ETV Bharat / state

Valsad News : દરિયા કાંઠેથી લાકડું મળ્યું! લાકડામાંથી આબેહૂબ બ્લેક પર્લ જહાજ કંડારતા મિત્રોએ પ્રચાર કરતા થ્યો પગભર

author img

By

Published : Apr 4, 2023, 3:16 PM IST

Valsad News : દરિયા કાંઠેથી લાકડું મળ્યું! લાકડામાંથી આબેહૂબ બ્લેક પર્લ જહાજ કંડારતા મિત્રોએ પ્રચાર કરતા થ્યો પગભર
Valsad News : દરિયા કાંઠેથી લાકડું મળ્યું! લાકડામાંથી આબેહૂબ બ્લેક પર્લ જહાજ કંડારતા મિત્રોએ પ્રચાર કરતા થ્યો પગભર

વલસાડના નારગોલ ગામનો યુવાને સોશિયલ મીડિયામાં નઠારા બનતા યુવકોને કલાનો પંજો આપ્યો છે. માછીમારના દીકરાએ ફિલ્મ જોઈને બ્લેક પર્લ જહાજની આબેહૂબ હોડીની પ્રતિકૃતિ બનાવી છે. આ યુવાનની કલાના લોકો દિવાના થતાં હોડીના ઓર્ડર ચાલુ થઈ ગયા છે. તેમજ લોકોને તેની કળા પસંદ આવતા યુવાન પાસે હોડી પ્રતિકૃતિને ખરીદીને પૂજામાં મૂકે છે.

શોખ ખાતર ફ્રી સમયમાં બનાવ્યું બ્લેક પર્લ, મિત્રોએ સોશિયલ મીડિયામાં પ્રચાર કરતા થયા ઓર્ડર ચાલુ

વલસાડ : ઉમરગામ તાલુકાના નારગોલ બંદર તેમના સુંદર બીચ અને માછીમારી સાથે સંકળાયેલા માછીમારોના વ્યવસાયને લઈને ખૂબ જાણીતું છે. હવે આ ગામના એક યુવાનની કલા કારીગરીને કારણે વધુ જાણીતું બન્યું છે. અહીંનો 26 વર્ષીય કલાકાર માછીમારોની પ્રિય હોડીની પ્રતિકૃતિ બનાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સોશ્યલ મીડિયાનો લાભથી આર્થિક લાભ પ્રાપ્ત કરી શકાય તેવું ઉદાહરણ નારગોલ ગામના એક યુવાનના મિત્રોએ આપ્યું છે. આ ગામના યુવાને શોખ ખાતર ફ્રી સમયમાં હોલીવુડ મૂવીમાં બ્લેક પર્લ નામના જહાજની પ્રતિકૃતિ તૈયાર કરી હતી. આ પ્રતિકૃતિના વિડિઓ ફોટો યુવાને મિત્રોને મોકલ્યા હતા. મિત્રોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરતા આજે આ યુવાનને હોડીના અનેક ઓર્ડર મળી રહ્યા છે

શું છે રસપ્રદ વાત : વલસાડ જિલ્લાના નારગોલ ગામે રહેતા પ્રશાંત દમણિયાની કલા કારીગરીએ સ્થાનિક જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યના માછીમારોને તેની કલાના દીવાના કર્યા છે. મર્ચન્ટ નેવીનો અભ્યાસ કરી તેમાં જોડાવાના સપના સેવતા પ્રશાંત દમણિયા કોરોના કાળ દરમિયાન ફ્રી સમયમાં પોતાના ઘર આંગણેના દરિયા કિનારે મિત્રો સાથે ફરવા જતો હતો. મૂળ માછીમાર પરિવારમાં જન્મેલો અને હોલીવુડ મુવી પાયરેટ્સ ઓફ કેટેબિયનમાં બતાવેલ બ્લેક પર્લ નામનું જહાજ તેને ખૂબ ગમ્યું હતું. પ્રશાંત દમણિયાને દરિયા કાંઠે ફરતી વખતે એક લાકડું મળ્યું જેને તે ઘરે લાવ્યો અને તેમાંથી બ્લેક પર્લ બનાવ્યું. જેના ફોટો વિડિઓ મિત્રોને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. મિત્રોએ અન્યને શેર કર્યા હવે તેની કલા કારીગરીને પારખી અનેક માછીમારો તેમની હોડીઓની પ્રતિકૃતિઓ બનાવવાના ઓર્ડર આપી રહ્યા છે.

