેમાં દોરીઓ ભરીને આકર્ષક બેઠકની ખુરશી બની શકે છે. આવી યુનિક અને ટ્રેન્ડિંગ ખુરશીઓની ફાર્મ હાઉસ અને સ્વિમિંગ પુલ ધરાવતા ક્ષેત્રમાં ઊંચી માંગ છે. ઇન્ટિરિયર ડિઝાઇન કરનારા લોકો માટે એક મહત્વનું પાસું છે. હવે તો કેટલાક ઘરોમાં પણ આ પ્રકારની ખુરશીઓ હોલમાં મુકવામાં આવે છે.

આ પણ વાંચો :Valsad News : દરિયા કાંઠેથી લાકડું મળ્યું! લાકડામાંથી આબેહૂબ બ્લેક પર્લ જહાજ કંડારતા મિત્રોએ પ્રચાર કરતા થ્યો પગભર

કેવી રીતે બનાવી ખુરશી :જુના ટાયરોમાં હાથ વગા સાધનોનો ઉપયોગ કરી આઇટીઆઇ પાસ પરિમલ પટેલે નાયલોનની રંગીન દોરી સ્પ્રે કલરોનો ઉપયોગ કરીને ટાયરોમાંથી ખુરશી બનાવી છે. જેમાં દોરી વાળા ખાટલા ભરવામાં આવે છે. એમ બનેલી ખુરશીઓમાં દોરી ભરવામાં આવે છે. જે દેખાવે ખુબ આકર્ષક લાગે છે.

આ પણ વાંચો :E Truck : હવે દેશ વિદેશમાં દોડશે ગુજરાતમાં તૈયાર થયેલા આધુનિક સુવિધાથી સજ્જ ઇલેક્ટ્રિક ટ્રક

કેટલા સમયમાં ખુરશી તૈયાર : પરિમલ દ્વારા કોરોના કાળમાં શીખેલી આ સ્કિલ આજકાલ તેના માટે સાઈડ બિઝનેસ બની ચુકી છે. અનેક લોકો તેને આ ટ્રેન્ડિંગ ખુરશી બનાવવા માટે તેમના ફાર્મ હાઉસ કે રો હાઉસમાં બોલાવી રહ્યા છે. સામાન્ય રીતે બજારમાં ખુરશી ખરીદી કરવા જાવ તો આજ ખુરશીઓ તમને 3500થી નીચી કિંમતે નહિ મળે પરંતુ પરિમલને આ ખુરશીઓ હાલમાં જાણે હાથ પર ચડી ગઈ છે. તે માત્ર 3 કલાકની મહેનત બાદ એક ખુરશી તૈયાર કરી લે છે, એટલે એના માટે આ સ્કીલ હાલમાં સાઈડ બિઝનેસ જેવો બની ચુક્યો છે.

ABOUT THE AUTHOR

...view details