કલા કરનાર યુવાન
કલા કરનાર યુવાન

પૂજામાં પ્રતિકૃતિ મૂકે છે : પ્રશાંત દમણિયાએ જણાવે છે કે, મોટેભાગે દરેક માછીમાર તેમની હોડીને તેમના પરિવારના સભ્ય સમાન ગણે છે. પોતાની હોડી પ્રત્યેની લાગણી તેની પૂજા કરી વ્યક્ત કરતા હોય છે. એ પૂજા દરમિયાન તેઓ બોટના ફોટા પૂજામાં મુકતા હોય છે. પરંતુ હવે તે ફોટો આધારે તેવી જ આબેહૂબ હોડીની પ્રતિકૃતિ બનાવી આપવાની કળામાં પારંગતથી લોકો તેમને ઓર્ડર આપી હોડીની પ્રતિકૃતિ તૈયાર કરાવડાવે છે. અત્યાર સુધીમાં તેમણે 40 જેટલી અલગ અલગ માછીમારી હોડીની પ્રતિકૃતિ તૈયાર કરી આપી છે.

આ પણ વાંચો : Ajrakh art: કચ્છની વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળાની બજારમાં નકલ વધતા કારીગરો દ્વારા GI ટેગ માટે અરજી

સાગના લાકડામાંથી પ્રતિકૃતિ : નારગોલ ગામ 80 ટકા માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોનું ગામ છે. આ હોડી માલિકો પોતાની હોડીઓ લઈ સમુદ્રમાં માછીમારી માટે જાય છે. તેમની પ્રિય હોડી પ્રત્યેનો આ લગાવ તેની પ્રતિકૃતિ બનાવડાવી તેને કાયમી યાદગીરી માટે શો-પીસમાં રાખવા પ્રેરિત કરે છે. જેના ઓર્ડર મળતા પ્રશાંત સાગના લાકડામાંથી હોડીની પ્રતિકૃતિ બનાવી આપે છે.

બ્લેક પર્લ નામના જહાજની આબેહૂબ હોડીની પ્રતિકૃતિ
બ્લેક પર્લ નામના જહાજની આબેહૂબ હોડીની પ્રતિકૃતિ

આ પણ વાંચો : Chhota udepur pithora painting: આદિવાસી સંસ્કૃતિના અમૂલ્ય વારસા સમાન પ્રાચીન પિઠોરા ચિત્રકળાની જાણી અજાણી વાતો

મર્ચન્ટ નેવીમાં જવાનું સપનું : ઉલ્લેખનીય છે કે, આજના ડિજિટલ યુગમાં સોશ્યલ મીડિયાનું ઘેલું યુવાનોને આળસુ અને નઠારા બનાવતા હોવાના મામલે બદનામ છે. પરંતુ તેના જ સારા પાસાએ એક દુરદરાજના દરિયા કાંઠાના યુવાનની પ્રતિભાને દેશભરમાં ઉજાગર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પ્રશાંતની ઈચ્છા આજે પણ મર્ચન્ટ નેવીમાં જવાની છે. પરંતુ તેમનો જહાજની પ્રતિકૃતિ બનાવવાનો શોખ જાળવી રાખવા માંગે છે. ઘરે જ વર્કશોપ ખોલી આ યુવાન આજે અનેક માછીમારોના જહાજોની પ્રતિકૃતિ બનાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અને આર્થિક રીતે પગભર થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.